TATA sky તરફથી શાનદાર ઓફર, રિચાર્જ કરવા પર 2 મહિનાનું મળશે કેશબેક

પ્રતિકાત્મક તસવીર

ટાટા સ્કાયની વેબસાઈટ અથવા તેની મોબાઈલ એપ્લિકેશન પરથી રિચાર્જ કરવાથી તમને બે મહિનાનું કેશબેક મળી શકે છે.

  • Share this:
નવી દિલ્હીઃ ટાટા સ્કાય (Tata sky) તરફથી શાનદાર ઓફર (offer) આપવામાં આવી રહી છે. DTH ટાટા સ્કાયનું રિચાર્જ કરવાથી તમે આ ઓફરનો લાભ મેળવી શકો છો. આ ઓફર હેઠળ તમે બચત પણ કરી શકો છો. આ ઓફર દ્વારા સબસ્ક્રાઈબર્સ (Subscribers) બે મહિના સુધીનું કેશબેક મેળવી શકે છે. તમે આ ઓફરનો લાભ 31 માર્ચ 2021 સુધીમાં મેળવી શકો છો. તમને જણાવી દઈએ કે આ ઓફરનો લાભ તમને 12 મહિનાનું રિચાર્જ (recharge) એક સાથે કરવા પર મળશે.

ઓફરનો લાભ કેવી રીતે મેળવવો
આ ઓફરનો લાભ ટાટા સ્કાયની વેબસાઈટ અથવા ટાટા સ્કાયની મોબાઈલ એપ્લિકેશન દ્વારા લઈ શકો છો. ટાટા સ્કાયની વેબસાઈટ અથવા તેની મોબાઈલ એપ્લિકેશન પરથી રિચાર્જ કરવાથી તમને બે મહિનાનું કેશબેક મળી શકે છે. જોકે, બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાથી જ ટાટા સ્કાયના રિચાર્જ પર કેશબેક મેળવી શકાય છે.

ટાટા સ્કાયની ઓફિશિયલ વેબસાઈટ પર આ ઓફરની જાણકારી આપવામાં આવી છે. જે અનુસાર, જો તમને આ ઓફર અંગે યોગ્ય રકમની જાણકારી નથી તો કોઈપણ નાની રકમ દર્શાવી શકો છો.

આ પણ વાંચોઃ-ભુજઃ સુમરાસર ગામની મહિલાઓ વેસ્ટ કાપડમાંથી બનાવે છે દેશી રમકડાં, રૂ.100થી રૂ.5000ની હોય છે કિંમત

આ પણ વાંચોઃ-અમદાવાદઃ વસ્ત્રાપુરના જાણિતા કપડાના શોરૂમમાં CID ક્રાઈમની રેડ, તપાસમાં શું નીકળ્યું?

જેમ કે રૂ. 100 રકમ તમે એડ કરી શકો છો. જેમાં સબસ્ક્રાઈબર્સને વાર્ષિક રિચાર્જ માટેની યોગ્ય રકમ દર્શાવવામાં આવશે. જે બાદ તે દર્શાવેલ રકમની ચૂકવણી માટે બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ-જેલમાં બંધ પતિ સાથે શરીર સંબંધ બાંધવા માટે મહિલા પહોંચી હાઇકોર્ટ, શું આપ્યું કારણ?

આ પણ વાંચોઃ-રાજકોટઃ માતા-પિતાએ ઓનલાઈન અભ્યાસ માટે આપ્યો હતો પુત્રીને મોબાઈલ, ધો.12ની વિદ્યાર્થિનીનો કડવો અનુભવ

જે ગ્રાહકોએ વાર્ષિક અથવા 6 મહિનાના પેકનું રિચાર્જ કરાવ્યું છે તે ગ્રાહકો માટે વધુ જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી અનુસાર જો તેઓ ટાટા સ્કાય એકાઉન્ટ એક્ટિવેશનના દિવસે રિચાર્જ કરશે.



તો પણ તેઓ આ ઓફરનો લાભ મેળવી નહીં શકે. જો તમે પણ આ ઓફરનો લાભ મેળવવા ઈચ્છો છો તો 31 માર્ચ 2021 સુધીમાં રિચાર્જ કરાવો.
First published: