સરકારનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ પ્લાન નથી. નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે મંગળવારે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની હાલમાં 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ ઠાકુરે આ મુદ્દે જવાબ આપ્યો. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે 8 નવેમ્બર 2016ને નોટબંધીનો નિર્ણય કરતા 500 રૂપિયા અને 1000 રૂપિયાની જુની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે 500 અને 2000 રૂપિયાની નોટો નવી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના વાર્ષિક રીપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે. અને તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે.
નોટોની કુલ સર્ક્યુલેશનના 31.18 ટકા નોટ 2000 રૂપિયાની - રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સરક્યુલેશન કુલ નોટોના સરક્યુલેશનના 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે અને તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે.
ઘટી રહી 2000 રૂપિયાની નોટોની જમાખોરી - ઈનક્મ ટેક્સ ડિપાર્ટમેન્ટે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં 5 કરોડ રૂપિયાથી વધારે રોકડ રૂપિયા જપ્ત કર્યા છે. જપ્ત કરવામાં આવેલી કુલ રોકડમાંથી નાણાકીય વર્ષ 2017-18માં 2000 રૂપિયાની 67.91% નોટ જપ્ત કરવામાં આવી. 2018-19માં આ આંકડો 65.93% રહ્યો. જ્યારે હાલના નાણાકીય વર્ષમાં આ ઘટીને 43.22% પર આવી ગયો છે.
તમને જણાવી દઈએ કે, ગત મહિને ભારત સરકારના આર્થિક મામલાના પૂર્વ સચિવ એસસી ગર્ગે કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટો સરળતાથી બજારમાંથી હટાવી શકાય છે. તેમણે દાવો કર્યો કે લોકોએ 2 હજાર રૂપિયાની નોટો જમા કરી લીધી છે, જેના કારણે હવે તે વધારે ચલણમાં નથી.