1 એપ્રિલથી સરકાર લેશે 4.42 લાખ કરોડ ઉધાર! જાણો શું થશે તમારા પર અસર

સરકારની ઉધારી વધવાથી ખાનગી કંપનીઓ માટે લિક્વિડિટી ઓછી હોય છે અને લોન પણ મોંઘી પડે છે

News18 Gujarati
Updated: March 30, 2019, 5:12 PM IST
1 એપ્રિલથી સરકાર લેશે 4.42 લાખ કરોડ ઉધાર! જાણો શું થશે તમારા પર અસર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: March 30, 2019, 5:12 PM IST
1 એપ્રિલથી શરૂ થનારા નવા નાણાકીય વર્ષ 2019-20ની પહેલી છ મહિના માટે મોદી સરકાર 4.42 કરોડ રૂપિયાની લોન લેવા જઈ રહી છે. સરકાર આ લોન બોન્ડની હજારી દ્વારા લેશે. નાણાકીય મામલાઓના સચિવ સુભાષચંદ્ર ગર્ગે જણાવ્યું કે ઇન્ટરિમ નાણા મંત્રી પીયૂષ ગોયલે નાણાકીય વર્ષ 2019-20 માટે 7.1 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. એક્સપર્ટ્સ જણાવે છે કે જનતાની કુલ બચતથી જ સરકાર લોન લે છે. બેંક ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ, પ્રીમિયમ, પીએફ, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જનતાની બચત સરકારી બોન્ડમાં પહોંચે છે. સરકારની ઉધારી વધવાથી ખાનગી કંપનીઓ માટે લિક્વિડિટી ઓછી હોય છે અને લોન પણ મોંઘી પડે છે.

એસ્કોર્ટ સિક્યુરિટીના રિસર્ચ હેડ આસિફ ઇકબાલે ન્યૂઝ18ને જણાવ્યું કે નાણાકીય વર્ષના પહેલા 6 મહિનામાં કોર્પોરેટ લોન લેનારાઓમાં ઘટાડો થતો હોય છે, એવામાં પહેલા છ મહિનામાં જ વધુ લોન લેવાથી સરકારને ફાયદો મળવાની આશા છે.

સરકાર દ્વારા લોન લેવાથી સામાન્ય લોકો પર શું અસર પડે છે?


આસિફ ઇકબાલ કહે છે કે જનતાની કુલ બચતથી જ સરકાર લોન લે છે. બેંક ડિપોઝિટ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, પીએફ, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા જનતાની બચત સરકારી બોન્ડમાં પહોંચે છે. સરકારની ઉધારી વધવાથી ખાનગી કંપનીઓ માટે લિક્વિડિટી ઓછી થાય છે અને લોન પણ મોંઘી પડે છે. સરકારની ઉધારી ઓછી હોવાથી વ્યાજ દરો ઘટવા અને રોકાણ વધવાની શક્યતા હોય છે. લિક્વિડિટીમાં ઘટાડો થવા પર સરકાર બોન્ડ ખરીદીને રોકડ વધારી શકે છે.

આ પણ વાંચો, વાહન માલીકોને મોટી રાહત, આ વર્ષે નહીં વધે વાહનના વીમાના દર
Loading...

શું છે મામલો?

- હાલના નાણાકિય વર્ષ (2018-19)માં સરકારે 5.71 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે.
- કેન્દ્ર સરકાર એપ્રિલ-સપ્ટેમ્બરની વચ્ચે દરેક સપ્તાહે 17,000 કરોડના બોન્ડની હરાજી કરી આ રકમ એકત્ર કરશે.
- મોદી સરકાર અગાઉના લોનની ચૂકવણી માટે લોન લઈ રહી છે.
- સરકારને નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં જ લગભગ 1.02 લાખ કરોડ રૂપિયા અને બીજા છ મહિનામાં લગભગ 1.35 લાખ કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું છે.
- સુભાષચંદ્ર ગર્ગે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે સરકાર આગામી નાણાકિય વર્ષમાં રાજકોષીય ખાધના કુલ જીડીપીના 3.4 ટકા સુધી રાખવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
- આ પહેલા સરકારી આંકડાઓ મુજબ, રાજકોષીય ખાધ હાલના નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 2.5 ટકા રહ્યું છે, જ્યારે એક વર્ષ પહેલા જ તે 2.1 ટકા હતું.
First published: March 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...