નવી દિલ્હી : નોકરીયાત લોકોને કંપની બદલવા પર પીએફની જેમ હવે ગ્રેજ્યુટી ટ્રાંસફરનો મોકો મળી શકે છે. આ સાથે જ કોઈ કંપનીમાં તમે જેટલો સમય પણ કામ કરો છો, ત્યાં સુધીની ગ્રેજ્યુટી લેવાનો અધિકાર તમને મળી શકે છે. સીએનબીસી આવાજના સૂત્રોને મળેલી જાણકારી અનુસાર, લેબર રિફોર્મ હેઠળ સરકારે આ પ્રસ્તાવ પર કામ શરૂ કર્યું છે.
સરળ ભાષામાં સમજીએ તો, કોઈ કંપનીમાં સળંગ કેટલાક વર્ષ કામ કરનાર કર્મચારીઓને સેલરી, પેન્શન અને પીએફ સિવાય જે પૈસા મળે છે, તેને ગ્રેજ્યુટી કહેવામાં આવે છે.
આનો એક નાનો ભાગ કર્મચારીની સેલરીમાંથી કાપવામાં આવતો હોય છે, પરંતુ ગ્રેજ્યુટીનો મોટો હિસ્સો કંપની આપતી હોય છે. આ એક પ્રકારથી કંપનીના લોન્ગ ટર્મ બેનિફિટ પ્રકારે હોય છે.
શું છે સરકારની તૈયારી - સૂત્રો અનુસાર, નોકરી બદલવા પર ગ્રેજ્યુટી ટ્રાંસફરનો વિકલ્પ મળશે. સરકાર ગ્રેજ્યુટીના હાલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
- પીએફની જેમ દર મહીને ગ્રેજ્યુટી કોન્ટ્રિબ્યૂશનનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ગ્રેજ્યુટીને પણ કાયદેસર રીતે CTCનો એક ભાગ બનાવવાનો છે.
- સૂત્રો અનુસાર, લેબર મનિસ્ટ્રીએ પ્રસ્તાવ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે. એમ્પ્લોયર એસોસિએશન સાથે બેઠકમાં ચર્ચા થઈ છે.
- પીએફ ટ્રસ્ટ હેઠળ ગ્રેજ્યુટી ને પણ લાવવા પર વિચાર થઈ રહ્યો છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે, ગ્રેજ્યુટી મળવાનો ન્યૂનત્તમ સમય 1 વર્ષ નક્કી કરવામાં આવશે.
- અત્યાર સુધી માત્ર અસ્થાયી કર્મચારીઓ માટે એક વર્ષની જાહેરાત કરવામાં આવી છે. ટેક્સ લાભ નવા સ્ટ્રક્ચરથી કંપનીઓને મળી શકે છે. માસિક કોન્ટ્રિબ્યૂશનથી કંપનીઓને એક સાથે રકમ આપવાની જરૂરત નહીં પડે.
- હાલમાં ક્યારે મળે છે ગ્રેજ્યુટી કોઈ પણ કંપનીમાં એક નક્કી સમય સુધી કામ કરનાર કર્મચારીઓને ગ્રેજ્યુટી આપવામાં આવે છે. હાલના નિયમો અનુસાર, ગ્રેજ્યુટીનો હકદાર થવા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરવું પડે છે.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજ સમયસીમા ઘટાડી 1 વર્ષ કરવાની વાત ચાલી રહી છે. ગ્રેજ્યુટી એક્ટ અનુસાર, જે કંપનીમાં 10 અથવા તેનાથી વધારે કર્મચારી હોય છે, તે કંપનીના કર્મચારીઓને ગ્રેજ્યુટીનો લાભ મળે છે. ગ્રેજ્યુટીની ચૂકવણી કંપની જ કરે છે.
- કોઈ પણ કર્મચારીને મળતી ગ્રેજ્યુટી પ્રમુખ તરીકે બે વાત પર નિર્ભર કરે છે. પહેલા તો એ કે, તે કર્મચારીએ કેટલા વર્ષ કામ કર્યું છે. અને બીજુ કે તેની અંતિમ સેલરીમાં બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થુ કેટલું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર