Home /News /business /આ વ્હીકલ ખરીદવા પર 1.50 લાખ રૂપિયા બચશે, પોતે સરકાર આપી રહી છે આ લાભ

આ વ્હીકલ ખરીદવા પર 1.50 લાખ રૂપિયા બચશે, પોતે સરકાર આપી રહી છે આ લાભ

સરકાર આપશે 1.50 લાખની છૂટ

ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવો સેક્શન બનાવ્યો છે. જેમાં આ વાહનો ખરીદવા માટે જારી લોન પર ઈનકમ ટેક્સની કલમ 80EEB હેઠળ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. અહીં ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પર 1,50,000 રૂપિયા સુધી ઈનકમ ટેક્સ બચાવવાનો મોકો મળશે,

વધુ જુઓ ...
  • News18 Hindi
  • Last Updated :
  • New Delhi, India
નવી દિલ્હીઃ હવા ગુણવત્તાના સતત પડતી સ્તરના કારણે સરકાર પેટ્રોલ-ડીઝલથી ચાલનાકા વાહનોની જગ્યાએ ઈલેક્ટ્રિક વાબનોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપી રહી છે. જ્યારે તેના ઉપયોગને વધારવા માટે ઘણા પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. ઈલેક્ટ્રિક વ્હીકલ તમારા પેટ્રોલ-ડીઝલના ખર્ચા ઉપરાંત ઘણા રૂપિયા બચાવે છે. ઈલેક્ટ્રિક વ્હીકલ કાર કે સ્કૂટર ખરીદવાથી તમને ઘણા ફાયદા મળે છે.

જો તમે કોઈ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા જઈ રહ્યો હોવ, તો ઈનકમ ટેક્સનો ફાયદો મળે છે. કેન્દ્રીય બજેટ 2019 પ્રમાણે, સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી વધારવા માટે પ્રોત્સાહનના રૂપમાં ટેક્સ છૂટ આપવાની જાહેરાત કરી છે. સરકારે કહ્યું હતું કે, આ હેઠળ બધા જ રજિસ્ટર્ડ ઈલેક્ટ્રિક વાહનો આવે છે.

આ પણ વાંચોઃ રેશનકાર્ડમાં ઉમેરવું છે નવા સભ્યનું નામ? તો આપનાવો આ પ્રક્રિયા; બહુ જ સરળતાથી પતી જશે કામ

ઈવી માટે લોન પર ઈનકમ ટેક્સમાં છૂટ મળશે


ઈલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક નવો સેક્શન બનાવ્યો છે. જેમાં આ વાહનો ખરીદવા માટે જારી લોન પર ઈનકમ ટેક્સની કલમ 80EEB હેઠળ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. અહીં ગ્રાહકોને ઈલેક્ટ્રિક વાહનો ખરીદવા પર 1,50,000 રૂપિયા સુધી ઈનકમ ટેક્સ બચાવવાનો મોકો મળશે, પરંતુ આમાં ધ્યાન આપનારી વાત એ છે કે, આ છૂટ પ્રિન્સિપલ લોન એમાઉન્ટ પર નહિ માત્ર લોનના વ્યાજ મળે છે. એટલે કે તમે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે જો લોન લો છો, તો તેના પર લાગનારા વ્યાજમાં સરકાર તરફથી છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ લાલ રંગના ભીંડા કરી દેશે માલામાલ! સરળતાથી કરો ખેતી! 40 દિવસમાં બની જશો લખપતિ


કેવી રીતે ઉઠાવવો છૂટનો લાભ


ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે તમારે કોઈ પણ નાણાકીય સંસ્થા કે બિન-નાણાકીય સંસ્થા પાસેથી લોન લેવી જરૂરી છે. આ લોનને સ્વીકૃત કરવાની મુદ્દત 1 એપ્રિલ 2019થી 31 માર્ચ 2023ની વચ્ચેના ગાળામાં કોઈ પણ હોઈ શકે છે. આ છૂટનો લાભ માત્ર વ્યક્તિગત કરદાતાઓ જ ઉઠાવી શકે છે. કોઈ અન્ય ટેક્સપેયર્ય આ કપાત માટે પાત્ર નથી. એટલે કે એચયૂએફસ એઓપી, પાર્ટનરશિપ ફર્મ, કંપની કે કોઈ અન્ય પ્રકારના ટેક્સપેયર્સ આ છૂટનો લાભ ઉઠાવી શકે નહિ. જ્યારે આ છૂટનો ફાયદો એક જ વાર મળે છે.
First published:

Tags: Business news, Electric vehicle, Tax Savings