મોદી સરકારે 3.6 કરોડ કર્મચારીઓને આપી મોટી ગિફ્ટ!

News18 Gujarati
Updated: June 14, 2019, 7:35 AM IST
મોદી સરકારે 3.6 કરોડ કર્મચારીઓને આપી મોટી ગિફ્ટ!
સરકારે ઐતિહાસિક નિર્ણય લઇ કર્મચારીઓને રાજ્ય વીમા નિગમ (ESI) કન્ટ્રીબ્યૂશનને 6.5 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યું

સરકારે ઐતિહાસિક નિર્ણય લઇ કર્મચારીઓને રાજ્ય વીમા નિગમ (ESI) કન્ટ્રીબ્યૂશનને 6.5 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યું

  • Share this:
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં કરોડો કર્મચારીઓને મોટી ગિફ્ટ આપી છે. સરકારે ઐતિહાસિક નિર્ણય લઇ કર્મચારીઓને રાજ્ય વીમા નિગમ (ESI) કન્ટ્રીબ્યૂશનને 6.5 ટકાથી ઘટાડીને 4 ટકા કર્યું છે. તેમાં એમ્પ્લોયર્સનું યોગદાન 4.7 ટકા ઘટાડીને 3.25 કરી દીધું છે. તો કર્મચારીઓના યોગદાનને 1.75 ટકા ઘટાડી 0.75 ટકા કરી દીધું છે. મોદી સરકારના આ નિર્ણયથી 3.6 કરોડ કર્મચારીઓ અને 12.85 લાખ એમ્પ્લોયર્સને ફાયદો થશે. આ નિયમ 1 જુલાઇથી લાગુ થશે.

યોગદાનમાં ઘટાડો આવવાથી ઇએસઆઇ યોજના અંતર્ગત આવતા તમામ કર્મચારીઓ અને એમ્પ્લોયર્સને ફાયદો થશે. ESIમાં યોગદાનમાં ઘટાડો કરવાથી કર્મચારીઓને રાહત મળશે. ESI સ્કીમ હેઠળ વધુમાં વધુ કર્મચારીઓનું એનરોલમેન્ટ થઇ શકશે. તો એમ્પ્લોયર્સના યોગદાનમાં ઘટાડો થવાથી કંપની પર નાણાકીય બોજ ઓછો પડશે. તેનાથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પણ પ્રોત્સાહન આપી શકાશે. આશા સેવાઇ રહી છે કે ઇએસઆઇ યોગદાન દરમાં ઘટાડાથી કાયદાનું વધુ સારી રીતે અનુપાલન થશે.

અહીં ક્લિક કરી વાંચોઃ 'વાયુ' વાવાઝોડામાં 30 લાખ લોકો અસરગ્રસ્ત, આ રીતે કરાઈ બચાવ કામગીરી

ESI અધિનિયમ હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર્સ બંને યોગદાન આપવા માગે છે, શ્રમ અને રોજગાર મંત્રાલયના માધ્યમથી ભારત સરકારના ESI અધિનિયમ હેઠળ યોગદાન દર નક્કી કરશે છે. હાલમાં યોગદાનનો દર 6.5 ટકા પર ફિક્સ છે. તેમાં એમ્પલોર્યસની ભાગીદારી 4.75 ટકા અને કર્મચારીની ભાગીદારી 1.75 ટકા છે. આ દર 1 જાન્યુઆરી 1997થી લાગુ છે.

ઉલ્લેખનીય છે કે કર્મચારી વીમા એક્ટ 1948 હેઠળ કર્મચારીઓને મેડિકલ, કેશ, મેટરનીટિ, વિકલાંગતા જેવી સ્થિતિમાં સુરક્ષા મળે છે. કર્મચારી રાજ્ય વીમા ઇએસઆઇસી દ્વારા લાગુ કરવામાં આવે છે.

ભારત સરકારે વધુમાં વધુ લોકોને સામાજિક સુરક્ષા કવરેજના વિસ્તાર માટે ડિસેમ્બર 2016થી જુન 2017 સુધી એમ્પ્લોયર્સ અને કર્મચારીઓના વિશેષ પંજીકરણનો એક કાર્યક્રમ શરૂ કર્યો અને યોજનાનું કવરેજ તમામ જિલ્લામાં વિસ્તારિત કરવાનો પણ નિર્ણય લીધો. તો સરકારે 1 જાન્યુઆરી 2017એ ઇએસઆઇસી માટે માસિક વેતન 15,000 રૂપિયાથી વધારી 21,000 રૂપિયા કર્યું હતું.
First published: June 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading