નોકરિયાત માટે મોટા સમાચાર! EPFO પર સરકાર લેશે મોટો નિર્ણય

News18 Gujarati
Updated: September 19, 2019, 3:37 PM IST
નોકરિયાત માટે મોટા સમાચાર! EPFO પર સરકાર લેશે મોટો નિર્ણય
EPFO પર સરકાર લેશે મોટો નિર્ણય

આ ડ્રાફ્ટમાં EPFO અને ESICની રચનાના માળખાને બદલવાની વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને સંસ્થાઓને કંપનીનું સ્વરૂપ આપવામાં આવી શકે છે.

  • Share this:
સરકારે (Government) કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (EPFO) અને કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC) જેવી સામાજિક સુરક્ષા એજન્સીઓને કંપનીમાં બદલવા માટે એક ડ્રાફ્ટ જાહેર કર્યો. આ હેઠળ પહેલી વખત મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) નિયુક્ત કરવામાં આવી શકે છે.

આ ડ્રાફ્ટમાં EPFO અને ESICની રચનાના માળખાને બદલવાની વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને સંસ્થાઓને કંપનીનું સ્વરૂપ આપવામાં આવી શકે છે. હાલમાં બંને એજન્સીઓ ન્યાસ અથવા બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી હતી, કથા સ્વાયત સંસ્થા તરીકે કામ કરતી હતી.

ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુક્તી થશે

ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર બંને સંસ્થાઓ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન નિયુક્ત કરશે. આ સાથે જ તેમાં સીઈઓ પણ બનાવવામાં આવી શકે છે, જે સંબંધિત સંસ્થાઓના કાર્યકારી પ્રમુખ હશે. તેમને સંઘ લોક સેવા આયોગ સાથે પરામર્શ બાદ ભારતીય પ્રશાસનિક સેવા અથવા અન્ય સેવાઓથી નિયુક્ત કરવામાં આવી શકે છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે આ સંબંધમાં સામાજિક સુરક્ષા સંહિતા 2019નો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ મુદ્દે સંબંધિત પક્ષો અને સામાન્ય લોકોને 25 ઓક્ટોબર સુધી સલાહ આપવાનું કહ્યું છે.

PF પર વ્યાજ દરનાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ (EPF) પર 8.65 ટકા વ્યાજ મળશે. ટુંક સમયમાં નોકરીયાત લોકોના પીએફ ખાતામાં વ્યાજની રકમ જમા થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા છ મહિનાથી પીએફ ખાતાના વ્યાજ દર માટે સહમતિ બની શકતી ન હતી. આ પહેલા નાણાકીય વર્ષ એટલે કે 2017-18માં વ્યાજ દર 8.55 ટકા હતું. મતલબ સ્પષ્ટ છે કે, વ્યાજ દરોમાં 0.10 ટકાનો વધારો થયો છે.
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading