સરકાર ખોલશે 8000 CNG સ્ટેશન, આ રીતે ડિલરશિપ લો, ઘરે બેઠા થશે લાખોની કમાણી

News18 Gujarati
Updated: December 6, 2019, 3:59 PM IST
સરકાર ખોલશે 8000 CNG સ્ટેશન, આ રીતે ડિલરશિપ લો, ઘરે બેઠા થશે લાખોની કમાણી
સીએનજી પંપ

હાલમાં દેશમાં છ કંપનીઓ સીએનજી પંપ માટે ડિસ્ટ્રીબ્યૂશન કરે છે.

  • Share this:
મોદી સરકાર ગેસ ઈંધણની ખપતને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે આગામી આઠ વર્ષ દેશમાં સીએનજી સ્ટેશનોની સંખ્યા 4 ઘણી વધારી 7,924 સુધી પહોંચાડવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, હાલમાં દેશમાં 1734 સીએનજી સ્ટેશન ચાલી રહ્યા છે. જો તમે સીએનજી પંપના માલિક બનવા માંગો છો તો, આ સમય તમારા માટે શાનદાર છે. કેમ કે, દેશની પ્રમુખ કંપનીઓ સીએનજી પંપ માટે ડિસ્ટ્રીબ્યુટર્સ શોધી રહી છે. તેના માટે ટુંક સમયમાં બિડિંગ માટે ઓફર આપવામાં આવશે. તો જોઈએ કેવી રીતે ખોલી શકાય સીએનજી પંપ અને કેટલી થાય કમાણી.

બે પ્રકારે કમાણીનો અવસર - સીએનજી પંપ લગાવવા માટે સૌથી પહેલા કંપની જમીનની માંગ કરે છે. કંપની જમીન ભાડા પર લે છે. એવામાં પહેલો મોકો જમીન ભાડે આપી કમાણી કરવાનો રહે છે. બીજી રીત તમે જમીન પર ખુદ પણ ડીલરશિપ લઈ શકો છો. તેના માટે કંપનીઓ પાર્ટનરશિપ કરે છે, જેને તે લેન્ડલિંક સીએનજી સ્ટેશન પોલીસી કહે છે. તમામ કંપનીઓ પોતાની જરૂરત પ્રમાણે સ્ટેશન માટે ટેન્ડર કાઢે છે, જેમાં લોકેશન સહિત બીજી રિક્વારમેન્ટ આપવામાં આવે છે. તેના આધાર પર તમે અરજી કરી શકો છો. ટેન્ડર માટે કંપનીઓની વેબસાઈટર પર જાણકારી લઈ શકાશે.

જાહેર કરવામાં આવશે 100 લાયસન્સ - પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમાં જ કહ્યું હતું કે, પીએનજીઆરબી આ મહિને નવા મોડલ પર બિડિંગ માટે 100 સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન (સીજીડી) લાયસન્સ ઓફર કરશે.

આ કંપનીઓ કરે છે સીએનજી પંપનું ડિસ્ટ્રીબ્યૂશન - હાલમાં દેશમાં છ કંપનીઓ સીએનજી પંપ માટે ડિસ્ટ્રીબ્યૂશન કરે છે. તેમાં ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ, મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ, સેન્ટ્રલ યૂપી ગેસ લિમિટેડ, ગ્રીન ગેસ લિમિટેડ, મહારાષ્ટ્રગેસ લિમિટેડ, ગેલ ગેસ લિમિટેડ અને વડોદરા ગેસ લિમિટેડ સામેલ છે.

અરજી કરવા માટે તમારા નામે જમીન હોવી જરૂરી - સીએનજી પંપના માલિક બનવા માંગો છો તો તમારી પાસે જમીન હોવી જરૂરી છે. હલકા વાહન માટે 700 વર્ગમીટરની જમીન, જેમાં આગળની તરફ 25 મીટર જગ્યા. આજ રીતે ભારે કોમર્શિયલ વાહનો માટે સીએનજી પંપ ખોલવા માંગો છો તો તમારી પાસે 1500-1600 વર્ગમીટરનો પ્લોટ હોવો જોઈએ, જેમાં આગળની તરફ 50-60 મીટર હોવી જરૂરી છે. જો તમારો પ્લોટ હાઈવે અને ભીડ ભાડ વિસ્તારમાં છે તો, કંપનીઓ સીએનજી પંપ ફાળવવામાં તકેદારી રાખશે. જોકે, ભાડા પર જમીન લઈને પણ સીએનજી પંપના માલિક બનવાનો વિકલ્પ છે.

પંપ ખોલવા માટે બેન્ક લોન પણ આપે છે - સીએનજી પંપ ખોલવા માટે જમીનનો ખર્ચ હટાવી દઈએ તો, ઈક્વીપમેન્ટ કોસ્ટ, કન્સ્ટ્રક્શન કોસ્ટ, અને લાયસન્સ ફી મિલાવી લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. તેના માટે તમે બેન્કમાંથી લોન પણ લઈ શકો છો. તમામ કંપનીઓ પોતાની જરૂરત પ્રમાણે સ્ટેશન પંપ માટે ટેન્ડર કાઢે છે, જેમાં લોકેશન સહિત અન્ય રિક્વારમેન્ટ આપવામાં આવે છે. તેના આધાર પર તમે અરજી કરી શકો છે. ટેન્ડર માટે આ કંપનીઓની વેબસાઈટ પર જાણકારી લઈ શકાય છે.
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading