સરકાર હવે લાવી રહી છે રૂ. 75નો સિક્કો, જાણો શું છે ખાસિયત

પ્રતિકાત્મક તસવીર

કેન્દ્રની મોદી સરકારે મંગળવારે અંડમાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ તરફથી પહેલીવાર તિરંગો ફરકાવવાની 75મી વર્ષગાંઠ પ્રસંગે રૂ. 75નો સ્મારકસિક્કો એટલે કે કોમેમોરેટિવ કોઇન રજૂ કરવાની જાહેરાત કરી છે.

 • Share this:
  તમારા હાથમાં ટૂંક સમયમાં રૂ.75નો સિક્કો આવનારો છે. કેન્દ્રની મોદી સરકારે મંગળવારે અંડમાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષ ચંદ્ર બોસ તરફથી પહેલીવાર તિરંગો ફરકાવવાની 75મી વર્ષગાંઠ પ્રસંગે રૂ. 75નો સ્મારકસિક્કો એટલે કે કોમેમોરેટિવ કોઇન રજૂ કરવાની જાહેરાત કરી છે. નાણાંમત્રાલય તરફથી આ અંગે નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું છે.

  75 રૂપિયાના સિક્કાની ખાસિયતો

  -નોટિફિકેશન પ્રમાણે રૂ75નો સિક્કાનું વજન 35 ગ્રામ હશે.
  -આ સિક્કામાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ અને ઝિંક ધાતુ હશે
  - સિક્કામાં સેલ્યુલર જેલ પાછળ તિરંગાને સલામી આપતા નેતાજી સુભાષ ચંદ્રબોસનું ચિત્ર હશે
  -પોર્ટ્રેટના નીચે 75 આંકનો મતલબ વર્ષગાંઠ હશે
  - સિક્કા ઉપર દેવનાગરી અને અંગ્રેજીમાં પ્રથમ ધ્વજારોહણ

  ઉલ્લેખનીય છે કે, સુભાષ ચંદ્ર બોસે પોર્ટબ્લેયરમાં 30 ડિસેમ્બર, 1943 પહેલીવખત તિરંગો ફરકાવ્યો હતો. 21 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે બોસ દ્વારા ગઠિત આઝાદ હિંદ સરકારની સ્થાપનાના 75મી વર્ષગાંઠ ઉપર સ્મારક પટ્ટીકાનું અનાવરણ કર્યું હતું.

  નાણામંત્રાલય તરફથી નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે, નેતાજી સુભાષ ચંદ્રબોસ દ્વારા પોર્ટબ્લેયરમાં પહેલીવાર તિરંગા ફરકાવવાની 75મી વર્ષગાંઠ ઉપર કેન્દ્ર સરકારની અધિકૃત ઓથોરિટી મીટ 75 રૂપિયાનો આ સિક્કો તૈયાર કરશે.
  Published by:ankit patel
  First published: