28 વર્ષમાં અર્થવ્યવસ્થા માટે સરકારનો સૌથો મોટો નિર્ણય, નિષ્ણાતોએ કહ્યું- 'આ દિવાળી છે'

News18 Gujarati
Updated: September 20, 2019, 3:05 PM IST
28 વર્ષમાં અર્થવ્યવસ્થા માટે સરકારનો સૌથો મોટો નિર્ણય, નિષ્ણાતોએ કહ્યું- 'આ દિવાળી છે'
ન્યૂઝ18 ક્રિએટિવ (Illustration by Mir Suhail/News18.com)

નાણા મંત્રી નિર્મલા સીતારમણએ આજે એક એવો બૂસ્ટર ડૉઝ કંપનીઓને આપ્યો છે કે બધાં વાહ-વાહ કરી રહ્યા છે

  • Share this:
નવી દિલ્હી : આર્થિક સુસ્તી (Economic Slowdown)થી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર (Central Government) સતત પ્રયાસ કરી રહ્યું છે. તે અંતર્ગત કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Finance Minister Nirmala Sitharaman)એ આજે એક એવો બૂસ્ટર ડૉઝ કંપનીઓને આપ્યો છે કે કોઈ પણ વાહ-વાહ કરતાં થાકતું નથી. નાણા મંત્રીએ આજે બે મોટી જાહેરાતો કરી. કંપનીઓને મોટી રાહત આપતાં કેન્દ્ર સરકારે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવાનો પ્રસ્તાવ કર્યો છે. તેની સાથે જ સરકારે મિનિમમ અલ્ટરનેટ ટૅક્સ (MAT)માં પણ રાહત આપી છે. કૉર્પોરેટ્સ તરફથી લાંબા સમયથી કરવામં આવી રહેલી માંગને માનતા સરકારે કૅપિટલ ગેન્સ (Capital Gains) પર વધારેલો સરચાર્જ હટાવવાનો નિર્ણય લીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ની આગેવાનીમાં સતત બીજી વાર NDA સરકાર બનાવ્યા બાદથી જ દિગ્ગજ બિઝનેસમેન અને બજારથી જોડાયેલા લોકો કેન્દ્ર સરકારથી તેની માંગ કરી રહ્યા હતા અને આજે નાણા મંત્રીએ તેની જાહેરાત કરી દીધી. ત્યારબાદ તો શૅર બજારમાં જોરદાર ઉછાળો આવી ગયો. સૅન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કૅપ લગભગ દરેક પ્રકારના શૅરમાં મોટો વધારો જોવા મળ્યો. આ નિર્ણય બાદ બજાર એટલું ઝડપથી ઉપર ગયું કે છેલ્લા 20 બજેટનો રેકોર્ડ તૂટી ગયો.

નિર્ણય મોટો છે એટલા માટે બજારથી લઈને ઇન્ડસ્ટ્રી અને મોટા બિઝનેસમેનોએ સરકારના નિર્ણયના વખાણ કર્યા. આવી જાણીએ નાણા મંત્રીના આ નિવેદન બાદ શું છે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ જાણકારોનો અભિપ્રાય.વેદાંતા ગ્રુપના ચૅરમેન અનિલ અગ્રવાલે કહ્યું કે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે. કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવો એક પૉઝિટિવ પગલું છે. આ નિર્ણય બાદ દુનિયાભરના ફંડ ભારતમાં આવી શકે છે. ભારતમાં રોકાણની શક્યતા વધુ જશે.
સરકારનો સૌથી જરુરી નિર્ણય

બૉયોકૉનની સી.એમ.ડી. કિરન મજૂમદાર શૉએ કહ્યું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયની ખૂબ માંગ હતી એન તે જરૂરી પણ હતું.

આ પણ વાંચો, મોદી સરકાર ભારતને વિશાળ Manufacturing Hub બનાવવા કટિબદ્ધ : અમિત શાહ


ઇનામ સિક્યોરિટીઝના વલ્લભ ભંસાળીનું કહેવું છે કે 1991માં ઉદારીકરણના નિર્ણય બાદ કેન્દ્ર સરકારનો આ સૌથી મોટી નિર્ણય છે.


માંગમાં વધારાની આશા

ટાઇટન કંપનીના સી.એફ.ઓ. એસ. સુબ્રમણ્યમે કહ્યું કે સરકારના આ પગલાને દિવળી કહી શકાય છે. ટૅક્સમાં ઘટાડાથી સીધો ફાયદો કમાણીના રૂપમાં જોવા મળશે. ટૅક્સ ઘટાડા બાદ અમને 4 ટકાની બચત કરવામાં મદદ મળશે. ઇફેક્ટિવ ટૅક્સ 29 ટકા થઈ જશે. તેનો ફાયદો અમે ગ્રાહકોને આપી શકીશું. સરકારના આ પગલા બાદ માંગમાં વધારો જોવા મળશે.


આ પણ વાંચો, કંપનીઓને ટૅક્સમાં મોટી છૂટ આપવાની નાણામંત્રીની જાહેરાત
First published: September 20, 2019, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading