Home /News /business /UPI યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, પેમેન્ટ ટ્રાન્સફર કરવા પર આપવો પડશે ચાર્જ!

UPI યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર, પેમેન્ટ ટ્રાન્સફર કરવા પર આપવો પડશે ચાર્જ!

યુપીઆઈ - પેમેન્ટ ટ્રાન્સફર કરવા પર આપવો પડશે ચાર્જ

આ માટે આરબીઆઈ (RBI) દ્વારા 'Discussion Paper on Charges in Payment Systems' બહાર પાડવામાં આવ્યું છે. આરબીઆઈએ ફી લગાવવા પર લોકોની સલાહ પણ માંગી છે.

    જો તમે પણ વારંવાર યુપીઆઈથી પેમેન્ટ (UPI Payment) કરો છો તો આ સમાચાર ખાસ તમારા માટે છે, કારણ કે તમને મોટો ઝટકો લાગી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) યુપીઆઇ આધારિત ફંડ ટ્રાન્સફર પર ફી (charges on UPI based funds transfer) વસૂલી શકે છે. આનાથી ભવિષ્યમાં યુપીઆઈમાંથી પૈસા ટ્રાન્સફર (Money Transfer) કરવાં મોંઘા થઈ શકે છે. આરબીઆઈ દ્વારા ફંડ ટ્રાન્સફરનો ખર્ચ દૂર કરવા માટે આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

    ફીસ માટે લોકો પાસેથી લેવાઇ સલાહ

    આ માટે આરબીઆઈ દ્વારા 'Discussion Paper on Charges in Payment Systems' બહાર પાડવામાં આવ્યું છે. આરબીઆઈએ ફી લગાવવા પર લોકોની સલાહ પણ માંગી છે. કેન્દ્રીય બેંક વતી આ પેપરમાં કહેવામાં આવ્યું હતું કે, એક ઓપરેટર તરીકે રિઝર્વ બેન્ક (RBI)એ RTGSમાં મોટા રોકાણ અને ઓપરેટિંગ કોસ્ટની ચૂકવણી કરવાની હોય છે.

    UPI પર થનારા ખર્ચ પર લેવાશે ચાર્જ

    રિઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે તેમાં જાહેર નાણાંનું રોકાણ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની કોસ્ટ કાઢવી જરૂરી છે. આરબીઆઈએ એવી પણ સ્પષ્ટતા કરી હતી કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસમાં જે ફી વસૂલવામાં આવે છે તે કમાણીનું સાધન નથી. પરંતુ યુપીઆઈ પર થનારો ખર્ચ એટલા માટે લેવામાં આવશે કે જેથી ભવિષ્યમાં આ સુવિધા કોઈ પણ વિક્ષેપ વિના ચાલુ રહે.

    રીયલ ટાઇમ ફંડ ટ્રાન્સફરની સુવિધા

    યુપીઆઈ પેમેન્ટ ટ્રાન્સફર માટે રિયલ ટાઈમ ટ્રાન્સફર પૂરું પાડે છે. એ જ રીતે, તે રિયલ-ટાઇમ સેટલમેન્ટની ખાતરી પણ આપે છે. આ આખી સિસ્ટમ તૈયાર કરવાની અને કોઈપણ પ્રતિબંધ વિના ફંડ ટ્રાન્સફર ચલાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે. તેની પાછળ ઘણો ખર્ચ પણ થાય છે.

    આ પણ વાંચોNorth Gujarat Rain Update : બનાસકાંઠાના હાલ બેહાલ, અરવલ્લી મેશ્વો ડેમ ઓવરફ્લો

    આરબીઆઈએ એ પણ સવાલ ઉઠાવ્યો હતો કે, ફ્રી સર્વિસની સ્થિતિમાં ખર્ચાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને અસરકારક બનાવવાનો મોટો ખર્ચ કોણ સહન કરશે. રિઝર્વ બેન્કના આ સવાલો પરથી સ્પષ્ટ થાય છે કે, આગામી દિવસોમાં યુપીઆઈમાંથી ફંડ ટ્રાન્સફર કરવું મોંઘું પડી શકે છે.
    First published:

    Tags: RBI Governor, Reserve bank of india, Upi

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन