ગરીબ અને અસહાય લોકોને અનાજ (Food for Poor people) મળી રહે અને તેઓ ભૂખ્યા ન રહે તે માટે ભારત સરકાર (Govt of india) દ્વારા રાહત દરે સસ્તું અનાજ આપવામાં આવે છે. દેશમાં ચલાવવામાં આવતી તમામ મફત રાશન યોજનાઓ માટે રેશન કાર્ડ (Ration Card) સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડનો ઉદ્દેશ્ય પાત્ર લોકોને અનાજની કમી ન થાય તે જોવાનો છે. પરંતુ મોટી સંખ્યામાં એવા લોકો જેઓ પાત્રતા ધરાવતા નથી, છતાં પણ છેતરપિંડી કરીને તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હવે સરકારે (government)તેમના પર રોક લગાવવાની તૈયારી કરી છે.
રાજ્ય સરકાર સાથે બેઠકો શરૂ
સરકાર આ દિશામાં કડક પગલાઓ લઇ રહી છે અને ખોટા ગરીબ બનીને રેશન કાર્ડ દ્વારા લાભ લઇ રહેલા લોકોને લીસ્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત અન્ન અને જાહેર વિતરણ વિભાગે રેશન કાર્ડના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી છે. આ અંતર્ગત રાજ્ય સરકારોની સાથે બેઠકો પણ શરૂ થઇ ચૂકી છે. સંભવતઃ જલદી જ આ અંગે કોઇ મોટી જાહેરાત થઇ શકે છે.
ખોટા કાર્ડ ધારકો સામે કડક પગલા
સરકાર સરકારી રાશનની દુકાનોમાંથી રેશનકાર્ડ દ્વારા અનાજ લેનારા પાત્ર લોકો માટે નિર્ધારિત ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહી છે. લાયકાત માટેના નવા ધોરણો બહાર આવ્યા બાદ સરકાર મુક્ત રેશનિંગ યોજનાઓનો લાભ લેનારા બોગસ ગરીબોના નામ યાદીમાંથી કાઢી નાંખવામાં આવશે અને માત્ર પાત્ર લોકો જ આ યોજનાઓનો લાભ લઈ શકશે.
ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દેશભરમાં લગભગ 80 કરોડ જરૂરિયાતમંદ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટનો લાભ લઇ રહ્યા છે. જેમાં ઘણા નકલી ગરીબ કે આર્થિક રીતે સંપન્ન લોકો પણ જોડાયેલા છે. તેથી સરકાર આવા ખોટા લોકોને આ લીસ્ટમાંથી બહાર કાઢવાનું વિચારી રહી છે.
અમાન્ય લોકોની થશે બાદબાકી
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ટૂંક સમયમાં પાત્રતાના નવા ધોરણો પર મહોર લાગી શકે છે. રેશનકાર્ડ ધારકો માટે નવા ધોરણો નિર્ધારિત થયા પછી પાત્ર લાભાર્થીઓ જ સરકારની રાશન પૂર્વ યોજનાઓનો લાભ લઈ શકશે. જ્યારે સરકારના આ પગલા બાદ ખોટી રીતે હાલ અનાજ મેળવતા લોકો પર સકંજો લઇ શકાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર