Home /News /business /

NPS અંતર્ગત મળી શકે છે Assured Return, જાણો શું છે સરકારનો Pension માટેનો નવો પ્લાન

NPS અંતર્ગત મળી શકે છે Assured Return, જાણો શું છે સરકારનો Pension માટેનો નવો પ્લાન

નેશનલ પેન્શન સિસ્ટમ

Assured Return: પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ આ સ્કીમ ડિઝાઇન કરવા માટે સલાહકારોને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) જારી કરી છે એટલે કે તેમની પાસેથી વિવિધ મંતવ્યો મંગાવ્યા છે.

મુંબઇ. National pension system: જો તમે પણ તમારા રિટાયરમેન્ટનું પ્લાનિંગ (Retirement Planning) કરી રહ્યા છો, તો તમારા માટે સારા સમાચાર છે. દેશના લાખો પેન્શનરો માટે ખૂબ જ ટૂંક સમયમાં એક ખૂબ જ સારી યોજના આવી રહી છે. પેન્શન રેગ્યુલેટર PFRDA (Pension Fund Regulatory and Development Authority) નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ મિનિમમ એશ્યોર્ડ રિટર્ન સ્કીમ (MARS) લઈને આવવાનું છે. આવો જાણીએ સરકારની આ ખાસ યોજના વિશે.

PFRDA નિયુક્ત કરશે સલાહકાર


પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ આ સ્કીમ ડિઝાઇન કરવા માટે સલાહકારોને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) જારી કરી છે એટલે કે તેમની પાસેથી વિવિધ મંતવ્યો મંગાવ્યા છે. આપને યાદ અપાવી દઈએ કે ગત વર્ષે PFRDAના અધ્યક્ષ સુપ્રતિમ દાસ બંદ્યોપાધ્યાયે આ સ્કીમ વિશે કહ્યું હતું કે 'આ અંગે પેન્શન ફંડ અને એક્ચ્યુરિયલ ફર્મ્સ (Actuarial Firms) સાથે વાતચીત ચાલી રહી છે.

ટર્મ લાઈફ ઈન્શ્યોરન્સ


આ વાતચીતના આધારે યોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. PFRDA કાયદા હેઠળ લઘુત્તમ સુનિશ્ચિત રિટર્ન યોજનાને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પેન્શન ફંડ યોજનાઓ હેઠળ મેનેજ કરવામાં આવતા ફંડ માર્કેટ-ટુ-માર્કેટ (Marked-to-Market) કરવામાં આવે છે. તો સ્પષ્ટ છે કે આમાં કેટલાક ઉતાર-ચઢાવ થતા જ હોય છે. તેમનું મૂલ્યાંકન બજારની સ્થિતિ પર આધારિત હોય છે.

આ પણ વાંચો: NPS અને PPFની  પસંદગી વખતે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા?

સલાહકારોનુ આ રહેશે કામ


PFRDA ના RFP ડ્રાફ્ટ મુજબ એનપીએસ અંતર્ગત ગેરંટીડ યોજનાઓ તૈયાર કરવા માટે સલાહકારની નિયુક્તિથી PFRDA અને સર્વિસ પ્રોવાઈડર પ્રિન્સિપલ એજન્ટ સંબંધ ન હોવો જોઈએ. PFRDA એક્ટની સૂચનાઓ મુજબ NPS હેઠળ સબ્સ્ક્રાઈબર એક એવી સ્કીમ પસંદ કરે જ મિનિમમ અશ્યોર્ડ રિટર્ન આપે. આ પ્રકારની યોજનાઓને રેગ્ગુલેટ સાથે રજિસ્ટર્જ પેન્શન ફંડ દ્વારા રજૂ કરવી પડશે. આ પ્રકારે સલાહકારોના કામ પેંશન ફંડ દ્વારા હાજર અને સંભવિત સબસ્ક્રાઈબર માટે મિનિમમ અશ્યોર્ડ રિટર્ન યોજના તૈયાર કરવાની રહેશ.

આ પણ વાંચો: એનસીએસ એકાઉન્ટમાં ઘર બેઠા બદલો ફંડ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન

જાણો શું છે NPS


આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2004 એ પોતાના કર્મચારીઓ માટે NPS ફરજિયાત રીતે લાગુ કરી હતી. આ પછી તમામ રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે NPS અપનાવ્યું. વર્ષ 2009 પછી આ યોજના ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે પણ ખુલ્લી મુકવામાં આવી હતી. રિટાયરમેન્ટ પછી કર્મચારીઓ એનપીએસનો એક ભાગ ઉપાડી શકે છે, જ્યારે બાકી વધતી રકમથી નિયમિત આવક માટે એન્યુઈટી લઈ શકે છે. નેશનલ પેન્શન સ્કિમમાં 18 થી 60 વર્ષની વચ્ચેની કોઈપણ ભાગ લઈ શકે છે.
First published:

Tags: Nps, Pension, PF, Retirement

આગામી સમાચાર