ગુજરાતમાં પણ ઉભી થશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નોકરીઓ
Jobs in Textile Industry: આ યોજનાથી ગુજરાત (Gujarat), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તમિલનાડુ (Tamil Nadu), પંજાબ (Panjab), આંધ્ર પ્રદેશ (Andhra Pradesh), તેલંગાણા (Telangana), ઓડિશા (Orisa) તથા અન્ય રાજ્યો પર સકારાત્મક અસરો જોવા મળશે. આ યોજના અંગે જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાઓની સાથે સાથે ટિયર 3 અને ટિયર 4ની સાથે સાથે શહેરોને રોકાણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બુધવારે બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં કાપડ ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટીવ (PLI) યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના હેઠળ કાપડ, તૈયાર વસ્ત્રો અને 10 ટેકનિકલ કાપડના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજના માટે રૂ. 10 હજાર 683 કરોડને લીલી ઝંડી આપવામાં આવી છે. આ યોજનાના પરિણામ સ્વરૂપે રૂ. 19,000 કરોડનું નવું રોકાણ પ્રાપ્ત થશે. જેનાથી આગામી પાંચ વર્ષમાં રૂ. 3 લાખ કરોડથી અધિકના પ્રોડક્શન ટર્નઓવરનો પણ લાભ મળશે. આ યોજનાથી ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઓડિશા તથા અન્ય રાજ્યો પર સકારાત્મક અસરો જોવા મળશે. આ યોજના અંગે જણાવવામાં આવ્યું છે કે, જિલ્લાઓની સાથે સાથે ટિયર 3 અને ટિયર 4ની સાથે સાથે શહેરોને રોકાણ માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
અગાઉ કેન્દ્રિય મંત્રીમંડળે ભારતની નિર્માણ ક્ષમતાઓ અને નિકાસ વધારવા માટે 13 મુખ્ય ક્ષેત્રોમાં PLI યોજનાઓને મંજૂરી આપી દીધી હતી. આ યોજનાને મંજૂરી મળ્યા બાદ કાપડ મંત્રાલય આ ક્ષેત્રો માટે યોજના અંગે દિશાનિર્દેશ જાહેર કરશે. કાપડ ક્ષેત્ર માટેની PLI યોજનાની જાહેરાત પ્રમુખ 13 ક્ષેત્રોનો એક ભાગ હતી. જે માટે કેન્દ્રિય બજેટ 2021-22 દરમિયાન PLI યોજનાની જાહેરાત કરાઈ હતી. જેમાં ઓછામાં ઓછો ખર્ચ રૂ. 1.97 લાખ કરોડ હતો. 13 ક્ષેત્રો માટે PLI યોજનાની જાહેરાત સાથે ભારતમાં 5 વર્ષમાં ઓછામાં ઓછું રૂ. 37.5 લાખ કરોડનું ઉત્પાદન અને 5 વર્ષમાં ઓછામાં ઓછો 1 કરોડ રોજગારીની તકો ઉભી થવાની આશા છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે કાપડ ઉત્પાદન ક્ષેત્રે ભારતને પ્રતિસ્પર્ધી બનાવવાનો હતો. ક્ષેત્રીય અક્ષમતાઓને દૂર કરીને અર્થવ્યવસ્થાને લાભદાયી થવાનો ઉદ્દેશ્ય છે. ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ બનાવીને ભારતને વૈશ્વિક સ્તરે પ્રશંસા અપાવવા મટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 7.5 લાખ નોકરીઓ ઊભી થવાની આશા છે. જે અધિક સંખ્યામાં મહિલાઓને રોજગારી આપવામાં મદદદરૂપ થશે.
આ યોજનાથી વૈશ્વિક સ્તરે લોકો રોકાણ કરવા માટે આકર્ષિત થશે તથા નિકાસમાં પણ ખૂબ જ વધારો થયો છે. ભારતના માનવ નિર્મિત ફાઈબર (MMF) કાપડની નિકાસ તૈયાર વસ્ત્રોની નિકાસની માત્ર 10 ટકા છે. આ નિકાસ વર્ષ 2019-20માં 16 બિલિયન ડોલર હતી.
કેન્દ્રિય કાપડ મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું કે, કાપડ ક્ષેત્રમાં યોગ્ય રોકાણ કરવાથી અધિક રોજગારી સર્જાઈ છે. તેમણે જણાવ્યું કે, કપાસમાં રોકાણ કરવામાં આવ્યું છે. વૈશ્વિક બજારમાં મોટાભાગે માનવ નિર્મિત અને ટેકનિકલ વસ્ત્રોની માંગ છે. આ પરિસ્થિતિમાં ભારતના યોગ્ય યોગદાન માટે PLI યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
ગોયલે જણાવ્યું કે, સરકારે કાચા માલની યોગ્ય કિંમતે ઉપલબ્ધતા સહિત અન્ય પહેલને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટેક્સટાઈલ ક્ષેત્રે PLI યોજના માટે બે શ્રેણીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતુ- રૂ. 100 કરોડ સુધીનું રોકાણ અને રૂ. 300 કરોડ સુધીનું રોકાણ.
પિયૂષ ગોયલે સ્વાસ્થ્ય અને સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગ કરવામાં આવતા વસ્ત્રોનો હવાલો આપતા જણાવ્યું કે, ભારત હવે PPEનું સૌથી વધુ ઉત્પાદન કરતો બીજો દેશ બની ગયો છે. સરકાર કાપડ ક્ષેત્ર માટે ખૂબ જ પ્રતિબદ્ધ છે અને તે અંગે નિષ્ણાંતો સાથે સતત ચર્ચા કરી રહી છે.
ભારત અત્યારે યૂનાઈટેડ કિંગડમ, યૂરોપિયન સંઘ તથા સંયુક્ત અરબ અમીરાત સહિતના અન્ય પશ્ચિમી દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTAs) પર કામ કરી રહ્યો છે. ગોયલે જણાવ્યું કે, ‘ભારત ભારતીય ઉત્પાદનો પર ટેરિફ રિસ્ટ્રીક્શનના મુદ્ધા પર કામ કરી રહ્યો છે. FTAs ઉતાવળમાં ના કરી શકાય. અગાઉ ઉતાવળમાં કરેલ FTAsના કારણે ભારતને નુકસાન થયું છે. આ કારણોસર ભારતે RCEP બહાર નીકળવાનું પસંદ કર્યું હતું.’
PLI યોજનાની ઘોષણા અંગે ડેલોયટ ઈન્ડિયાના પાર્ટનર સૌરભ કંચને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ‘કેન્દ્રિય મંત્રીમંડળે ભારતને કાપડ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લીડર બનાવવા માટે અને આયાત ઓછી કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને માનવ નિર્મિત ફાઈબર (MMF) અને ટેકનિકલ ટેક્સટાઈલ માટે PLI યોજનાને મંજૂરી આપી છે.’
આ યોજના મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક (MITRA), RoSCTL, RoDTEP જેવી વિદેશ વેપાર નીતિ અને રાજ્યને પ્રોત્સાહન આપતી નીતિઓને સ્થાપિત કરવાના પ્રયાસને પૂર્ણ કરે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ભારતને પ્રતિસ્પર્ધી બનાવવાનો અને રોજગાર ક્ષેત્રે તકો ઊભી કરવાનો છે.
સૌરભ કંચને જણાવ્યું કે, ‘ભારત સરકાર ભારતને કાપડ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. આ યોજનાના અન્ય સ્તર જેમ કે, ઉત્પાદન, વેચાણ તથા બાબતોની ખૂબ જ રોહ જોવામાં આવી રહી છે.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર