પેટ્રોલ-ડીઝલની કિંમત પર RBI ગવર્નરે આપ્યું મોટું નિવેદન

News18 Gujarati
Updated: July 8, 2019, 8:29 PM IST
પેટ્રોલ-ડીઝલની કિંમત પર RBI ગવર્નરે આપ્યું મોટું નિવેદન
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોનેટરી પોલીસ કમિટીની મીટિંગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાશે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે મોનેટરી પોલીસ કમિટીની મીટિંગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાશે.

  • Share this:
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાને કારણે કિંમતોમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવાના ઇન્ફ્લેશનને ટ્રાંસમિશન થવામાં સમય લાગે છે. જો કે ખૂબ ઓછી અસર પડશે. બજેટમાં પેટ્રોલ-ડીઝલ બંને પર 1-1 રૂપિયા સ્પેશિયલ વધુ એક્સાઇઝ ડ્યૂટી અને વધુ સેસ લગાવવાની જાહેરાત કરવામાં આવી. જેનાથી પેટ્રોલ-ડીઝલમાં 2.50 રૂપિયા સુધીનો વધારો આવ્યો.

તેઓએ કહ્યું કે મોનેટરી પોલીસ કમિટીની મીટિંગ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં યોજાશે. અમારી ઇન્ટર્નલ ટીમ પેટ્રોલ-ડીઝલના ભાવથી મોંઘવારી પર થતા પ્રભાવનું વિશ્લેષણ કરશે. એવું નથી કે તેનો પ્રભાવ બીજા જ દિવસે મોંઘવારી પર દેખાવા લાગશે.

અહીં ક્લિક કરી વાંચોઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો શું થાય?

શક્તિકાંત દાસે કહ્યું કે NBFCમાં લિક્વિડિટી સંકટ પર RBI અને સરકાર બંનેની નજર છે. અમે NBFCના લિક્વિડિટી સંકટને ટૂંકમાં ઉકેલીશું. સિસ્ટમમાં પર્યાપ્ત નગદ છે. બેંકોના રિકેપિટલાઇઝેશનને લઇને તેઓએ કહ્યું કે આ એક સકારાત્મક પગલું છે અને તેનાથી ક્રેડિટ ગ્રોથમાં વધારો થશે.
First published: July 8, 2019, 8:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading