ખુશખબર: સરકારે 5 લાખ રૂપિયા સુધીનું ઈન્કમ ટેક્સ રિફંડ તુરંત ખાતામાં આપવા આદેશ કર્યો

News18 Gujarati
Updated: April 8, 2020, 7:42 PM IST
ખુશખબર: સરકારે 5 લાખ રૂપિયા સુધીનું ઈન્કમ ટેક્સ રિફંડ તુરંત ખાતામાં આપવા આદેશ કર્યો
પ્રતિકાત્મક તસવીર

ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમે તમારૂ રિફંડ સ્ટેટસ આ રીતે જોઈ શકો છો

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારીના આ સંકટમાં સામાન્ય ટેક્સપેયર્સ અને બિઝનેસમેનને રાહત આપતા સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે તુરંત 5 લાખ રૂપિયા સુધીનું ટેક્સ રિફંડ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી 14 લાખ ટેક્સપેયર્સને ફાયદો થશે.

નાણા મંત્રાલયે જીએસટી અને કસ્ટમના ટેક્સ રિફંડ પણ જાહેર કરવાનો આદેશ કર્યો છે. આનાથી 1 લાખ બિઝનેસેન અને MSMEને રાહત મળશે. સરકાર કુલ 18 હજાર કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરશે.

ઈન્કમ ટેક્સ રિફંડ -  ઈન્કમ ટેક્સ ફાઈલ કર્યા બાદ ઈ-વેરિફિકેશન થાય છે. ત્યારબાદ ઈનક્મ ટેક્સ રિફંડ મળવામાં 2થી 3 મહિનાનો સમય લાગે છે. જોકે, કેટલીક વખત 15 દિવસમાં પણ ક્રેડિત થઈ જતું હોય છે. આયકર રિફંડનું સ્ટેટસ ઈનક્મ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ અને એનએસડીએલની વેબસાઈટ પર જોઈ શકાય છે. કરદાતાઓએ ત્યાં પાન નંબર અને એસેસમેન્ટ વર્ષની નોંધ કરવાની હોય છે.

ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમે તમારૂ રિફંડ સ્ટેટસ આ રીતે જોઈ શકો છો

સ્ટેપ 1 - સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ incometaxindiaefiling.gov.in પર જાઓ.

સ્ટેપ 2 - ત્યારબાદ પોતાનું યૂઝર આઈડી, પાસવર્ડ, જન્મ તારીખ અને કેપ્ચા કોડ નાખી પોતાનું એકાઉન્ટ લોગ ઈન કરોસ્ટેપ 3 - હવે 'View Returns/Forms' ટેબ પર ક્લિક કરો

સ્ટેપ 4 - હવે અહીં તમારે તમારો પાન નંબર નોંધવાનો રહેશે. હવે ડ્રોપ-ડાઉન લિસ્ટથી ટેક્સ રિટર્ન અને એસેસમેન્ટ વર્ષ સિલેક્ટ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો

સ્ટોપ 5 - હવે અકનોલેઝમેન્ટ નંબર પર ક્લિક કરો અને તમને આયકર રિફંડનું સ્ટેટસ જોવા મળશે
First published: April 8, 2020, 7:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading