Home /News /business /Nitin Gadkari on Capital Market : તમે જે રસ્તા પરથી પસાર થાવ છો તે જ રસ્તો તમને પૈસા કમાઇને આપશે! વાંચો વિગત

Nitin Gadkari on Capital Market : તમે જે રસ્તા પરથી પસાર થાવ છો તે જ રસ્તો તમને પૈસા કમાઇને આપશે! વાંચો વિગત

નીતીન ગડકરીએ કરી જાહેરાત

સરકાર ટૂંક સમયમાં સ્મોલ સ્કેલ ઈન્વેસ્ટર્સ પ્લાન લઈને આવશે. જેમાં સામાન્ય માણસ એકથી બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે અને તેને તેના રોકાણ પર 8 ટકા ગેરંટી વળતર આપવામાં આવશે

    Nitin Gadkari on Capital Market : હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે દેશમાં જે રસ્તા પર મુસાફરી કરશો, તેનાથી તમે પૈસા કમાઈ શકશો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. નીતિન ગડકરીએ મંગળવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે ટૂંક સમયમાં જ સરકાર રોડ નિર્માણ સંબંધિત પ્રોજેક્ટ માટે મૂડી બજારમાંથી નાણાં એકત્રિત કરશે. એટલે કે હવે દેશમાં રસ્તાઓ વિદેશી પૈસાથી નહીં, પરંતુ તમારા પૈસાથી તૈયાર થશે અને તેમાંથી તમને આવક થશે.

    રોકાણ પર 8 ટકા ગેરંટીડ વળતર


    તેમણે કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં સ્મોલ સ્કેલ ઈન્વેસ્ટર્સ પ્લાન લઈને આવશે. જેમાં સામાન્ય માણસ એકથી બે લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકશે અને તેને તેના રોકાણ પર 8 ટકા ગેરંટી વળતર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં મંદીની આશંકા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે નાણાં એકત્ર કરવામાં કોઈ સમસ્યા નથી. તેમણે કહ્યું, 'હવે હું મૂડીબજાર તરફ વળવાનો છું. મને નાણાંકીય સંસાધનો વધારવામાં કોઈ સમસ્યા નથી.'

    આ પણ વાંચો -આજે પોઝિટીવ હશે બજારનો મૂડ, રિકવર થયા બાદ સેન્સેક્સ 54 હજારને પાર જઈ શકે છે

    નાણાં મંત્રાલય આ મુદ્દે ધ્યાન આપશે


    ગડકરીએ કહ્યું કે આ રીતે માર્કેટમાંથી રોડ પ્રોજેક્ટ માટે મોટી રકમ ઉપલબ્ધ થશે. ક્રૂડ ઓઈલની વધેતી કિંમતો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના મૂડી ખર્ચ ભંડોળ માટે ખતરો છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું કે નાણા મંત્રાલય આ મુદ્દા પર ધ્યાન આપશે. વાસ્તવમાં જો તેલના ભાવ વધશે તો સેસમાં ઘટાડો થવાની શક્યતા વધી શકે છે.

    ક્રૂડના ભાવ વધારાને કારણે મુશ્કેલી


    NHAIની બજેટ ફાળવણીનો મોટો હિસ્સો રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી આવે છે, જે ડીઝલ અને પેટ્રોલ પર લાદવામાં આવતા સેસમાંથી પેદા થાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને કારણે 50 હજાર કરોડના ખર્ચે થતું નિર્માણ કાર્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું, 'ડીઝલના ઊંચા ભાવને કારણે અમે આર્થિક સદ્ધરતા (Economic viability)ની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.'

    આ પણ વાંચો -Olaની મુશ્કેલીઓ વધી, RBIએ ફટકાર્યો દોઢ કરોડ રૂપિયાથી વધુનો દંડ

    આવનાર સમય ઇલેક્ટ્રિક વાહનોનો


    ગડકરીએ કહ્યું હતું કે આર્થિક સદ્ધરતા (Economic viability) વિના કોઈપણ ટેક્નોલોજી ઉપયોગી બની શકે નહીં. તેમણે બાંધકામ સાધનોના ઉત્પાદકોને બળતણ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. તેમણે ઉત્પાદકોને વિનંતી કરતાં કહ્યું કે, 'બને તેટલું જલદી ડીઝલથી છૂટકારો મેળવી લો, તે ખતરનાક બળતણ છે.' ઇલેક્ટ્રિક મૂવમેન્ટને ભવિષ્ય ગણાવતા તેમણે કહ્યું કે વાહન બજારમાં ભારતીય કંપનીઓનો હિસ્સો વધ્યો છે અને વિદેશી ઓટો ઉત્પાદકોનો હિસ્સો ઘટ્યો છે. તેમણે કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનો બનાવતી કેટલીક ભારતીય કંપનીઓને કારણે શેર રેશિયો બદલાયો છે.
    First published:

    Tags: Nitin Gadkari