શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા લોકો માટે મોટી રાહત, આ ચાર્જ ખતમ કરાયો

નિર્મલા સીતારમણ (ફાઇલ તસવીર)

નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે સરકારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે FPI અંતર્ગત વિદેશી રોકાણકારો પર લાગતો સરચાર્જ હટાવી દીધો છે.

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે ઘરેલૂ અને વિદેશ રોકાણકારોને મોટી રાહત આપી છે.નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે સરકારે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એટલે કે FPI અંતર્ગત વિદેશી રોકાણકારો પર લાગતો સરચાર્જ હટાવી દીધો છે. ટેક્સ નિષ્ણાતોનું કહેવું હતું કે સરચાર્જ લાગ્યા બાદ વિદેશ રોકાણકારો ભારતીય બજારમાંથી બહાર નીકળી રહ્યા હતા. હવે સરચાર્જ ખતમ થતા વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં પરત ફરશે.

  સરકારે મોટો નિર્ણય લેતા શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર લાગતો સરચાર્જ ખતમ કરી નાખ્યો છે. આ નિર્ણય મોટી રાહતવાળો હોઈ શકે છે, કારણ કે એફપીઆઈએ નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે થયેલી બેઠકમાં સ્પષ્ટ કહ્યું હતું કે જો સરચાર્જ પરત લેવામાં નહીં આવે તો રોકાણ કરવું મુશ્કેલ છે.

  નાણ મંત્રીની જાહેરાત :

  નાણા મંત્રીએ જાહેરાત કરી કે ઘરેલૂ રોકાણકારો પર પણ LTCG અને STCG પર લગાવવામાં આવેલા સરચાર્જમાં રાહત આપવામાં આવી છે. એફપીઆઈ અને ઘરેલૂ રોકાણકારો પર સરચાર્જને ખતમ કરીને શેર બજારમાં ટ્રેડિંગ કરવા પર બજેટ પહેલાની સ્થિત જાળવી રાખવામાં આવશે. નોંધનીય છે કે બજેટમાં સરકારે અમીરો પર સરચાર્જ વધારવાનો નિર્ણય લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સરચાર્જ હટાવવાની જાહેરાત બાદ શેર બજારમાં તેજી આવશે.  બજેટમાં સરકારે અમીરો પર સરચાર્જ 15 ટકાથી વધારીને 25 ટકા કરી નાખ્યો હતો. આ સરચાર્જ રૂ. બે કરોડથી પાંચ કરોડની આવક ધરાવતા લોકો પર નાખવામાં આવ્યો હતો. જ્યારે પાંચ કરોડથી વધારે આવક ધરાવતા લોકો પર સરચાર્જ 15 ટકાથી વધારીને 37 ટકા કરવામાં આવ્યો હતો.

  સરચાર્જના દાયરામાં આવ્યા બાદ FPIએ ભારતીય શેર બજારમાંથી મોટા પ્રમાણમાં પૈસા પરત લેવાની શરૂઆત કરી હતી. આ જ કારણે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. પાંચમી જુલાઈના રોજ બજેટ રજૂ થયા બાદ 22 ઓગસ્ટ સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાંથી 27,525 કરોડ રૂપિયાની વેચવાલી કરી છે.

  મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવનારા લોકો માટે મોટી રાહત :

  એસકોર્ટ સિક્યોરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ18 હિન્દી સાથે વાતચીત કરતા જણાવ્યું કે શેર બજાર માટે આ મોટી રાહત છે. વિદેશી રોકાણ વધતા રૂપિયાને ટેકો મળશે, કારણ કે અમેરિકાના ડોલરની સરખામણીમાં રૂપિયો 72ને પાર થઈ ગયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: