કોરોના સંકટમાં મોંઘાવારીનો માર, પેટ્રોલ 10 અને ડીઝલ 13 રૂપિયા મોંઘું થયું

News18 Gujarati
Updated: May 6, 2020, 8:08 AM IST
કોરોના સંકટમાં મોંઘાવારીનો માર, પેટ્રોલ 10 અને ડીઝલ 13 રૂપિયા મોંઘું થયું
પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી પોતાની કમાણી, સસ્તા ઇંધણનો સામાન્ય જનતાને ફાયદો નહીં

પેટ્રોલ-ડીઝલ પર સરકારે વધારી પોતાની કમાણી, સસ્તા ઇંધણનો સામાન્ય જનતાને ફાયદો નહીં

  • Share this:
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સસાઇઝ ડ્યૂટી (Excise duty) વધારી દીધી છે. સરકારના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલ પર રોડ સેસ તરીકે પ્રતિ લીટર 8 રૂપિયા લેવામાં આવશે. બીજી તરફ સ્પશેલ એડિશનલ ડ્યૂટી તરીકે પેટ્રોલ પર પ્રતી લીટર 2 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 5 રૂપિયા ચૂકવવા પડશે. આ બંને મળીને પેટ્રોલ (Petrol Price) અને ડીઝલ (Diesel Price) પર ક્રમશઃ 10 રૂપિયા અને 13 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ 6 મેથી લાગુ થશે. જોકે આ ભાવ વધારાને ઓએમસીથી લેવામાં આવશે, તેનાથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં કોઈ વધારો નહીં થાય.

ઓઇલ માર્કેટિંગ કંપનીના એક અધિકારીએ CNBCને કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની એમઆરપી પહેલાની જેમ જ રહેશે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં મોદી સરકાર તમામ બેરોજગારોને દર મહિને આપી રહી છે 3500 રૂપિયા? જાણો સાચી હકીકત

કોરોના વાયરસની મહામારીને કારણે કાચા તેલના ભાવમાં હાલના સમયમાં મોટો ઘટાડો નોંધાયો છે. એવામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવોમાં સતત ઘટાડો ચાલુ રાખ્યો છે. જેથી વધારો પૂરી રીતે વધારાના ઉત્પાદ ચાર્જના રૂપમાં છે, તેથી તેનું રાજસ્વ સમગ્રપણે કેન્દ્ર સરકારને મળશે.

આ પણ વાંચો, કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે ચીને બનાવી Anti-Virus Car, જાણો તમામ ફીચર્સ
First published: May 6, 2020, 8:08 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading