નાના વેપારીઓ માટે ખુશખબર! સરકાર ટુંક સમયમાં આપી શકે છે 10,000 કરોડના રાહત પેકેજને મંજૂરી

News18 Gujarati
Updated: April 15, 2020, 11:26 PM IST
નાના વેપારીઓ માટે ખુશખબર! સરકાર ટુંક સમયમાં આપી શકે છે 10,000 કરોડના રાહત પેકેજને મંજૂરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

એમએસએમઈ મંત્રીએ કહ્યું કે, 10000 કરોડ રૂપિયાના કોષના પ્રસ્તાવને નાણામંત્રીએ મંજૂરી આપી દીધી છે. આને ટુંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ પાસે મંજૂરી માટે રાખવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : સરકાર ટુંક સમયમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે 10 હજાર કરોડ રૂપિયાના એક રાહત પેકેજને મંજૂરી આપી શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, આ કોશ શેર બજારોમાં લીસ્ટેડની મંશા રાખનારા અને ધન ભેગુ કરવાના ઈચ્છુક ઉચ્ચ ક્રેડિટ રેટિંગવાળા એમએસએમઈમાં 15 ટકા સુધી ઈક્વિટી ભાગીદારી ખરીદવા માટે હશે.

તેમણે જણાવ્યું કે, અલગથી પણ એક યોજના બનાવવામાં આવી રહી છે. જેના હેઠળ એમએસએમઈને તેમના વાર્ષિક બિઝનેસ, અને જીએસટીની ચૂકવણીના આધાર પર ક્રેડિટ રેટિંગ આપવામાં આવશે. ગડકરીએ કહ્યું કે, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ નિગમ એનએસઆઈસી અથવા કોઈ અન્ય સરકારી નિકાય આ કોષનું નિયંત્રણ કરશે.

તેમણે કહ્યું કે, સરકાર ઈચ્છે છે કે, આ કોષના ધનનો ઉપયોગ એએએ એટલે કે, ટ્રિપલ એ રેટિંગવાળા એમએસએમઈ કરે. એમએસએમઈ મંત્રીએ કહ્યું કે, 10000 કરોડ રૂપિયાના કોષના પ્રસ્તાવને નાણામંત્રીએ મંજૂરી આપી દીધી છે. આને ટુંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળ પાસે મંજૂરી માટે રાખવામાં આવશે.

વીડિયો કોન્ફેસિંગ દ્વારા પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે બેઠકમાં ગડકરીએ ઉદ્યોગ જગતને કહ્યું કે, તે ોકઈ પણ માંગ રાખવાથી કોવિડ-19ના કારણે પેદા થયેલા આર્થિક સંકટ વચ્ચે સરકાર અને બેન્કોની નાણાકીય સ્થિતિને પણ જુઓ.

ગડકરીએ કહ્યું કે, સરકાર પણ નાણાકીય સંકટ સામે ઝઝૂમી રહી છે. કેટલાએ રાજ્યો પાસે પોતાના કર્મચારીઓને આગામી મહિને પગાર આપવા માટે પર્યાપ્ત પૈસા નથી. બેન્કો માટે પણ સ્થિતિ પડકારજનક છે.
First published: April 15, 2020, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading