Home /News /business /

ગૃહિણીઓ માટે Big News! મોંઘી થઈ શકે છે ખાંડ, ટૂંક સમયમાં આટલો વધી શકે છે ભાવ

ગૃહિણીઓ માટે Big News! મોંઘી થઈ શકે છે ખાંડ, ટૂંક સમયમાં આટલો વધી શકે છે ભાવ

ખાંડના ભાવમાં વધારો થશે

FRP શેરડી ખરીદીના એ ભાવ છે જે કેન્દ્ર સરકાર જાહેર કરે છે. જ્યારે રાજ્ય સરકાર તે દરમાં પોતાની તરફથી જે વધારાના ભાવ લગાવી દે છે, તેને SAP કહેવામાં આવે છે.

    નવી દિલ્હી : શેરડી ખેડૂતોને રાહત આપવા માટે સરકાર ટૂંક સમયમાં ખાંડની એમએસપી એટલે કે, મિનિમમ સેલિંગ પ્રાઈસ વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આની પર બનેલી સચિવોની કમિટીએ ખાંડના એમએસપીમાં 2 રૂપિયા વધારો કરવા માટે મંજૂરી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણયથી સુગર મીલોને કેશ ફ્લે વધી જશે, અને સરળતાથી ખેડૂતોને ચૂકવણી કરી શકશે. તમને જણાવી દઈએ કે, ખાંડ ઉત્પાદન વર્ષ 2019-20 દરમિયાન દેશભરમાં ખાંડ મિલો દ્વારા શેરડીના ખેડૂતોને ચૂકવવાની બાકીની રકમ 22 હજાર કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ છે.

    અંગ્રેજી સમાચાર પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયાને સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, સચિવોના એક સમૂહે ગત અઠવાડીએ થયેલી બેઠકમાં ખાંડની કિંમતમાં વધારો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. દેશના મોટા ખાંડ ઉત્પાદક રાજ્યોની ભલામણ બાદ આ પ્રસ્તાવ પર વિચાર કરવામાં આવ્યો છે. અને આ એક સારો નિર્ણય બની શકે છે. સાથે, આ નિર્ણય પર નીતિ આયોગે પણ સહમતી આપી દીધી છે.

    સરકારી અધિકારીઓનું કહેવું છેકે, આ નિર્ણયથી સીધી ખેડૂતોને મદદ મળશે. ગત સમયે સરકારે ફેબ્રુઆરી 2019માં ખાંડની એમએસપીમાં વૃદ્ધિ કરી હતી. ત્યારે તેને 31 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવ્યા હતી.

    આ પણ વાંચોગેરન્ટી ડબલ પૈસા કરવાની ખાસ સરકારી સ્કીમ! 118 મહિનામાં પૈસા ડબલ, આ રીતે ઉઠાવો ફાયદો

    શેરડી પકવતા ખેડૂતોના 20 હજાર કરોડથી વધારે રૂપિયા બાકી - ખાંડ ઉત્પાદન વર્ષની ગણના દર વર્ષે 1 ઓક્ટોબરથી આગામી વર્ષ 30 સપ્ટેમ્બર કરવામાં આવે છે. જો State Advised Price ( SAP) પ્રમાણે જોઈએ તો, ખાંડ મિલો પર ખેડૂતોને ચુકવવાના બાકી 22 હજાર કરોડ રૂપિયા થઈ ગયા છે.

    જ્યારે કેન્દ્ર દ્વારા Fair & Remunerative Price ( FRP ) પ્રમાણે આ બાકી રકમ 17 હજાર 683 કરોડ રૂપિયા થાય છે.

    FRP શેરડી ખરીદીના એ ભાવ છે જે કેન્દ્ર સરકાર જાહેર કરે છે. જ્યારે રાજ્ય સરકાર તે દરમાં પોતાની તરફથી જે વધારાના ભાવ લગાવી દે છે, તેને SAP કહેવામાં આવે છે. જોકે, મંત્રાલયનું કહેવં છે કે, ગત વર્ષે મે મહિના સુધીની બાકી ચૂકવણી 28 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.
    Published by:kiran mehta
    First published:

    Tags: ભારત સરકાર

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन