ખુશખબર! સરકારી કર્મચારીઓને મળી શકે છે ઘરેથી કામ કરવાનો વિકલ્પ, વર્ષમાં મળશે આટલા દિવસ

News18 Gujarati
Updated: May 14, 2020, 1:59 PM IST
ખુશખબર! સરકારી કર્મચારીઓને મળી શકે છે ઘરેથી કામ કરવાનો વિકલ્પ, વર્ષમાં મળશે આટલા દિવસ
સરકાર કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવા અંગે વિચારી રહી છે

સરકાર કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવા અંગે વિચારી રહી છે

  • Share this:
અરૂણિમા, નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે હાલમાં દેશભરમાં અનેક ઓફિસો બંધ છે. સરકારી ઓફિસોમાં પણ ઘણી ઓછી સંખ્યામાં સ્ટાફ કામ પર આવી રહ્યો છે. માત્ર જરૂરી સેવાઓવાળો સ્ટાફ આવી રહ્યો છે. અનેક પ્રાઇવેટ કંપનીઓમાં હાલમાં વર્ક ફ્રોમ હોમ (Work From Home) એટલે કે ઘરેથી જ સ્ટાફ કામ કરી રહ્યો છે. આ વચ્ચે હવે સરકારી ઓફિસમાં કામ કરનારાઓ માટે પણ સારા સમાચાર છે. સરકાર તેમને ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવા અંગે વિચારી રહી છે.

15 દિવસ વર્ક ફ્રોમ હોમ!

સરકારે વર્ક ફ્રોમ હોમને લઈને એક ડ્રાફ્ટ પેપર તૈયાર કર્યું છે. એ મુજબ સરકારી ઓફિસમાં કામ કરનારા સ્ટાફને વર્ષમાં 15 દિવસ ઘરેથી કામ કરવાની છૂટ મળી શકે છે. સરકારે જે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. તેના માટે કામકાજના શિડ્યૂલમાં અનેક ફેરફાર કરવા પડશે.

મોટાભાગના કામ ઓનલાઇન થશે

ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT)એ ઈ-ઓફિસ પર કામ શરૂ કરી દીધું છે. 75 મંત્રાલય આ સિસ્ટમથી પહેલા જ જોડાયેલા છે. આ ઉપરાંત 57 મંત્રાલય પોતાના 80 ટકા કામમ આ પોર્ટલ દ્વારા કરી રહ્યા છે. DoPTએ સરકારની સામે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે સેક્શન લેવલ અધિકારીઓને પણ હવે VPN નંબર આપવામાં આવશ. જેનાથી એક સુરક્ષિત નેટવર્ક પર ફાઇલ્સને જોઈ શકાશે, તેનાથી પહેલા આ સુવિધા માત્ર ઉપ સચિવ અને મોટા અધિકારીઓને જ આપવામાં આવતી હતી.

આ પણ વાંચો, 161 દેશોના GDPથી ઘણું મોટું છે ભારતનું કોરોના બચાવનું આર્થિક રાહત પેકેજ21 મે સુધીમાં સૂચનો માંગવામાં આવ્યા છે

ડ્રાફ્ટ પ્રપોઝલમાં ડેટા, ડેસ્કટોપ અને લેપટોપના રિમ્બર્સમેન્ટ ઉપર પણ વિચાર કરવામાં આવે છે. જે લોકો પણ ઘરેથી કામ કરશે. તેમને ફોન પર ઉપલબ્ધ રહેવું પડશે. આ ઉપરાંત ડ્રાફ્ટમાં નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર થી કહેવામાં આવ્યું છે કે ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ ડિવાઇસમાં અનેક મુશ્કેલીઓ આવી શકે. સાથોસાથ NIC વીડિયો કોન્ફરન્સિંગની સેવા પણ આપશે. 21 મે સુધી તમામ ડિપાર્ટમેન્ટને ડ્રાફ્ટ પ્રપોઝલ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો, હવે ઓનલાઇન રિલીઝ થશે અમિતાભ બચ્ચન અને આયુષ્માનની ‘ગુલાબો સિતાબો’, જાણો રિલીઝની તારીખ
First published: May 14, 2020, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading