Home /News /business /Atal Pension Yojana: વૃદ્ધાવસ્થામાં લાચારી શા માટે? મહિને રૂ.5000 નું પેન્શન આપે છે સરકાર, આ યોજનાનો ઉઠાવી લો લાભ

Atal Pension Yojana: વૃદ્ધાવસ્થામાં લાચારી શા માટે? મહિને રૂ.5000 નું પેન્શન આપે છે સરકાર, આ યોજનાનો ઉઠાવી લો લાભ

વૃદ્ધાવસ્થામાં પેન્શનની ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે, ભારત સરકારે 2015-16માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી.

Atal Pension Yojana: સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને ધ્યાનમાં રાખીને અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. આ સ્કીમમાં રોકાણ કરનાર વ્યક્તિને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની રકમ મળે છે. આ સિવાય આ સ્કીમમાં ટેક્સ બેનિફિટ પણ મળે છે. 18 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે.

વધુ જુઓ ...
    Atal Pension Scheme: જીવનમાં વૃધ્ધાવસ્થા સૌથી કઠિન હોય છે. જેમાં વક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જો તમે વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવા માંગતા હો, તો હવેથી અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો. સરકારની સ્કીમમાં રોકાણ કરીને તમે દર મહિને પેન્શનના રૂપમાં 1000 થી 5000 રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો. વૃદ્ધાવસ્થામાં પેન્શન સૌથી વધુ સહાયક બને છે. તમે દર મહિને થોડી રકમ જમા કરીને તમારા વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો અને તમારે તમારી જરૂરિયાતો માટે કોઈના પર આધાર રાખવો પડશે નહીં.

    નિયમ ગયા મહિને બદલાયો હતો


    સરકારે ગયા મહિને યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. સરકારના નવા નિયમો અનુસાર આવકવેરો ભરનારા લોકો યોજનાનો લાભ નહીં લઈ શકે. ફેરફાર 1 ઓક્ટોબર 2022થી અમલમાં આવ્યો છે. અટલ પેન્શન યોજનામાં રોકાણ કરનારાઓ માટે આવકવેરામાં મુક્તિની જોગવાઈ છે.

    આ પણ વાંચો:ઓપ્શન ટ્રેડિંગમાં ગોથું નહીં ખાવ, એક્સપર્ટ શુભમ અગ્રવાલના આ 7 પોઈન્ટ સમજી લો

    કેટલું રોકાણ કરવાથી કેટલું પેન્શન મળશે


    જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉંમરથી અટલ પેન્શન યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે, તો 60 વર્ષ પછી દર મહિને 5 હજાર રૂપિયા પેંશન મેળવવા માટે, દર મહિને 210 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે. તેમજ 1000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે તમારે 42 રૂપિયા, 2000 રૂપિયાનું માસિક પેન્શન મેળવવા માટે 84 રૂપિયા, રૂપિયા 3000 માટે રૂ.126 અને 4000 માટે રૂ.168 જમા કરાવવાના રહેશે.

    શું છે વિશેષતા


    અટલ પેન્શન યોજનાની વિશેષતા છે કે તમે જેટલી નાની ઉંમરે તેમાં રોકાણ કરવાનું શરૂ કરશો, તેટલો વધુ ફાયદો તમને મળશે. નિયમો અનુસાર, 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ભારતીય નાગરિક (માત્ર આવક કરદાતાઓ સિવાય) સરકારની પેન્શન યોજનામાં જોડાઈ શકે છે. 60 વર્ષની ઉંમર પછી તેને 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે.

    આ પણ વાંચો:Expert Advice: સારા રિટર્નની શક્યતા અને ઓછું જોખમ NPS મેનેજરના ફેવરિટ આ શેર્સ તમારી પાસે છે?

    ટેક્સ રિબેટ


    અટલ પેન્શનમાં એવી પણ સુવિધા છે કે તેમાં જમા રકમ ગમે ત્યારે બદલી શકાય છે. મતલબ તમે તમારી અનુકૂળતા મુજબ વધારો કે ઘટાડો કરી શકો છો. અટલ પેન્શન યોજના (APY) માં રોકાણ પર આવકવેરા અધિનિયમ 80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીના કર લાભની સુવિધા પણ છે.

    યોજના વિષે


    વૃદ્ધાવસ્થામાં પેન્શનની ચિંતામાંથી મુક્તિ મેળવવા માટે, ભારત સરકારે 2015-16માં અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. યોજનાનો લાભ મુખ્યત્વે એવા લોકોને મળશે જેઓ કોઈપણ પ્રકારની સરકારી પેન્શનનો લાભ લઈ શકતા નથી. 18 થી 40 વર્ષની વયના લોકો યોજનાઓનો લાભ લઈ શકે છે. આમાં, લાભાર્થી દ્વારા જમા કરાયેલ રોકાણ અને વયના આધારે પેન્શનની રકમ નક્કી કરવામાં આવે છે.


    નોમિનીને લાભો મળે છે


    તેની સૌથી મોટી વિશેષતા છે કે યોજનાનો લાભ લોકોના મૃત્યુ પછી પણ પરિવારને મળતો રહેશે. જો રોકાણકાર મૃત્યુ પામે છે, તો યોજનાનો લાભ તેના/તેણીના નોમિનીને જાય છે.
    Published by:Darshit Gangadia
    First published:

    Tags: Atal Pension Yojana, Government scheme, Retirement, Retirement savings

    विज्ञापन
    विज्ञापन