સરકારનો ખજાનો ભરાયો, એક મહિનામાં રેકોર્ડબ્રેક GST ક્લેક્શન
સરકારનો ખજાનો ભરાયો, એક મહિનામાં રેકોર્ડબ્રેક GST ક્લેક્શન
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 36મી બેઠક 25 જુલાઈએ થશે. આ બેઠકને નાણામંત્રી નિર્મલા સિતારમન વીડિયો કોન્ફરન્સથી સંબોધિત કરશે. આ બેઠકમાં બેટરીથી ચાલતી કાર અને સ્કૂટરમાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી આ બધી વસ્તુ સસ્તી થઈ શકે છે.
એપ્રિલ બાદ મેમાં પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી ક્લેક્શન 1 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. નવો આંકડા પ્રમાણે મે મહિનામાં જીએસટી ક્લેક્શન 94.016 કરોડ રૂપિયાનું ક્લેક્શન થયું હતું. એપ્રિલ 2019માં સરકારને અત્યારસુધીનું સૌથી વધુ જીએસટી ક્લેક્શન મળ્યું હતું. એક્સપર્ટ્સનું કહેવું છે કે ટેક્સ ચોરી પર કડક કાર્યવાહીની અસર ક્લેક્શન પર દેખાઇ રહી છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ટ્વીટ કરી જણાવ્યું કે મે 2019માં સફળ જીએસટી રાજસ્વ સંગ્રહ 1,00,289 કરોડ રૂપિયા રહ્યું છે. એક વર્ષ પહેલા આ મહિનામાં આ આંકડો 94,016 કરોડ રૂપિયા હતો, તો 31 મે સુધી એપ્રિલ મહિના માટે કુલ 72.45 લાખ જીએસટીઆર 3 બી રિટર્ન ફાઇલ કરવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ 2019 માટે રાજ્યોને જીએસટીના ફાયદા તરીકે 18,934 કરોડ રૂપિયાની રાશી જાહેર કરવામાં આવી હતી.