સરકારી કર્મીઓને સરકારની મોટી ગિફ્ટ, NPS સ્કીમમાં 4 ટકાનો ફાયદો

News18 Gujarati
Updated: December 10, 2018, 7:36 AM IST
સરકારી કર્મીઓને સરકારની મોટી ગિફ્ટ, NPS સ્કીમમાં 4 ટકાનો ફાયદો
નેશનલ પેન્શન સ્કીમ (NPS)

અંતર્ગત સરકાર હવે કુલ કોષમાંથી 60 ટકા ટ્રાંસફર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે

  • Share this:
સરકારી કર્મચારીઓ માટે નવું વર્ષ કેટલીએ ખુશીઓ લઈને આવવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની બેઠકમાં સરકારી કર્મચારીઓને આ ગીફ્ટ આપવામાં આવી છે, જેના અંતર્ગત સરકાર હવે કુલ કોષમાંથી 60 ટકા ટ્રાંસફર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે અત્યાર સુધીમાં 40 ટકા હતી.

સરકારે નવા વર્ષ પહેલા જ સરકારી કર્મચારીઓને આ મોટી ગીફ્ટ આપી છે. સરકારે નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં પોતાનું યોગદાન 10 ટકાથી વધારી 14 ટકા કરી દીધુ છે. આમાં કર્મચારીઓનું ન્યૂનત્તમ યોગદાન 10 ટકા અકબંધ રહેશે.

શું છે એનપીએસ?

નેશનલ પેન્શન સ્કિમ એટલે કે એનપીએસ એક સરકારી રિટાયરમેન્ટ સેવિંગ સ્કીમ છે, જેને કેન્દ્ર સરાકારે 1 જાન્યુઆરી 2004માં લોન્ચ કરી હતી. આ તારીખ બાદ જોઈન કરનારા તમામ સરકારી કર્મચારીઓ માટે આ યોજના ફરજિયાત છે. 2009 બાદ આ યોજનાને પ્રાઈવેટ સેક્ટર માટે પણ ખોલી દેવામાં આવી હતી. હવે સરકારી કર્મચારીની સાથે સાથે પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારી પણ પોતાની મરજીથી આ યોજનામાં સામેલ થઈ શકે છે. રિટાયરમેન્ટ બાદ કર્મચારી પોતાનો એનપીએસી રકમ નીકાળી શકે છે અને બાકી રકમ રિટાયરમેન્ટ બાદ રેગ્યુલર ઈનકમ માટે ઈનુઈટી લઈ શકે છે.

સ્કીમમાં સામેલ થવાની શરત

કોઈ પણ ભારતીય નાગરીક જેની ઉંમર 18 વર્ષથી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ, તે આમાં સામેલ થઈ શકે છે. આ સ્કીમમાં સામેલ થવા માટે નો યોર કસ્ટમર (કેવાયસી) નિયમોનું પાલન કરવું જરૂરી છે.કેવી રીતે ખુલે છે ખાતુ

સરાકારે દેશ ભરમાં પીઓબી બનાવ્યા છે, જેમાં એનપીએસ એકાઉન્ટ ખોલાવી શકાય છે. દેશની લગભગ તમામ સરાકીર અને પ્રાઈવેટ બેંકોને પીઓબી બનાવવામા આવી છે, તમે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી(પીએઆરડીએ)ની વેબસાઈટ દ્વારા https://www.npscra.nsdl.co.in/pop-sp.php પણ પોઈન્ટ ઓફ પ્રેજેંસ સુધી પહોંચી શકો છો. કોઈ પણ નજીકની બ્રાંચમાં પણ ખાતુ ખોલાવી શકો છો.

ખાતુ ખોલાવવા માટે જરૂરી દસ્તાવેજ

એડ્રેસ પ્રૂફ

આઈડેન્ટી પ્રૂફ

બર્થ સર્ટીફિકેટ અથવા લીવિંગ સર્ટી

સબસ્ક્રાઈબર રજિસ્ટેરેશન ફોર્મ

શું છે ટિયર-I અને ટિયર-II ખાતા

આ યોજનામાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે. ટિયર-I અને ટિયર-II. દરેક સબ્સક્રાઈબરને એક પરમેનેન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના પર 12 અંકનો એક નંબર હોય છે. આ નંબર દરેક લેવડ-દેવડમાં કામ આવે છે.

ટિયર -I ઓકાઉન્ટ - આ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. આ એકાઉન્ટમાં જે પણ રકમ જમા કરી રહ્યા છો, તેને સમય કરતા પહેલા એટલે કે રિટાયરમેન્ટ પહેલા નથી નીકાળી શકતા. જ્યારે તમે સ્કીમમાંથી બહાર થઈ જાઓ, ત્યારે જ તમે આ રકમ નીકાળી શકો છો.

ટિયર II એકાઉન્ટ - કોઈ પણ ટિયર I એકાઉન્ટ હોલ્ડર આ એકાઉન્ટ ખોલી શકે છે અને પોતાની ઈચ્છા અનુસાર આમાં પૈસા જમા કરાવી શકે છે, અને નીકાળી પણ શકે છે. આ એકાઉન્ટ તમામ લોકો માટે ફરજીયાત નથી. આ તમારી ઈચ્છા પર નિર્ભર છે.

સૌથી મહત્વપૂર્ણ નિયમ અને શરતો

1 - નવી પેન્શન પ્રણાલી ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી એક યોજના છે, અને ભારતીય સ્ટેટ બેન્ક એજન્ટમાંથી એક યોગદાનને સ્વીકાર કરી અને ખાતુ ખોલાવવામાં સહાયતા કરવા માટે અધિકૃત છે. આ યોજનામાં રિટર્ન પૂરી રીતે પીએફઆરડીએના નિયંત્રણમાં છે.

2 - એનપીએસ ખાતુ ખોલાવવા માટે ગ્રાહક 18-60 વર્ષની ઉંમરનો હોવો જોઈએ.

3 - કેવાયસીના માનદંડ અનુસાર ફોટો ઓળખપત્ર, જન્મ પ્રમાણ પત્ર, અને એડ્રેસ પ્રૂફ સાથે અરજીફોર્મ ભરવું પડે છે.

4 - એનપીએસમાં બે પ્રકારના એકાઉન્ટ હોય છે, ટિયર - I એકાઉન્ટ અને ટિયર - II એકાઉન્ટ. એનપીએસ માટે ટિયર-I એકાઉન્ટ ફરજીયાત છે, જ્યારે ટિયર-II એકાઉન્ટ ફરજીયાત નથી. ટિયર-I એકાઉન્ટમાં ટેક્સ બેનિફિટ મળે છે. ટિયર-II એકાઉન્ટ માટે યિયર-I એકાઉન્ટ હોવું ફરજીયાત છે. ટિયર-Iમાં ઓછામાં ઓછા મહિને રૂ. 500નું રોકાણ કરવું ફરજીયાત છે. આ રીતે ટિયર-I એકાઉન્ટમાં વર્ષે રૂ. 6000નું રોકાણ કરવું જરૂરી છે.
First published: December 9, 2018, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading