Home /News /business /Gratuity: કંપની દીવાળું ફૂંકે કે અસ્તિત્વ ગુમાવે તો શું તમને ગ્રેચ્યુટીની રકમ મળે કે હાથ ધોવા પડે? નિયમ શું છે?
Gratuity: કંપની દીવાળું ફૂંકે કે અસ્તિત્વ ગુમાવે તો શું તમને ગ્રેચ્યુટીની રકમ મળે કે હાથ ધોવા પડે? નિયમ શું છે?
કંપનીમાં 5 વર્ષથી કામ કરતા તમામ કર્મચારીઓને ગ્રેચ્યુટીનો લાભ મળે છે.
Gratuity: કોરોના સમયગાળા દરમિયાન ઘણી કંપનીઓના કામકાજને અસર થઈ હતી અને તેમાંથી ઘણી કંપની આર્થિક મુશ્કેલીને કારણે નાદાર થઈ ગઈ હતી. જ્યારે આવી કંપનીઓ નાદારી પ્રક્રિયા હેઠળઆવે છે, ત્યારે શું તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે? અહીં અમે તેનો સચોટ જવાબ જણાવી રહ્યા છીએ.
Gratuity: ગ્રેચ્યુટી એક્ટ 1972 હેઠળ આવરી લેવામાં આવેલા તમામ કર્મચારીઓએ ચોક્કસ સમયગાળા માટે કંપની અથવા એમ્પ્લોયર સાથે કામ કર્યા પછી તેનો લાભ મેળવવો જરૂરી છે. મોટાભાગના લોકો એ પણ જાણે છે કે એક જ કંપનીમાં 5 વર્ષ ગાળ્યા પછી ગ્રેચ્યુટીનો દાવો કરી શકાય છે. પરંતુ જો તમારી કંપની નાદાર થઈ જાય અથવા ડૂબી જાય તો પણ શું તમને ગ્રેચ્યુટીની રકમ મળશે કે નહિ?
ગ્રેચ્યુઈટી એક્ટ 1972 જણાવે છે કે કોઈપણ કંપની જેમાં 10 થી વધુ કર્મચારીઓ કામ કરે છે તેના તમામ કર્મચારીઓને ગ્રેચ્યુટીનો લાભ આપવો જરૂરી છે. કંપનીમાં 5 વર્ષથી કામ કરતા તમામ કર્મચારીઓને પણ તેનો લાભ મળે છે. જો કંપની કોઈ કારણસર ડૂબી જાય અને નાદારી નોંધાવે તો પણ તેના કર્મચારીઓને તેમની ગ્રેચ્યુઈટી મેળવવાનો અધિકાર રહેશે. મતલબ કે જો કર્મચારી ગ્રેચ્યુટી મેળવવા યોગ્ય છે, તો તેની કંપની તેને આપવાનો ઇનકાર કરી શકે નહીં. ગ્રેચ્યુટી એક્ટ 1972ની કલમ 53, એ કર્મચારીને આ સંબંધમાં સીધો અધિકાર આપે છે અને કોર્ટ પણ તેને આ અધિકારથી વંચિત ન કરી શકે.
સુપ્રીમ કોર્ટે પણ ગ્રેચ્યુટી અંગે સ્પષ્ટ આદેશ આપ્યો છે. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું છે કે જો કોઈ કંપની નાદારીની પ્રક્રિયામાં જાય છે, તો તેણે તેના કર્મચારીઓના પગાર અને તમામ ફંડ ચૂકવવા પડશે. નાદારી પ્રક્રિયા પછી નાણાની વસૂલાતમાંથી પહેલા કર્મચારીઓના પગાર અને ભથ્થા ચૂકવવામાં આવશે. તેનું મેનેજમેન્ટ સોલ્યુશન પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે કર્મચારીઓના તમામ ભથ્થાં અને પગારને નાદારી પ્રક્રિયાના ખર્ચમાં ઉમેરવામાં આવે અને આ પ્રક્રિયામાંથી મળેલી રકમમાંથી તે પહેલા ચૂકવવામાં આવે. સંપૂર્ણ આનો સ્પષ્ટ અર્થ એ છે કે જો કંપની નાદાર થઈ જાય તો પણ તેની પાસેથી વસૂલ કરાયેલી રકમમાંથી પહેલા કર્મચારીઓને પગાર અને ભથ્થાં ચૂકવવામાં આવશે.
નાદારી અને રિઝોલ્યુશન એક્ટ (IBC) ની કલમ 53(1)(a) સ્પષ્ટપણે કહે છે કે કર્મચારીઓના પીએફ, ગ્રેચ્યુટી અને પેન્શન ફંડને નાદારીની પ્રક્રિયામાં અન્ય સંપત્તિઓથી અલગ રાખવામાં આવશે. નાદાર કંપનીના ખરીદનાર પણ આના પર કોઈ હકનો દાવો કરી શકશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું છે કે કર્મચારીઓને તેમના ભથ્થા અને પગારની ચુકવણી માટે કોઈ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી.
Published by:Darshit Gangadia
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર