સરકાર ફર્ટિલાઈઝર સેક્ટર પર મહેરબાન થતી જોવા મળી રહી છે. નાણામંત્રીએ સંસદમાં સપ્લીમેન્ટ્રી પર ગ્રાન્ટ રજૂ કર્યુ છે. નાણામંત્રીએ સંસદમાં સપ્લીમેન્ટ્રી ગ્રાન્ટ રજૂ કરતા કહ્યુ કે, ફર્ટિલાઈઝર સેક્ટરને 1.09 લાખ કરોડ રૂપિયા વધારાની સબસિડીના રૂપમાં આપવામાં આવશે.
નવી દિલ્હીઃ સરકાર ફર્ટિલાઈઝર સેક્ટર પર મહેરબાન થતી જોવા મળી રહી છે. નાણામંત્રીએ સંસદમાં સપ્લીમેન્ટ્રી પર ગ્રાન્ટ રજૂ કર્યુ છે. નાણામંત્રીએ સંસદમાં સપ્લીમેન્ટ્રી ગ્રાન્ટ રજૂ કરતા કહ્યુ કે, ફર્ટિલાઈઝર સેક્ટરને 1.09 લાખ કરોડ રૂપિયા વધારાની સબસિડીના રૂપમાં આપવામાં આવશે. સરકાર દ્વારા આપવામાં આવી રહેલી આ સબસિડીને જુદા-જુદા ભાગોમાં વહેંચવામાં આવશે. આ પહેલા સીએનબીસી આવાઝના સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ કે, સરકાર ફર્ટિલાઈઝરને મોટી રાહત આપી શકે છે. આ હેઠલ તે યૂરિયા પર ફ્કિસ કોસ્ટ વધારવા પર વિચાર કરી રહી છે. જ્યારે P&k ફર્ટિલાઈઝર માટે MRP પુનઃસ્થાપિત કરવામાં આવી શકે છે.
આજે રજૂ કરવામાં આવેલી વધારાની સબસિડી પર વધારે જાણકારી આપતા સીએનબીસી-આવાઝના લક્ષ્મણ રોયએ કહ્યુ કે, 1.09 લાખ કરોડ રૂપિયાની સબસિડી અલગથી આપવામાં આવશે. આમા સરકાર P&k સબસિડી તરીકે ફર્ટિલાઈઝર સેક્ટરને 23,122.23 કરોડ રૂપિયાની સબસિડી આપશે. આ ઉપરાંત યૂરિયા સબસિડી માટે સરકાર તરફથી વધારાની 86,166.72 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
સ્થાનિક અને આયાત બંને પ્રકારના ફર્ટિલાઈઝર પર સબસિડી મળશે
લક્ષ્મણે આગળ કહ્યુ કે, સરકાર દ્વારા સબસિડીની વિગતો આપવામાં આવી છે. સરકારનું કહેવું છે કે, આ સબસિડી આયાત અને સ્થાનિક બંને પ્રકારના ફર્ટિલાઈઝર પર આપવામાં આવશે. સ્થાનિક P&k સબસિડી માટે 14889.67 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે આયાત P&k માટે 8236 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.
આજ રીતે યૂરિયા માટે જે કુલ 86,166.72 કરોડ રૂપિયાની સબસિડી છે, તેમાંથી સ્થાનિક યૂરિયા પર 71860 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.ૉ
ગેસ અને ફર્ટિલાઈઝરના કાચા માલની કિંમતો વધવા પર સરકારે કરી જાહેરાત
જે રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસની કિંમતો વધી રહી છે. જે રીતે ફર્ટિલાઈઝર સેક્ટરના કાચા માલની કિંમતો પણ વધી રહી છે. તેને જોતા સરકારે સબસિડી વધારવાનો નિર્ણય કર્યો છે. આ કડીમાં આજે સંસદમાં સપ્લીમેન્ટ્રી ગ્રાન્ડ હેઠળ સબસિડી વધારવાની મંજૂરી માંગવામાં આવી છે.
યૂરિયાનું મિનિમમ ફિક્સડ કોસ્ડ વધારવા પર વિચાર
આ પહેલા મંગળવારે લક્ષ્મણ રોયના સૂત્રો તરફથી એક અને ન્યૂઝ બ્રેક કરતા કહ્યુ કે, ફર્ટિલાઈઝર મંત્રાલય યૂરિયાનું મિનિમમ ફિક્સડ કોસ્ડ વધારવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે. આ મુદ્દા પર ઈન્ડસ્ટ્રી અને ફર્ટિલાઈઝર મંત્રાલયની વચ્ચે પણ ચર્ચા થઈ ચૂકી છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર