સરકારે 'વર્ક ફ્રોર્મ હોમ' નૉર્મ્સમાં કર્યો ફેરફાર, IT અને BPO કંપનીઓએ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યું ઘરેથી કામ કરવું

News18 Gujarati
Updated: July 22, 2020, 3:06 PM IST
સરકારે 'વર્ક ફ્રોર્મ હોમ' નૉર્મ્સમાં કર્યો ફેરફાર, IT અને BPO કંપનીઓએ હવે 31 ડિસેમ્બર સુધી લંબાવ્યું ઘરેથી કામ કરવું
પ્રતિકાત્મક તસવીર

વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીએ આ નિર્ણય પર સરકારનું સમર્થન કર્યું છે

  • Share this:
ભારત સરકારે મંગળવારે IT કંપનીઓ સહિત અન્ય સેવા પ્રધાતાઓ (OSP) માટે વર્ક ફ્રોમ હોમના માપદંડને 31 ડિસેમ્બર સુધી વધાર્યું છે. જે પહેલા 31 જુલાઇ સુધી હતું. દૂરસંચાર વિભાગ (DoT)એ દેશમાં ફેલાયેલા કોવિડ 19 સંક્રમણના કારણે અન્ય તમામ સેવા પ્રદાન કરનારાને 31 ડિસેમ્બર 2020 સુધી ઘરથી કામ કરવાનું કહ્યું છે. આ વાતની જાણકારી દૂરસંચાર વિબાગે મોડી રાત્રે ટ્વિટ કરીને આપી હતી. DoTએ કહ્યું કે વર્તમાનમાં લગભગ 85 ટકા આઇટી કર્મચારી ઘરથી કામ કરવાનું કહ્યું છે. ખાલી મહત્વપૂર્ણ કાર્ય કરનાર લોકો જ ઓફિસ જઇ રહ્યા છે.

વિપ્રોના ચેરમેન કર્યું ટ્વિટ - ઉલ્લેખનીય છે કે માર્ચમાં DoTએ કોરોના વાયરસ મહામારીના કારણે લોકડાઉનના કેટલાક માપદંડો મુજબ 30 એપ્રિલ સુધી ઘરેથી કામ કરવાની સુવિધા આપી હતી. જેમાં પછી સંક્રમણ વધતા 31 જુલાઇ સુધી તેની આગળ કરવામાં આવી. આઇટી પ્રમુખ વિપ્રોના ચેરમેન રિશાદ પ્રેમજીએ આ નિર્ણય પર સરકારનું સમર્થન કર્યું છે અને તેમને ધન્યવાદ વ્યક્ત કરતા ટવિટ કરી કહ્યું છે કે આનાથી વૈશ્વિક સ્તર પર અમારા સ્ટેન્ડ અને જવાબદારી વધારવામાં ખૂબ મદદ મળી છે.

નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીજ (Nasscom)એ એપ્રિલમાં જાહેર કરેલા આંકડા મુજબ ટાટા કંસલ્ટેંસી સર્વિસિસ લિમિટેડ, વિપ્રો લિમિટેડ અને ઇન્ફોસિસ લિમિટેડ સહિત અનેક પ્રમુખ ભારતીય આઇટી કંપનીઓએ પોતાના 90 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા આપી છે. નૈસકૉમના અધ્યક્ષ દેબજાની ધોષે ડીઓટી અને દૂરસંચાર તથા આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે ભારતીય આઇટીને મજબૂત સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું કે કર્મચારીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા અને ટિયર ટૂ થ્રી સેક્ટરમાં પ્રતિભા વધારવા માટે ઘરથી કામ કરવાની પ્રવૃત્તિ મહામારી સમાપ્ત થયા પછી પણ ચાલી રહેવાની સંભાવના છે. કારણ કે કંપનીઓ આ પ્રણાલીને પ્રભાવી માની રહી છે. અને આ મોડલમાં ઓફિસ માટે ઓછી સ્થાનની આવશ્યકતા રહેશે.
Published by: Chaitali Shukla
First published: July 22, 2020, 10:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading