કોણ છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન, મોદી સરકારમાં શું હશે તેમની ભૂમિકા?

સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકાર માટે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનના નામની જાહેરાત કરી છે

News18 Gujarati
Updated: December 8, 2018, 7:43 AM IST
કોણ છે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન, મોદી સરકારમાં શું હશે તેમની ભૂમિકા?
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: December 8, 2018, 7:43 AM IST
ન્યૂઝ18 ગુજરાતી: ભારત સરકારે નવા મુખ્ય આર્થિક સલાહકાર માટે ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનના નામની જાહેરાત કરી છે. અરવિંદ સુબ્રમણ્યન પદ પરથી હટ્યા બાદથી અનેક નામો પર ચર્ચા ચાલી રહી હતી. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન આઈએસબીમાં ભણાવતા રહ્યા છે, તેની સાથોસાથ તેઓ આઈઆઈટી અને આઈઆઈએમના અલ્યૂમિની છે.

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન- ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓએ શિકાગો બૂથથી પીએચડી કરી છે. તેઓ બેન્કિંગ, કોર્પોરેટ ગર્વનન્સ અને ઇકોનોમિક પોલિસીના એક્સપર્ટ છે. નવા આર્થિક સલાહકારનું ભારતની બેન્કિંગ સુધારામાં મોટું યોગદાન છે. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન સેબી અને રિઝર્વ બેંકની અનેક કમિટીમાં સામેલ રહ્યા છે. આ ઉપરાંત કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન બંધન બેંકના બોર્ડમાં પણ સામેલ હતા.

શું કામ હોય છે આર્થિક સલાહકારનું?

સીઈએ સામાન્ય રીતે ફાઇનાન્સ મિનિસ્ટરના મેક્રો ઇકોનોમિક મામલા અને 6 મહિનાના વિશ્લેષણ તથા ઇકોનોમિક સર્વે સહિત અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓમાં સલાહ આપવાનું કામ કરે છે.

આ પણ વાંચો, પ્લીઝ બધાં પૈસા લઈ લો પરંતુ મને ચોર ન કહો: વિજય માલ્યા

અરવિંદ સુબ્રમણ્યને સાડા ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા બાદ આ વર્ષની શરૂઆતમાં પોતાનું પદ છોડ્યું હતું. ત્યારબાદ નાણા મંત્રાલયમાં આર્થિક સલાહકારનું પદ ખાલી પડ્યું હતું. એક સરકારી અધિસૂચના મુજબ, નિયુક્તિ મામલાઓની મંત્રીમંડલીય સમિતિએ ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યનની મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर