Home /News /business /

PLI બાદ હવે સરકાર PLI-2 લાવશે, ગારમેન્ટ્સ અને અપેરલ પર રહેશે ફોકસ: Textile Secretary ઉપેન્દ્ર પ્રસાદ સિંહ

PLI બાદ હવે સરકાર PLI-2 લાવશે, ગારમેન્ટ્સ અને અપેરલ પર રહેશે ફોકસ: Textile Secretary ઉપેન્દ્ર પ્રસાદ સિંહ

ટેક્સટાઇલ સેક્ટર (પ્રતીકાત્મક તસવીર)

PLI-2: કપાસના ભાવ વધારા અંગે વાત કરતા ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ યાદવ સિંઘે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કાચા માલના ભાવ વધ્યા હોવાથી કાપડ ઉદ્યોગના કાચા માલના ભાવ પણ ઊંચા છે.

નવી દિલ્હી: ચીન અને યુરોપિયન યુનિયન પછી ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો ટેક્સટાઇલ (Textile export) નિકાસકાર દેશ છે, પરંતુ ચીન ભારત કરતાં 10 ગણી નિકાસ કરે છે. બંને વચ્ચે ખૂબ મોટો ગેપ છે. બીજી તરફ આકર્ષક વસ્ત્રોની નિકાસમાં ભારતથી વિયેતનામ અને બાંગ્લાદેશ પણ આગળ છે. ભારત છેક છઠ્ઠા ક્રમે છે! આવી સ્થિતિમાં ભારતનો નિકાસને બુસ્ટ મળે એ જરૂરી છે. ત્યારે કાપડ ઉદ્યોગને ધ્યાનમાં રાખી PLI યોજનામાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેનાથી વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા દેશોની સરખામણીમાં ભારતને મોંઘી વીજળી (Electricity) અને મજૂરીની તકલીફોમાં રાહત થશે.

આ સેક્ટરમાં PLIને મંજૂરી બાદ ટેક્સટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદ યાદવ સિંઘે (Textile Secretary Upendra Prasad Singh) CNBC-આવાઝ સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, સરકારનું ધ્યાન PLI -2 પર પણ છે અને તેનું ફોકસ ગારમેન્ટ્સ એન્ડ અપૈરલ સેક્ટર પર રહેશે.

ભાવ વધારાના કારણે કોટન યાર્ન અને તેના વસ્ત્રોની કિંમત વધુ


કપાસના ભાવ વધારા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કાચા માલના ભાવ વધ્યા હોવાથી કાપડ ઉદ્યોગના કાચા માલના ભાવ પણ ઊંચા છે. હાલ કપાસના ભાવ ખૂબ જ ઊંચા થઈ ગયા છે અને ભાવવધારાના કારણે કોટન યાર્ન અને તેના વસ્ત્રોના ભાવ પણ વધુ થયા છે. છેલ્લા બે વર્ષની વાત કરીએ તો કપાસના ભાવ ખૂબ જ ઓછા હતા. જેથી CCIએ MSPના આધારે 200 લાખ ગાંસડી ખરીદી હતી અને તેને ઓછી કિંમતે વેંચતા CCIને નુકસાન સહન કરવું પડ્યું હતું. કોટનના ભાવમાં થયેલા વધારાનો લાભ ખેડૂતોને થયો છે. તેમને સારા ભાવ મળ્યા છે.

આયાત ડ્યૂટી હટાવવાથી પણ કપાસની આયાત સસ્તી થઈ શકે


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કપાસનું વાવેતર પણ વધવાની ધારણા છે. ભારત વિશ્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. છેલ્લા 7-8 વર્ષમાં કપાસનું ઉત્પાદન વધ્યું નથી પરંતુ માંગ વધી છે. ઊંચા ભાવને કારણે સ્થાનિક બજારમાં થોડી મુશ્કેલી ઊભી થઇ છે. વસ્ત્રોના ભાવમાં વધારાથી માંગમાં ઘટાડો થયો નથી. આ સાથે જ નિકાસની માંગ પણ વધારે છે. આવી સ્થિતિમાં આયાત ડ્યૂટી હટાવવાથી પણ કપાસની આયાત સસ્તી થઈ શકે છે. આગામી દિવસોમાં સ્થિતિમાં સુધારો થવાની ધારણા છે. અત્યારે તો કોટનના ભાવમાં હજુ વધારો થવાની શક્યતા છે.

આ પણ વાંચો: બે-ત્રણ અઠવાડિયામાં આ ત્રણ શેર તમને બનાવી શકે છે માલામાલ

વિશ્વમાં પહોંચ વધારવા માટે ટેક્નિકલ ટેક્સટાઇલ પર ભાર મૂકવો જરૂરી


શું આગામી 5 વર્ષમાં ટેક્સટાઇલ એક્સપોર્ટ 100 અબજ ડોલરના સ્તરને સ્પર્શી શકે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, 2-3 કારણોથી નિકાસમાં અમારી અપેક્ષા મુજબનો વધારો થયો નથી. આનું મુખ્ય કારણ એ પણ રહ્યું છે કે, દેશમાં સાઈઝ એન્ડ સ્કેલની અછત રહી છે. જેના માટે સરકારે PLI, PM મિત્ર યોજનાની જાહેરાત કરી છે. આ બંને યોજનાઓ સાઈઝ એન્ડ સ્કેલમાં વધારો કરશે. લોજિસ્ટિક્સ ખર્ચ અને માલની સપ્લાય માટેનો સમય ઘટાડવામાં આવશે. વિશ્વમાં પહોંચ વધારવા માટે ટેક્નિકલ ટેક્સટાઇલ પર ભાર મૂકવો જરૂરી છે. જેના માટે આપણે માનવસર્જિત ફાઇબરને પ્રોત્સાહન આપવાની જરૂર છે.

સરકારના પ્રયત્નો ઉદ્યોગ જગત માટે ગેમ ચેન્જર સાબિત થશે


સરકારે નિકાસના ફાયદા માટે RoSCTLની મુદત લંબાવી છે. એક્સપોર્ટ દેશો સાથે FTA પર સરકાર ભાર મૂકે છે. હાલમાં જ UAE ઓસ્ટ્રેલિયા સાથે FTA કર્યું છે. યુકે, યુરોપિયન યુનિયનના બજારોમાં પ્રવેશ વધારવો જરૂરી છે. બાંગ્લાદેશ, વિયેતનામ, શ્રીલંકાને 10%નો નફો મળે છે. સરકારે યુકે સાથે મુક્ત વેપાર કરાર પર ભાર મૂક્યો છે. સરકારના પ્રયત્નો ઉદ્યોગ જગત માટે ગેમ ચેન્જર સાબિત થશે.

આ પણ વાંચો: ઝડપથી વધશે તમારું હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ

માનવસર્જિત ફાઇબરનો ઉપયોગ ઉદ્યોગ માટે લાભદાયી


કાપડ ઉદ્યોગ કપાસના ભાવમાં વધારાને કેવી રીતે જોઈ રહ્યો છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, માર્કેટમાં VSFના ભાવ ઓછા છે. કોટનમાં 10-15% VSFનું મિશ્રણ છે. કોટન બ્લેન્ડિંગથી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. કપાસના ભાવ વધ્યા છે. બીજી તરફ ઉદ્યોગે યાનના ભાવમાં વધારો કર્યો છે અને વિદેશમાં ઊંચા ભાવે વેચી દીધો છે. કપાસના ભાવ વધવાને કારણે નફો થોડો ઘટ્યો છે, પરંતુ માનવસર્જિત ફાઇબરનો ઉપયોગ ઉદ્યોગ માટે લાભદાયી નીવડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Business, ઉદ્યોગ, ટેક્સટાઇલ, સરકાર

આગામી સમાચાર