Home /News /business /

BSNL-MTNL કર્મચારીઓને હોળી પહેલાં મળશે પગાર, સરકારે આપ્યા આટલા કરોડ

BSNL-MTNL કર્મચારીઓને હોળી પહેલાં મળશે પગાર, સરકારે આપ્યા આટલા કરોડ

સરકારી ટેલિકોમ કંપનીઓના કર્મચારીઓને હોળી પહેલાં પગાર મળી શકે છે

દૂરસંચાર વિભાગે MTNLના 2300 કર્મચારીઓની બાકી સેલરી માટે 171 કરોડ રૂપિયા આપ્યા છે

    ન્યૂઝ18 ગુજરાતી: દેશની સરકારી ટેલિકોમ કંપનીઓના કર્મચારીઓને હોળી પહેલાં પગાર મળી શકે છે. દૂરસંચાર વિભાગે MTNLના 2300 કર્મચારીઓની બાકી સેલરી માટે 171 કરોડ રૂપિયા આપ્યા છે. ત્યાં જ, બીએસએનએલના મેનેજમેન્ટ અને કર્મચારી યુનિયનોને હોળી પહેલાં 850 કરોડ રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. તમને જણાવી દઇએ કે, દૂરસંચાર મંત્રી મનોજ સિંહાએ નાણાં મંત્રી અરૂણ જેટલી સાથે મુલાકાત કરી હતી અને તેમને કેશની કમીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપનીઓના કર્મચારીઓની સેલેરી માટે ફંડની માગ કરી હતી.

    ક્યારે મળશે સેલરી- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એમટીએનએલના કર્મચારીઓને સેલરી માટે 171 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. બીએસએનએલ મેનેજમેન્ટ અને કર્મચારી યુનિયન એ વાત પર સહમત થયા છે કે, હોળી પહેલાં તેમને સેલરી મળી જશે.

    દિલ્હી અને મુંબઇમાં ટેલિકો સર્વિસ આપનારી કંપની એમટીએનએલે પોતાના કર્મચારીઓને સેલરી આપવાનું શરૂ કરી દીધું છે. નાણાંકીય સંકટનો સામનો કરી રહેલી બીએસએનએલ પહેલીવાર ફેબ્રુઆરીમાં 1.76 લાખ કર્મચારીઓને સેલરી આપી શકી નહોતી.

    હવે આગળ શું? દૂસસંચાર વિભાગમાં નિર્ણય લેનારી સૌથી મોટી સંસ્થા, ડિજિટલ કોમ્યુનિકેશન આયોગે બન્ને કંપનીઓે ફરી પાટા પર લાવવા માટે નવી રણનીતિ બનાવવાનું કહ્યું છે. આયોગે આ માટે નાણકીય સહયોગ આપવાનું પણ કહ્યું છે. બન્ને કંપનીઓએ પોતાની રણનીતિ હેઠળ નાણાકીય સહયોગ, 4જી સ્પેક્ટ્રમની ફાળવણી અને એસેટ્સના વેચાણની મંજૂરી માગી હતી. બન્ને ટેલિકોમ કંપનીઓે લેન્ડ એસેટ્સના વેચાણ અને કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ યોજના (વીઆરએસ) લાવવાની મંજૂરી માગી છે.

    આ પણ વાંચો: 1 એપ્રિલથી ટ્રેન ટિકિટના PNRમાં થશે ફેરફાર, તમને થશે લાભ

    શું છે કંપનીઓની મુશ્કેલી- એમટીએનએલમાં આવકની સરખામણીએ સેલરીની જાવક વધીને 90 ટકા સુધી પહોંચી ગઇ છે. ત્યાં જ, બીએસએનએલમાં તે લગભગ 67-70 ટકા છે. એમટીએનએલ પર લગભગ 20,000 કરોડનું દેવું છે. જ્યારે તેની વાર્ષિક આવક 2,700 કરોડ રૂપિયા છે. ત્યાં જ, બીએસએનએલ પર 13,000 કરોડ રૂપિયાનું દેવું છે. જ્યારે વાર્ષિક આવક 32,000 કરોડ છે. અનુમાન છે કે, આવનારા 5થી 6 વર્ષમાં એમટીએનએલના 16,000 કર્મચારી અને બીએસએનએલના લગભગ અડધા કર્મચારી રિટાયર્ડ થઇ જશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Bsnl, Govt, Salaries, અરૂણ જેટલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन