ટેક્સ ચોરી રોકવા માટે સરકારે GST નિયમમાં કર્યા ફેરફાર

હવે જીએસટી પર વેપારીઓને દરેક વેચાણ માટે ઇ-ભરતિયું નીકાળવું પડશે

News18 Gujarati
Updated: April 30, 2019, 3:55 PM IST
ટેક્સ ચોરી રોકવા માટે સરકારે GST નિયમમાં કર્યા ફેરફાર
ટેક્સ ચોરી રોકવા માટે સરકારે GST નિયમમાં કર્યા ફેરફાર
News18 Gujarati
Updated: April 30, 2019, 3:55 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: GST દ્વારા ટેક્સ વસૂલી સરળ બની છે, ત્યારે આને વધુ સરળ બનાવવા માટે જીએસટી અધિકારી એક વધુ નિયમ બનાવવા જઇ રહ્યાં છે. હવે જીએસટી પર વેપારીઓને દરેક વેચાણ માટે ઇ-ભરતિયું નીકાળવું પડશે. આનાથી ટેક્સ ચોરી એક હદ સુધી ઓછી થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. શરૂઆતમાં એક નિશ્ચિત મર્યાદાથી વધુ બિઝનેસ કરનારાને ઇલેક્ટ્રોનિક અથવા ઇ-ભરતિયું પર એક વિશિષ્ટ નંબર મળશે. આ નંબરની મેળવણી વેચાણ રિટર્ન અને ચૂકવેલા ટેક્સના ઇનવોઇસ સાથે કરવામાં આવશે. આગળ જઇને કંપનીઓને સંપૂર્ણ રકમ પર ઇ-ભરતિયું નીકાળવું પડશે.

આ સિસ્ટમ દ્વારા વેપારીઓને એક સોફ્ટવેર આપવામાં આવશે. જે જીએસટી અથવા સરકારી પોર્ટલ સાથે જોડાયેલ હશે. આનાથી ઇ-ભરતિયું નીકાળી શકાશે. ઇ-ભરતિયું કાઢવાની અનિવાર્યતા નોંધાયેલ વ્યક્તિના બિઝનેસ અથવા ભરતિયાના મુલ્યના આધારે નક્કી થશે. જોકે, વિચાર એ છે કે આ બિઝનેસની સીમા પર આધારિત હોય, જેથી તે વેચાણ બિલોને અલગ-અલગ વહેંચી ન શકે.

એક અધિકારી પ્રમાણે, નવી ઇ-ભરતિયું સિસ્ટમ ચાલુ થયા બાદ માલની અવરજવર માટે જરૂરી ઇ-વે બિલની જરૂર નહીં રહે. આનું કારણ એ છે કે, ઇ-ભરતિયું એક સેન્ટ્રલાઇઝ્ડ સરકારી પોર્ટલ દ્વારા કાઢવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે, નવી ઇ-ભરતિયું વ્યવસ્થા શરૂ થયા બાદ વેપારીઓને જીએસટી રિટર્નમાં પણ સરળતા રહેશે.

આ પણ વાંચો: તમારી દીકરી માટે અહીં ખોલાવો ખાતુ, 18 વર્ષે મળશે 40 લાખ રુપિયા

ઉલ્લેખનીય છે કે, હાલ 50,000 રૂપિયાથી વધુ કિંમતના માલને લઇ જવા માટે ઇ-વે બિલની જરૂર હોય છે. હાલ જીએસટી હેઠળ 1.21 કરોડ વેપારી રજિસ્ટર્ડ છે. આમાંથી 20 લાખે કમ્પોઝિશન સ્કીમ અપનાવેલી છે.

 
First published: April 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...