Home /News /business /

કેન્દ્રીય કર્મચારીઓ માટે નહીં આવે આઠમું પગાર પંચ, લાગુ થશે નવી ફોર્મ્યુલા!

કેન્દ્રીય કર્મચારીઓ માટે નહીં આવે આઠમું પગાર પંચ, લાગુ થશે નવી ફોર્મ્યુલા!

સરકાર આ દિશામાં 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શનરો માટે એક ફોર્મ્યુલા બનાવવા માટે કામ કરી રહી છે

7th Pay Commission - પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ 2016માં નવી ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી, પરંતુ તેમના નિધન બાદ આ વિચાર પર અમલ થયો ન હતો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employees)ને હાલ સાતમા પગારપંચ (7th pay Commission) મુજબ પગાર મળી રહ્યો છે. પરંતુ પગાર વધારવા (Salary Hike) માટે લાવવામાં આવનારું આ છેલ્લું પગાર પંચ હોઈ શકે છે. કેન્દ્ર સરકાર હવે કર્મચારીઓના પગાર માટે નવી ફોર્મ્યુલા (New Formula) લાગુ કરીને પગારપંચની પ્રથા બંધ કરવા વિચારણા કરી રહી છે. પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ 2016માં નવી ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી, પરંતુ તેમના નિધન બાદ તે પડતર પડ્યો રહ્યો હતો.

moneycontrol.com ના એક રિપોર્ટ અનુસાર, હવે ફરી એકવાર કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારમાં વધારો કરવા માટે પગાર પંચના બદલે કંઈક નવું કરી શકે છે. શક્યતા છે કે સરકાર આઠમું પગારપંચ નહીં લાવે. હવે કર્મચારીઓનો પગાર તેમના પ્રદર્શન (Performance Linked Increment) અનુસાર વધી શકે છે. સરકાર હવે નવી ફોર્મ્યુલાના ફાયદા-ગેરફાયદા અને અમલીકરણની પ્રક્રિયા પર વિચાર કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નવું પગાર પંચ નહીં આવે.

શું પૂર્વ નાણામંત્રીનો આઇડિયા આવશે અમલમાં?

પગારપંચને બદલે કર્મચારીઓની સેલેરી વધારવા માટે તેમની કામગીરીના આધારે પગાર વધારવાનો વિચાર પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો છે. જેટલીએ જુલાઈ 2016માં આ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, હવે આપણે પગાર પંચથી અલગ કર્મચારીઓ વિશે પણ વિચારવું જોઈએ.

આ પણ વાંચો - Credit Card પર મળે છે અનેક પ્રકારના ફાયદા, જુઓ કઈ રીતે લઈ શકાય છે તેનો લાભ?

કઇ રીતે નક્કી થશે પગાર?

સરકાર આ દિશામાં 68 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 52 લાખ પેન્શનરો માટે એક ફોર્મ્યુલા બનાવવા માટે કામ કરી રહી છે, જેમાં 50 ટકા ડીએ હોય તો પગાર આપોઆપ વધી જાય છે. આ પ્રક્રિયાને ઓટોમેટિકલી પે રિવિઝન નામ આપી શકાય છે. જોકે સરકારે પગાર પંચને રદ કરીને નવી ફોર્મ્યુલા લાગુ કરવા અંગે આખરી નિર્ણય લીધો નથી અને આ મુદ્દો હજુ ચર્ચાના તબક્કામાં છે.

શું ફાયદો થશે?

પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી ઈચ્છતા હતા કે મધ્યમ સ્તરના કર્મચારીઓની સાથે સાથે નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં પણ સારો વધારો થવો જોઈએ. જો કે આ માટેની ફોર્મ્યુલા હજુ બનાવવાની બાકી છે. પરંતુ, જો નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે તો, લેવલ મેટ્રિક્સ 1 થી 5 લેવલ ધરાવતા કેન્દ્રીય કર્મચારીનો બેઝિક પગાર ઓછામાં ઓછો 21 હજાર હોઈ શકે છે.
First published:

Tags: 7th pay commission, Business, Central government jobs

આગામી સમાચાર