મનરેગા મજદૂરોને સરકાર આપી શકે છે Gift! બસ આ વાતની જોવાય છે રાહ

News18 Gujarati
Updated: November 22, 2019, 11:07 PM IST
મનરેગા મજદૂરોને સરકાર આપી શકે છે Gift! બસ આ વાતની જોવાય છે રાહ
પ્રતિકાત્મક તસવીર

મનરેગા મજદૂરો માટે પારિશ્રમિકના નિર્ધારણ માટે કોઈ સામાન્ય ઈન્ડેક્સ બનાવવા પર અધ્યયન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.

  • Share this:
સરકારે કહ્યું કે, મનરેગામાં મજદૂરી દરને મોંઘવારી સાથે જોડવા માટે સરકારને ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકને સંશોધિત કરવા વિશે શ્રમ મંત્રાલયના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.

ગ્રામિણ વિકાસ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, મનરેગા કાયદા હેઠળ દર વર્ષે એપ્રિલમાં મજદૂરીના દરને પુન:નિર્ધારણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, મોંઘવારી સાથે આને જોડવા માટે શ્રમ મંત્રાલયે અંતિમ નિર્ણય કરવાનો છે.

એક અન્ય પ્રશ્નના લેખિત જવાબમાં તોમરે કહ્યું કે, મંત્રાલય અકુશળ મનરેગા શ્રમિકોનો મજદુરી દર કૃષિ મજદૂરોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના આધાર પર તમામ રાજ્યો માટે દર વર્ષે પુન:નિર્ધારણ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, મનરેગા મજદૂરો માટે પારિશ્રમિકના નિર્ધારણ માટે કોઈ સામાન્ય ઈન્ડેક્સ બનાવવા પર અધ્યયન માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.

સમિતિએ શું કહ્યું
સમિતિએ પોતાના રિપોર્ટમાં મનરેગા શ્રમિકોની મજદુરીના નિર્ધારણ માટે કૃષિ મજદુરોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંકના બદલે ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક - ગ્રામિણનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે. સાથે જ સમિતિએ ડિસેમ્બર મહિનાના સૂચકાંકના બદલે મોંઘવારી દરને વાર્ષિક એવરેજનો ઉપયોગ કરવાની પણ ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, આ વિશે શ્રમ મંત્રાલયના નિર્ણયની રાહ જોવામાં આવી રહી છે.
First published: November 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading