Home /News /business /Sukanya Samruddhi Yojana: રોજના આટલા રૂપિયા જમા કરો અને દીકરીને લખપતિ બનાવો, સરકારની આ યોજના દીકરીઓ માટે આશીર્વાદ સમાન

Sukanya Samruddhi Yojana: રોજના આટલા રૂપિયા જમા કરો અને દીકરીને લખપતિ બનાવો, સરકારની આ યોજના દીકરીઓ માટે આશીર્વાદ સમાન

સુકન્યા સમૃદ્ધિ યોજનાની ખાસિયત એ છે કે તેમાં રૂ.250 થી જમા કરાવી શકાય છે. જેમાં વધુમાં વધુ 1.5 લાખ જમા કરાવી શકાય છે. તેમાં મળતું વ્યાજ પણ અન્ય યોજના કરતા વધુ છે. તેમજ તેની સાથે ટેક્સ માંથી પણ મુક્તિ મળવા પાત્ર છે. આ યોજના માટે તમે કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો.

Sukanya Samruddhi Yojana: દીકરીઓ માટે શરૂ કરાયેલી આ સરકારી યોજના છે. આ સ્કીમમાં પૈસા જમા કરાવવા પર 7.6 ટકાના દરે રિટર્ન મળી રહ્યું છે.

  Sukanya Samruddhi yojana: જો તમે દીકરીના ભવિષ્યને લઇ ને ચિંતામાં છો તો તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના તમામ ખર્ચ આસાનીથી ઉઠાવી શકાશે. તમારે તેના માટે દર મહિને રૂ.250 જમા કરવાના રહેશે અને તમને આ દરેક ચિંતા માંથી મુક્તિ મળશે. દીકરીના ભવિષ્યને ધ્યાને રાખીને આજથીજ પ્લાનિંગ કરવું પડશે. તેના માટે તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) હેઠળ ખાતું ખોલાવવાનું રહેશે. તેમાં સારા વળતરની સાથે ટેક્સ માંથી પણ રાહત મળશે.

  આ પણ વાંચોઃ શેરબજારમાં બંપર કમાણી માટે લક્ષ્મી ઐય્યરની સ્ટ્રેટેજી અપનાવો પછી બેઠાં બેઠાં રુપિયા ગણો

  આ યોજનાની ખાસિયત એ છે કે તેમાં રૂ.250 થી જમા કરાવી શકાય છે. જેમાં વધુમાં વધુ 1.5 લાખ જમા કરાવી શકાય છે. તેમાં મળતું વ્યાજ પણ અન્ય યોજના કરતા વધુ છે. તેમાજ તેની સાથે ટેક્સ માંથી પણ મુક્તિ મળવા પાત્ર છે. આ યોજના માટે તમે કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકો છો.

  આ પણ વાંચોઃ શેરબજારમાં છે તગડી કમાણી માટે 35 સ્માર્ટ બીટા ફંડ્સ, પણ તમારા માટે ક્યું પરફેક્ટ? આ રીતે અલગ તારવો

  સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે


  આ યોજના દીકરીઓને માટે શરુ કરવામાં આવી છે. જેમાં 10 વર્ષ કે તેથી ઓછી ઉંમરની દીકરીઓ માટે માતા પિતા ખાતું ખોલાવી શકે છે. ત્યાર બાદ તમારે 15 વર્ષ સુધી રૂપિયા જમા કરવાના રહેશે. આ યોજના અંતર્ગત વાર્ષિક 7.6% વ્યાજ મળે છે. પરંતુ આ યોજનામાં દીકરીની 18 વર્ષની ઉંમર સુધી રૂપિયા પરત ઉપાડી શકાશે નહિ. 18 વર્ષ પછી કુલ રૂપિયાના 50% ઉપાડી શકાય છે. જેનો ઉપયોગ ભણતર માટે કરી શકાશે.

  આ પણ વાંચોઃ  આ IPOમાં દરેક કેટેગરીનો ક્વોટા ઓવરસબસક્રાઈબ, ગ્રે માર્કેટ આપી રહ્યુ છે મોટા સંકેત

  કઈ રીતે મળશે 15 લાખનો ફાયદો


  આ યોજના મુજબ મહિને રૂ.3000 જમા કરો તો વાર્ષિક 36000 થશે. 14 વર્ષ પછી 14.6% કમ્પાઉન્ડ ઇન્ટ્રસ્ટના હિસાબથી રૂ.9,11,574 થશે. દીકરીની ઉંમર 21 વર્ષ થતાની સાથે આ રકમ રૂ.15,22,22,1 થઇ જશે. જો તમે રોજ 416 બચાવો છો તો મેચ્યુરિટી પર 65 લાખનું ફંડ થઇ જશે.


  આ ખાતું બંધ કરી શકાય કે નહીં


  જો આ યોજનાના લાભાર્થીનું મૃયુ થાય તો તેમને ડેથ સર્ટિફિકેટ બતાવીને ખાતું બંધ કરી શકાય છે. ત્યાર બાદ ખાતામાં જમા થયેલ રકમ વ્યાજ સાથે પછી મળી જશે. બીજા કિસ્સામાં આ ખાતું ખોલ્યા બાદ 5 વર્ષ પછી બંધ કરી શકાશે. જેમાં ઘણા કારણોને ધ્યાને પણ લેવાશે. જેમાં એક બીમારી કારણ પણ હોઈ શકે છે. આ સિવાય અન્ય કારણે પણ બંધ કરાવી શકાય છે. પણ તેમાં વ્યાજ સેવિંગ એકાઉન્ટને આધારે આપવામાં આવશે.
  Published by:Darshit Gangadia
  First published:

  Tags: Government scheme, Sukanya samriddhi yojana, Sukanya Yojana

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन