ઓલા-ઉબરની જેમ ખેડૂતોને મળશે ભાડા પર મશીન, મોદી સરકારે લોન્ચ કરી AAP

News18 Gujarati
Updated: September 28, 2019, 10:29 PM IST
ઓલા-ઉબરની જેમ ખેડૂતોને મળશે ભાડા પર મશીન, મોદી સરકારે લોન્ચ કરી AAP
દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તેના માટે 80 ટકા સુધીની સરકારી સહાયતા મળશે

દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તેના માટે 80 ટકા સુધીની સરકારી સહાયતા મળશે

  • Share this:
કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે એક નવી સ્કિમ શરૂ કરી છે. હવે તમે CHC Farm Machinery એપ પર ઑર્ડર આપી પોતાની ખેતી માટે જરૂરી મશીનરી ખુબ સસ્તા ભાડા પર મંગાવી શકાશે. જો તમે એગ્રિકલ્ચર મશીનરી સાથે જોડાયેલો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો તેનાથી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. તેના માટે 80 ટકા સુધીની સરકારી સહાયતા મળશે. મોદી સરકારની આ સ્કીમનું નામ છે કસ્ટમ હાયરિંગ સેન્ટર (Custom Hiring Center). આને આપણે કૃષિ યંત્ર બેન્ક કહી શકીએ છીએ. સ્કીમ સાથે જોડાયેલા એક અધિકારીએ ન્યૂઝ18 હિંદીને જણાવ્યું કે, ખેડૂતને ગણા ઓપ્શન મળશે જેમાં તે અનેક સેન્ટર પરથી સસ્તા-મોંઘાના હિસાબે ભાડા પર મશીન ખરીદી શકે છે.

તો જોઈએ આ સ્કિમ વિશે
આ એપ બિલકુલ ઓલા, ઉબેર જેવી છે. મશીનરીનો ભાવ સરકાર નક્કી નહી કરે. આ સુવિધા પાંચથી 50 કિમી સુધી મળશે. મંત્રાલયમાં મેકનાઈઝેશન એન્ડ ટેક્નૉલોજી ડિવિઝનના એડિશનલ કમિશ્નર વીએન કાલેએ જણાવ્યું કે, મશીનરીનું ભાડુ સરકાર નક્કી નથી કરી રહી. આ અમે કોમ્પિટિશન માટે છોડી દીધુ છે. માર્કેટમાં કોમ્પિટિશન રહેશો તો, ખેડૂતોને સસ્તી અને સારી સેવા મળશે. જો તમારી પાસે એક પણ કૃષિ યંત્ર છે, અને તમે તે ભાડા પર આપવા માંગો છો તો તમે એપ પર રજિસ્ટર્ડ કરાવી શકો છો.

કેટલી અને કેવી રીતે મળશે સરકારી સહાયતા?
જો તમે પ્રાઈવેટ કસ્ટમ સેન્ટર બનાવશો તો, સરકાર 40 ટકા પૈસા સહાયતા આપશે. આમાં 60 લાખ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ પાસ કરાવી શકો છો. એટલે કે, પોતાના ક્ષેત્રના ખેડૂતોની જરૂરિયતના હિસાબે આટલી રકમની મશીનો ખરીદી શકો છો. આ પ્રોજેક્ટમાં 24 લાખ રૂપિયા સરકારી સહાયતા મળશે. જ્યારે જો તમે કોઓપરેટિવ ગ્રુપ બનાવો છો તો ગ્રુપમાં 6થી 8 ખેડૂત હોવા જોઈએ. તેમાં 10 લાખ રૂપિયા સુધીનો પ્રોજેક્ટ પાસ થશે. એટલે કે તમને 8 લાખ રૂપિયા સરકારી સહાયતા મળશે. સબસિડીનો લાભ લેવા માટે ખેડૂત ભાઈ પોતાના રાજ્યના કૃષિ વિભાગના એન્જિનિયરિંગ ડિવિઝનમાં સંપર્ક કરી શકો છો.

ખર્ચ અને રિસ્ક ઓછુ કરવાની કોશિસ
Loading...

સમય સાથે ખેતીમાં આધુનિકરણ વધી રહ્યું છે, નવી-નવી મશીનોની જરૂરત પડવા લાગી છે. પછી તે ખરપતવાર કાઢવાની હોય કે છંટકાવ કરવાની અને રોપણી-કાપણી કરવાની. પરંતુ, દરેક માટે મોંઘા ઉપકરણ ખરીદવા સરળ નથી હોતા. એવામાં મોદી સરકાર ખુદ એગ્રીગેટર બની ગઈ છે.

કૃષિ મંત્રાલયે કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવા અને તેનો લાભ લેવા માટે એપ લોન્ચ કરી છે. આ એપ 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. અત્યાર સુધીમાં આ 50 હજાર લોકોએ ડાઉનલોડ કરી દીધી છે. આ યોજના સાથે જોડાયેલા અધિકારીઓને આશા છે કે, જ્યારે કોઈ મશીન ખરીદવાને બદલે ભાડા પર મળશે તો તેનો ખર્ચ પણ ઓછો થશે, જેથી ખેડૂતની આવક વધશે અને લોન લેવાની જરૂરત ઓછી થઈ જશે. બીજી બાજુ જો ખેડૂત તેનો બિઝનેસ કરશે તેને સરકાર આર્થિક સહયોગ કરી રહી છે.
First published: September 28, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...