સરકારે નિયમોમાં કર્યા ફેરફાર, હવે PM Caresમાં પણ આપી શકાશે CSR ફંડ

News18 Gujarati
Updated: May 28, 2020, 7:55 AM IST
સરકારે નિયમોમાં કર્યા ફેરફાર, હવે PM Caresમાં પણ આપી શકાશે CSR ફંડ
હવે પીએમ કેર્સ ફંડમાં આપવામાં આવતા નાણાકીય યોગદાનને CSR ખર્ચ માનવામાં આવશે

હવે પીએમ કેર્સ ફંડમાં આપવામાં આવતા નાણાકીય યોગદાનને CSR ખર્ચ માનવામાં આવશે

  • Share this:
નવી દિલ્હીઃ સરકારે કોર્પોરેટની સામાજિક જવાબદારી (CSR)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે પીએમ કેર્સ ફંડ (PM Cares Fund)માં કરવામાં આવતા યોગદાનને CSR ખર્ચ માનવામાં આવશે. કેટલાક રાજ્યોએ તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પાસે માંગ કરી હતી.

નિયમોમાં આ છે ફેરફાર?

કોર્પોરેટ કાર્ય મંત્રાલયે માર્ચમાં કહ્યું હતું કે કંપનીઓની PM Cares Fundમાં આપવામાં આવતું યોગદાન તેમના CSR ખર્ચ માનવામાં આવશે. કંપની કાયદાનું કામકાજ કોર્પોરેટ કાર્ય મંત્રાલય હેઠળ આવે છે. મંત્રાલયે કોરોના વાયરસ મહામારીને જોતાં આ મોટો નિર્ણય લીધો હતો. મંત્રાલયે હવે પોતાના આ નિર્ણયને અમલી કરતાં કાયદાની અનુસૂચી-7માં જરૂરી ફેરફાર કર્યા છે. કંપની કાયદાની અનુસૂચી-7 કંપનીઓ તરફથી CSR ગતિવિધિઓ વિશે જણાવે છે.

ક્યારથી લાગુ માનવામાં આવશે?

આ અધિસૂચનાને 28 માર્ચ 2020થી લાગુ માનવામાં આવશે. PM Cares Fundનો ઉપયોગ કોરોના વાયરસ મહામારીના પ્રસાર જેવી આપત્તિ અને કઠિન પરિસ્થિતઓમાં કરવામાં આવશે.

CSR ફંડ શું છે?
કંપની કાયદા 2013 હેઠળ કેટલીક ખાસ શ્રેણીમાં આવતી કંપનીઓએ કોઈ એક વર્ષમાં તેમના છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ ચોખ્ખી આવકના ઓછામાં ઓછા બે ટકા કોર્પોરેટ સામાજિક જવાબદારી પ્રવૃત્તિઓમાં ખર્ચ કરવાના હોય છે. તેમાં એવી કંપનીઓ આવે છે જેમનું વાર્ષિક નેટવર્થ 500 કરોડ રૂપિયા છે. કે વાર્ષિક આવક 1000 કરોડ હોય. કે પછી વાર્ષિક નફો પાંચ કરોડનો હોય તો તેમને CSR પર ખર્ચ કરવો જરૂરી હોય છે.

PM Cares Fund શું છે?

કોરોના વાયરસથી લડવા માટે પીએમ મોદીએ આ વર્ષે PM Cares Fundની જાહેરાત કરી હતી. તેમાં દેશના દરેક નાગરિક પોતાની સ્વેચ્છાથી યોગદાન આપી શકે છે. આ ફંડમાં દાન કરવામાં આવેલી રકમ પર સેક્શન 80(G) હેઠળ ટેક્સની છૂટ મળે છે. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ આ ફંડમાંથી કોરોનાની વેક્સીન તૈયાર કરવા માટે 100 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.

આ પણ વાંચો, કોરોના મહામારીનો એક બીજાને સાથ આપી આવી રીતે કરો સામનો

આ પણ વાંચો, મોદી સરકાર આપી રહી છે એક લાખ રૂપિયા જીતવાની તક, તમારે કરવું પડશે આ કામ

Coronavirus કેવી રીતે બદલી શકે છે આપનું જીવન? આ સર્વેમાં લો હિસ્સો
First published: May 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading