Home /News /business /દરરોજ 50 રૂપિયા બચાવી મેળવો 35 લાખનું વળતર, જાણો પોસ્ટ ઓફિસની આ દમદાર યોજના વિશે

દરરોજ 50 રૂપિયા બચાવી મેળવો 35 લાખનું વળતર, જાણો પોસ્ટ ઓફિસની આ દમદાર યોજના વિશે

પોસ્ટ ઓફિસની આ યોજના તમને બનાવશે લખપતિ

Post Office Scheme: પોસ્ટ ઓફિસની જ એક સ્કીમ-ગ્રામ સુરક્ષા યોજના છે. આમાં રોકાણકારો થોડા જ રૂપિયા લગાવીને મોટો ફાયદો મેળવી શકે છે. પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં ઓછા જોખમ સાથે સારા વળતરનો પણ લાભ મળે છે.

    નવી દિલ્હીઃ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા માટે અલગ-અલગ યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ તમને સારુ વળતર તો આપે જ છે. પરંતુ તેની સાથે, તમારા રૂપિયા સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ પર વળતર મેળવવાની ગેરંટી હોય છે. પોસ્ટ ઓફિસની એવી જ એક સ્કીમ-ગ્રામ સુરક્ષા યોજના છે. આમાં રોકાણકારો થોડા જ રૂપિયા લગાવીને મોટો ફાયદો મેળવી શકે છે. પોસ્ટ ઓફિસની ગ્રામ સુરક્ષા યોજનામાં ઓછા જોખમ સાથે સારા વળતરનો પણ લાભ મળે છે.

    યોજનામાં, રોકાણકારો દર મહિને 1500 રૂપિયા જમા કરાવીને પરિપક્વતાના સમયે લગભગ 31થી 35 લાખ રૂપિયા મેળવી શકે છે.

    યોગ્યતા


    પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનામાં 19થી 55 વર્ષની ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. આ ઉપરાંત આ યોજના હેઠળ ન્યૂનતમ વીમા રકમ 10 હજારથી લઈને 10 લાખ રૂપિયાની રકમની વચ્ચે હોય છે.

    પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણકાર પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનાના પ્રીમિયમની ચૂકવણી માસિક, ત્રિમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક આધાર પર કરી શકે છે. રોકાણકારો પ્રીમિયનની ચૂકવણી કરવા માટે 30 દિવસની મુદ્દતનો ફાયદો ઉઠાવી શકે છે.

    રોકાણકાર પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનામાં લોન પણ લઈ શકે છે. આ સાથે તમે યોજના હેઠળ, ત્રણ વર્ષની અંદર પોલિસીને સમર્પણ કરી શકો છો. જો કે, સમર્પણનની સ્થિતિમાં, રોકાણકારોને કોઈ પણ લાભ મળશે નહિ.

    આ પણ વાંચોઃ EPF એકાઉન્ટમાં વ્યાજના રૂપિયા ન આવવાથી કર્મચારીઓ નિરાશ? નાણા મંત્રાલયે ચિંતા મુક્ત કર્યા

    જુઓ વળતરની ગણતરી


    માની લો કે, કોઈ રોકાણકાર આ યોજનામાં 19 વર્ષની ઉંમરમાં રોકાણ કરવાની શરૂઆત કરે છે અને તેમની લઘુમત વીમા રકમ 10 લાખ રૂપિયા છે. તો રોકાણકારોને 55 વર્ષની ઉંમરમાં લગભગ 31.60 લાખ રૂપિયા મેળવવા માટે દર મહિને 1515 રૂપિયાના પ્રીમિયમની ચૂકવણી કરવી પડશે. જો, 1463 રૂપિયા દર મહિને ચૂકવવા માંગો છો તો, 58 વર્ષના થવા પર તમને 33.40 લાખ રૂપિયા મળશે. અને 1411 રૂપિયા દર મહિને ચૂકવવા માંગો છો તો, 60 વર્ષની ઉંમર થવા પર તમને 34.60 લાખ રૂપિયા વળતર મળશે. એટલે પોસ્ટ ઓફિસની આ યોજનામાં તમે દરરોજ લગભગ 50 રૂપિયાનું રોકાણ કરશો તો થોડા વર્ષો પછી 35 લાખ રૂપિયાનું દમદાર વળતર મળશે.

    આ પણ વાંચોઃ સંતાનોને વિદેશમાં ભણાવવા છે? આ રહ્યો ફુલપ્રુફ પ્લાન ક્યારેય રુપિયાની તંગી નહીં નડે

    જાણકારી અનુસાર, કેન્દ્ર સરકારે હાલમાં જ પોસ્ટ ઓફિસની માસિક આવક પર વ્યાજ દર 6.6 ટકાથી વધારીને 6.7 ટકા કર દીધુ છે. કેન્દ્ર સરકારે સતત 9 ત્રિમાસિક ગાળા બાદ નાની બચત યોજનાઓના રોકાણકારોને થોડી રાહત આપી છે. ડિસેમ્બર ક્વાટર માટે ઘણી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. જેનાથી આ યોજનાઓ પર રોકાણકારોને વધારે લાભ મળશે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment રોકાણ, Post Office Scheme

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन