GR Infraprojectsનો IPO 7 જુલાઈએ ખુલશે, રોકાણ કરતાં પહેલા જાણી લો આ ખાસ વાતો

GRIL IPO: 828-837 રૂપિયાના ભાવે ખરીદી શકાશે શૅર, જાણો કોણ છે પ્રેમોટર અને ક્યારે થશે લિસ્ટિંગ

GRIL IPO: 828-837 રૂપિયાના ભાવે ખરીદી શકાશે શૅર, જાણો કોણ છે પ્રેમોટર અને ક્યારે થશે લિસ્ટિંગ

  • Share this:
    મુંબઈ. ઈન્ફ્રા સેક્ટર (Infra Sector)ની વધુ એક કંપની સ્ટોક માર્કેટ (Stock Market)માં જોરદાર એન્ટ્રી મારવા તૈયાર છે. ઇન્ફ્રાસ્ટક્ચર કંપની જી.આર. ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ (G R Infraprojects Ltd- GRIL) પોતાનો IPO 7 જુલાઈએ લૉન્ચ કરશે. GR Infraprojectsના આઇપીઓ માટે પ્રાઇઝ બેન્ડ 828-837 રૂપિયા પ્રતિ શૅર નક્કી કરવામાં આવી છે. GRILનો આ આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 9 જુલાઈ સુધી ખુલ્લો રહેશે. કંપનીનું લિસ્ટિંગ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 19 જુલાઈએ થવાની શક્યતા છે.

    GRILના આ આઇપીઓમાં ઓફર ફોર સેલ (OFS)ના માધ્યમથી 5 રૂપિયા ફેસ વેલ્યૂવાળા 1.15 કરોડ ઇક્વિટી શૅર બહાર પાડવામાં આવશે. આ શૅર કંપનીના પ્રમોટર અને હાલના ઇન્વેસ્ટર્સ ઇશ્યૂ કરશે. કંપની આ પબ્લિક ઇશ્યૂ માટે કોઈ ફ્રેશ શૅર ઇશ્યૂ નહીં કરશે. ફ્રેશ શૅર ઇશ્યૂ ન કરવાના કારણે કંપનીને આ IPOના માધ્યમથી એકત્ર કરવામાં આવેલા ફંડ્સમાંથી કોઈ હિસ્સો નહીં મળે.

    આ પણ વાંચો, આજથી Xiaomiના સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી થયા મોંઘા, અહીં જાણો કિંમતમાં કેટલો થયો વધારો

    આ IPO માટે GR Infraprojectsના પ્રમોટર લોકેશ બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ 11.42 લાખ શૅર બહાર પાડશે. તેનાથી કંપનીમાં લોકેશ બિલ્ડર્સની હિસ્સેદારી 33 ટકા ઓછી થઈ જશે. આ ઉપરાંત પ્રમોટર ગ્રુપ Jasamrit Premises, Jasamrit Fashions મળીને કુલ 3.07 લાખ શૅર વેચશે.

    આ IPOના માધ્યમથી GRILથી ઈન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ તથા ઈન્ડિયા બિઝનેસ એક્સેલન્સ ફંડ-I એક્ઝિટ કરી જશે. એટલે કે આ બંને ફંડ્સ પોતાની તમામ હિસ્સેદારી 95.73 લાખ શૅર આ IPOમાં વેચી દેશે. આ ઉપરાંત કંપનીના ઇન્વેસ્ટર પ્રદીપ અગ્રવાલ પણ પોતાના 5 લાખ ઇક્વિટી શૅરમાંથી થોડોક હિસ્સો વેચશે.

    આ પણ વાંચો, LPG Price Today: જનતાને મોટો આંચકો, 25.50 રૂપિયા મોંઘો થયો ગેસ સિલિન્ડર, ફટાફટ ચેક કરો નવા ભાવ

    G R Infraprojectsએ આ આઇપીઓ માટે HDFC Bank, ICICI સિક્યુરિટીઝ, કોટક મહિન્દ્રા બેંક અને મોતીલાલ ઓસવાલને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર નિયુક્ત કર્યા છે. બીજી તરફ, SBI કેપિટલ માર્કેટ્સ અને Enquires Capital બુક લીડ રનિંગ મેનેજર છે. જ્યારે આ પબ્લિક ઇશ્યૂના રજિસ્ટ્રાર KFin Technologies છે.

    આ IPOમાં કંપનીના કર્મચારીઓ માટે 2.25 લાખ શૅર રિઝર્વ છે. GRILની પીયર કંપનીઓ જે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ ચૂકી છે, તેમાં KNR કન્સ્ટ્રક્શન્સ, PNC ઇન્ફ્રાટેક, HG ઇન્ફ્રા એન્જિનિયરિંગ, દિલીપ બિલ્ડકોન, અશોકા બિલ્ડકોન, IRB Infrastructure Developers અને Sadbhav Engineering સામેલ છે.
    Published by:Mrunal Bhojak
    First published: