નવી દિલ્હી. જો તમે કોઈ એવો બિઝનેસ (Business) કરવાનું વિચારી રહ્યા છો જેમાં આપને અલગથી કોઈ જગ્યા નહીં લેવી પડે તો તમે પોતાના ઘરની ખાલી પડેલી છતનો ઉપયોગ કરી લાખોની કમાણી કરી શકો છો. તેાન માટે આપને છત પર સોલર પેનલ (Solar Panel) લગાવવી પડશે. સોલર પેનલને કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય છે. તમે ઈચ્છો તો છત પર સોલર પેનલ લગાવીને વીજળી (Electricity) ઉત્પન્ન કરી ગ્રિડમાં સપ્લાય કરી શકો છો. સોલર પેનલ લગાવનાર લોકોને કેન્દ્ર સરકારના ન્યૂ એન્ડ રિન્યએબલ એનર્જી મંત્રાલય (Ministry of New & Renewable Energy) રૂફટોપ સોલર પ્લાન્ટ (Rooftop Solar Plant) પર 30 ટકા સબ્સિડી આપે છે. સબ્સિડી વગરના રૂફટોપ પેનલ લગાવવા પર એક લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.
આવો જણાવીએ આ સ્કીમ શું છે, તેની પ્રોસેસ અને તેનાથી થનારા લાભ વિશે...
સૌથી પહેલા વાત કરીએ તેમાં થનારા ખર્ચની
એક સોલર પેનલની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે. દરેક રાજ્યના હિસાબથી આ ખર્ચ અલગ-અલગ છે. પરંતુ સરકારથી મળનારી સબ્સિડી બાદ એક કિલોવોટના સોલર પ્લાન્ટ માત્ર 60થી 70 હજાર રૂપિયામાં ઇન્સ્ટોલ થઈ જાય છે. આપને જણાવી દઈએ કે કેટલાક રાજ્ય તેના માટે અલગથી વધારાની સબ્સિડી પણ આપે છે. સોલર પાવર પ્લાન્ટ લગાવવા માટે જો આપની પાસે 60 હજાર રૂપિયા ન હોય તો કોઈ પણ બેંકથી હોમ લોન પણ લઈ શકાય છે. નાણા મંત્રાલયે તમામ બેંકોને હોમ લોન આપવા માટે કહ્યું છે.
હવે વાત કરીએ તેનાથી થનારા લાભની
સોલર પેનલોની આવરદા 25 વર્ષની હોય છે. આ પેનલને તમે પોતાની છત પર સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો અને પેનલથી પ્રાપ્ત થનારી વીજળી નિશુલ્ક હશે. સાથોસાથ બચેલી વીજળીને ગ્રિડના માધ્યમથી સરકાર કે કંપનીને વેચી પણ શકાય છે. મતલબ ફ્રીની સાથે કમાણી. જો તમે પોતાના ઘરની છત પર બે કિલોવોટની સોલર પેનલ લગાવો છો તો દિવસના 10 કલાક તડકો હોવાની સ્થિતિમાં તેનાથી લગભગ 10 યૂનિટ વીજળી બનશે. જો મહિનાનો હિસાબ લગાવીએ તો બે કિલોવોટના સોલર પેનલથી લગભગ 300 યૂનિટ વીજળી બનશે.
>> સોલર પેનલ ખરીદવા માટે તમે રાજ્ય સરકારની રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો.
>> તેના માટે રાજ્યોના મુખ્ય શહેરોમાં કાર્યાલય હોય છે.
>> દરેક શહેરમાં પ્રાઇવેટ ડીલર્સની પાસે પણ સોલર પેનલ ઉપલબ્ધ હોય છે.
>> સબ્સિડી માટે ફોર્મ પણ ઓથોરિટી કાર્યાલયથી જ મળશે.
>> ઓથોરિટીથી લોન લેવા માટે પહેલા સંપર્ક કરવો પડશે.
મેન્ટેનન્સનો કોઈ ખર્ચ નથી
સોલર પેનલમાં મેન્ટેનન્સ ખર્ચનું પણ કોઈ ટેન્શન નથી. પરંતુ દર 10 વર્ષમાં એક વાર તેની બેટરી બદલવાની હોય છે. તેનો ખર્ચ લગભગ 20 હજાર રૂપિયા હોય છે. આ સોલર પેનલને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે.
સરકાર તરફથી પર્યાવરણ સંરક્ષણને ધ્યાને લઈ આ પહેલ શરૂ કરવામાં આવી છે. જરૂરિયાત મુજબ, 500 વોટ સુધીની ક્ષમતાની સોલર પાવર પેનલ લગાવી શકાય છે. તે હેઠળ 500 વોટની આવી પ્રત્યેક પેનલ પર 50 હજાર રૂપિયા સુધીનો ખર્ચ આવશે. આ પ્લાન્ટ એક કિલોવોટથી પાંચ કિલોવોટ ક્ષમતા સુધી લગાવી શકાય છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર