Home /News /business /RBI ગવર્નરે કરી મોટી જાહેરાત, આ મહિને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે ડિજિટલ રૂપિયાની સુવિધા

RBI ગવર્નરે કરી મોટી જાહેરાત, આ મહિને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે ડિજિટલ રૂપિયાની સુવિધા

પડકારમાં પણ ભારતનું અર્થતંત્ર મજબૂત

Digital Currency: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, સામાન્ય ગ્રાહકો માટે ઈ-રુપિયાની આપ-લેની સુવિધા આ મહિને જ શરૂ થઈ જશે. હાલ તો કરેન્સીનો પાયલટ પ્રોજેક્ટના હેઠળ ટ્રાયલ ચાલી રહી છે અને આમાં 9 બેંક શામેલ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યુ કે, સામાન્ય ગ્રાહકો માટે ઈ-રુપિયાની આપ-લેની સુવિધા આ મહિને જ શરૂ થઈ જશે. હાલ તો કરેન્સીનો પાયલટ પ્રોજેક્ટના હેઠળ ટ્રાયલ ચાલી રહી છે અને આમાં 9 બેંક શામેલ છે. ગવર્નરે કહ્યુ છે કે, હાલ તો તેને બેંકો માટે જારી કરવામાં આવ્યો છે. પરંતુ વહેલી તકે છૂટક ગ્રાહકો પણ ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરી શકશે.

ટ્રાયલના એક દિવસ પહેલ બેંકોએ સરકારી જામીનગીરીઓમાં આપ-લેમાં 275 કરોડ રૂપિયાની ચૂકવણી ડિજિટલ રૂપમાં કરી છે. ગવર્નર દાસે ફિક્કી અને ઈન્ડિયન બેંક એસોસિએશનના એક કાર્યક્રમમાં કહ્યુ કે, જલ્દીથી અમે ઈ-રુપિયાની સુવિધા છૂટક ગ્રાહકોને પણ ઉપલબ્ધ કરાવીશું. ગવર્નરે કહ્યુ કે, ડિજિટલ રૂપિયાની પારદર્શિતાને અંકબંધ રાખવા પર કામ ચાલી રહ્યુ છે અને દેશભરમાં તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Bikaji Foods IPO: 3 નવેમ્બરના દિવસે ખૂલશે, GMP દ્વારા મળી રહ્યા છે આ મોટા સંકેત

ડિજિટલ રૂપિયા પર ઉતાલળ નહિ


દાસે કહ્યુ કે, ડિજિટલ રૂપિયાને લોન્ચ કરવા પર અમે કોઈ ઉતાવળ કરી રહ્યા નથી. તેને સામાન્ય ગ્રાહકોને ઉપલબ્ધ કરાવતા પહેલા તમામ પાસાઓની તપાસ કરી લેવા માંગીએ છીએ. આ કરેન્સી આવ્યા બાદ બિઝનેસ સેક્ટરમાં મોટો ફેરફાર જોવા મળશે. આ જ કારણ છે કે, હાલ ડિજિટલ રૂપિયાને લોન્ચ કરવાને લઈને કોઈ સમયમર્યાદા બનાવવામાં આવી રહી નથી. પરંતુ અમારા પ્રયત્નો રહેશે કે નવેમ્બરમાં જ તેને ગ્રાહકોના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવી શકીએ. તેમણે કહ્યુ કે, વૈશ્વિક અર્થતંત્ર આ સમયે મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યુ છે અને બઘા જ દેશ તેમની નાણાકીય નીતિમાં ફેરફાર કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ 8 ડોલરમાં બ્લૂ ટિક સિવાય Twitter તમને આપશે કઈ-કઈ સુવિધાઓ?

પડકારમાં પણ ભારતનું અર્થતંત્ર મજબૂત


ગવર્નર દાસે કહ્યુ કે, આ સમયે પૂરી દુનિયા પડકારોનો સામનો કરી રહી છે અને આ દરમિયાન ભારતનું અર્થતંત્ર મજબૂત દેખાઈ રહ્યુ છે. મોંઘવારીના દબાવ છતાય આપણો વિકાસ દર દુનિયામાં સૌથી તેજ છે અને આગળ પણ તેને અકબંધ રાખવામાં સફળ રહીશું. તહેવારની સિઝનમાં બંપર વેચાણ અને ગ્રાહક માગમાં વધારા સાથે અર્થતંત્ર સાચા ટ્રેક પર આગળ વધી રહ્યુ હોવાનું દેખાઈ રહ્યુ છે.


મોંઘવારી પર છે નજર


ગવર્નરે મોઘવારીને લઈને ચિંતા દર્શાવી અને કહ્યુ તે. તમામ પ્રયત્નો પછી તેને 6 ટકાની નીચે લાવવામાં સફળતા મળી છે. અમે મોઘવારી પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને તેના પર નિયંત્રણ મેળવવા માટે હજુ પણ જરૂરી પગલા ભરવામાં આવશે. તેમણે કહ્યુ કે, મોઘવારી અને નાણાકીય નીતિઓને લઈને અમારી રણનીતિના વિશે બધાને જાણવાનો હક છે. આ જ કારણ છે કે, અમે 3 નવેમ્બરે એમપીસીની બેઠક બોલાવી છે. અમે મોંઘવારી પર નિયંત્રણ ન આવવાના કારણોને લઈને સરકાર સામે અમારો પક્ષ મૂકીશું અને તેની જાણકારી જાહેર કરવામાં આવશે. જો અમે મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વધારે કડક પગલા લઈશું તો, આનો માર દેશને ભોગવવો પડશે.
First published:

Tags: Digital Rupee, Reserve bank of india, Shaktikant Das

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો