Home /News /business /Income Tax: બજેટ પહેલા સરકારે આપી અનોખી ભેટ, હવે આ લોકોએ નહિ ભરવું પડે ઈનકમ ટેક્સ રિટર્ન

Income Tax: બજેટ પહેલા સરકારે આપી અનોખી ભેટ, હવે આ લોકોએ નહિ ભરવું પડે ઈનકમ ટેક્સ રિટર્ન

આ લોકોએ નહિ ભરવું પડે રિટર્ન

નાણા મંત્રાલયે તેના સત્તવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યુ કે, 75 વર્ષથી વધારે એવા લોકો છે જેમની પાસે આવકનો સ્ત્રોત માત્ર પેન્શન અને બેંકમાંથી આવનારું વ્યાજ છે. તેમને આયકર રિટર્ન ભરવાની જરૂર નથી. તેનાથી વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળવાની આશા છે.

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
    નવી દિલ્હીઃ બજેટ 2023 રજૂ થવામાં હવે બસ થોડો જ સમય બાકી છે. એક વાર ફરી ટેક્સમાં છૂટની માંગને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકોને આશા છે કે, આ વખતે છૂટની રકમ 2.5 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરી દેવામાં આવશે. આવું થશે કે નહિ, તે 1 ફેબ્રઆરીએ જ ખબર પડશે. પણ તેની પહેલા ભારત સરકારે કરદાતાઓને મોટી રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સિતારમણની તરફથી 75 વર્ષથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આ રાહત આપવામાં આવી છે.

    નાણા મંત્રાલયે તેના સત્તવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યુ કે, 75 વર્ષથી વધારે એવા લોકો છે જેમની પાસે આવકનો સ્ત્રોત માત્ર પેન્શન અને બેંકમાંથી આવનારું વ્યાજ છે. તેમને આયકર રિટર્ન ભરવાની જરૂર નથી. તેનાથી વરિષ્ઠ નાગરિકોને મોટી રાહત મળવાની આશા છે. વાસ્તાવમાં તેમના માટે ટેક્સ તેમજ વળતર ફાઈલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તેને જોતા સરકારનું આ પગલું ખૂજ જ જરૂરી હતું.

    આ પણ વાંચોઃ વર્ષની સૌથી મોટી ખબર- Vodafoneના શેરધારકો માટે ચેતવણી, શેર પર થશે મોટી અસર

    નવી કલમ ઉમેરવામાં આવી


    સરકારે આ છૂટ આપવા માટે ઈનકમ ટેક્સ અધિનિયમમાં નવી ધારા જોડવામાં આવી છે. 75 વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને ઈનકમ ટેક્સ રિટર્નમાં રાહત આપવા માટે ઈનકમ ટેક્સ 1961ના નિયમમાં રિસર્ચ કરવામાં આવી અને આમાં નવી ધારા Section 194-P ને જોડવામાં આવી. બેંકોએ સરકાર દ્વારા કરવામા આવેલા આ બદલાન વિશે જાણકારી આપી છે.

    આ પણ વાંચોઃ આ શેરે રોકાણકારોને હિંચકે ઝુલાવ્યા, 5000%થી પણ વધારે વળતર આપ્યું; બ્રોકરેજે કહ્યું- હજુ પણ લગાવો રૂપિયા

    નાણામંત્રી એ કરી જાહેરાત


    નાણામંત્રી નિર્મલા સિતારમણે ગત વર્ષે પણ એક જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેજે કહ્યુ કે, નવા નિયમોને લઈને અધિસૂચના બહાર પાડવામાં આવી છે. ઈનકમ ટેક્સના નિયમ 31, નિયમ 31એ, ફોર્મ 16 અને 24Q માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર અનુસાર, 75 વર્ષથી વધારે ઉંમરના નાગરિકો માટે આઈટીઆઈ ભરવી જરૂરી નથી. જે બેંકમાં તેમનું ખાતુ હશે તે બેંક ઈનકમ પરનો ટેક્સ કાપી લેશે અને રિટર્ન પણ ભરશે.


    હાલ કોને છે ટેક્સમાં છૂટ


    હજુ સરકાર 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સમાં છૂટ આપે છે. જો કે, તેમના માટે આયકર રિટર્ન ભરવું પણ જરૂરી હોય છે. તેના દ્વારા તે તેમના પાસેથી લેવામાં આવેલા ટીડીએસ પર રિફંડ ક્લેમ કરી શકે છે. જાણકારી અનુસાર, 2.5થી 5 લાખની આવક પર ટેક્સ જરૂર બને છે. પરંતુ એટલું તો ઓછું થાય જ છે કે, રિબેટની અંદર જ એડજસ્ટ થઈ જાય છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Income Tax Return, Nirmala Sitharaman

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन