sharemarket : ઈશ્યુ દરમિયાન ગ્રે માર્કેટ (Gray Market) આ આઈપીઓ (IPO)ને લઈને પ્રાઈમરી માર્કેટના સેન્ટિમેન્ટ વિશે પહેલેથી જ સંકેત આપવાનું શરૂ કરી દીધું છે.
સ્પોર્ટ્સ અને એથ્લેઝર ફૂટવેર કંપની કેમ્પસ એક્ટિવવેર (Campus Activewear)નો પબ્લિક ઈશ્યુ 26 એપ્રિલે ખુલશે. આ બાદ રોકાણકારો આ ઈશ્યુ 28 એપ્રિલ, 2022 સુધી સબસ્ક્રાઇબ કરી શકશે. જણાવી દઈએ કે કેમ્પસ એક્ટિવવેર ઈશ્યુ સાઈઝ રૂ. 1,400.14 કરોડ છે. ઈશ્યુ દરમિયાન ગ્રે માર્કેટ (Gray Market) આ આઈપીઓ (IPO)ને લઈને પ્રાઈમરી માર્કેટના સેન્ટિમેન્ટ વિશે પહેલેથી જ સંકેત આપવાનું શરૂ કરી દીધું છે. માર્કેટ ઓબ્ઝર્વરના મતે કેમ્પસ એક્ટિવવેરના શેર આજે ગ્રે માર્કેટમાં રૂ. 53ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે, જે પબ્લિક ઈશ્યુના શરૂઆત પહેલા રોકાણકારો માટે સારો સંકેત માનવામાં આવે છે.
માર્કેટ ઓબ્ઝર્વરના મતે કેમ્પસ એક્ટિવવેર આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) આજે એટલે કે શનિવારે રૂ. 53 છે. જો કે, એક દિવસ પહેલા તેની GMP 60 રૂપિયા હતી. મતલબ કે શુક્રવારની સરખામણીએ આજે ગ્રે માર્કેટ પ્રીમિયમમાં રૂ. 7નો ઘટાડો થયો છે. છતાં તે પબ્લિક ઈશ્યુ માટે એક સારો સંકેત છે કારણ કે સબ્સ્ક્રિપ્શન ઓપન થવામાં હજુ પણ થોડો સમય બાકી છે. આ પબ્લિક ઓફર માટે જીએમપી લગભગ 18 થી 20 ટકા પ્રીમિયમ દર્શાવી રહ્યું છે. માર્કેટ ઓબ્ઝર્વરનું માનવું છે કે આવતા અઠવાડિયે મંગળવારે સબસ્ક્રિપ્શન ખૂલ્યા બાદ સેન્ટિમેન્ટ વધુ સારા થશે. જણાવી દઈએ કે કેમ્પસ એક્ટિવવેર કેમ્પસ શૂઝ બ્રાન્ડ નામ હેઠળ સ્પોર્ટ્સ શૂઝનું ઉત્પાદન કરે છે.
પ્રાઈમરી માર્કેટ ઓબ્ઝર્વર અનુસાર, આજે કેમ્પસ એક્ટિવવેર આઈપીઓની જીએમપી રૂ. 53 છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ આ આઈપીઓને રૂ. 345 (રૂ. 292 + રૂ. 53)ની આસપાસ લિસ્ટેડ થવાની અપેક્ષા રાખે છે. જે તેના રૂ. 292 પ્રતિ ઇક્વિટી શેરના અપર પ્રાઇસ બેન્ડ કરતાં લગભગ 18 ટકા વધારે છે. આગામી દિવસોમાં શેરબજારની રજાઓ વચ્ચે ગ્રે માર્કેટ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન શરૂ થાય તે પહેલા કેમ્પસ એક્ટિવવેર આઈપીઓ આટલા ઊંચા સ્તરે હોવું એ પબ્લિક ઈશ્યુ માટે સારો સંકેત છે. આ ગ્રે માર્કેટ પ્રીમિયમ આઈપીઓ સબસ્ક્રિપ્શનને મજબૂત બનાવી શકે છે.
જો કંપનીના ફંડામેન્ટલ
શેરબજારના નિષ્ણાંતો રોકાણકારોને ગ્રે માર્કેટ સેન્ટિમેન્ટને બદલે કંપનીની બેલેન્સ શીટ પર આધાર રાખવાની સલાહ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે પબ્લિક ઈશ્યુનું ગ્રે માર્કેટ પ્રીમિયમ એક અનઓફિશિયલડેટા છે, જે કોઈ ચોક્કસ તારીખે આઈપીઓનું પ્રીમિયમ દર્શાવે છે. સાથે જ તે નિયમિતપણે બદલાય છે અને કંપનીની બેલેન્સ શીટ સાથે તેને કોઈ લેવાદેવા નથી. રોકાણકારોએ કંપનીના ફંડામેન્ટલ્સ પર આધાર રાખવો જોઈએ, જે કંપનીની બેલેન્સ શીટ દ્વારા જોઈ શકાય છે. તેમણે કંપનીના ફંડામેન્ટલ્સ જોયા પછી જ રોકાણ કરવું જોઈએ
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર