Corona સામે લડવા ઈમરજન્સી પેકેજ - કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને આપ્યા 15 હજાર કરોડ રૂપિયા

News18 Gujarati
Updated: April 9, 2020, 7:38 PM IST
Corona સામે લડવા ઈમરજન્સી પેકેજ - કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને આપ્યા 15 હજાર કરોડ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ઈન્ડિયા Covid19 ઈમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે કેન્દ્ર સરકારે Covid19 ઈમરજન્સી હેલ્થ સિસ્ટમ પેકેજ હેઠળ 15 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્ય હેલ્થ સિસ્ટમને મજબૂત કરવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પૂરૂ ફંડ આપવાની મંજૂરી આપી છે. તેના માટે કેન્દ્ર સરકારે ઈન્ડિયા Covid19 ઈમરજન્સી રિસ્પોન્સ હેલ્થ સિસ્ટમ પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજમાં ખર્ચ માટે આપવામાં આવતી પૂરી રકમ કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે.

જાણો - સરકાર તરફથી આપવામાં આવેલા પેકેજ સાથે જોડાયેલી પાંચ વાતો

1. નેશનલ હેલ્થ મિશનની ડાયરેક્ટર વંદના ગુરૂનાનીએ એક સર્ક્યુલર જાહેર કરી કહ્યું છે કે, 100 ટકા સેન્ટ્રલ પ્રોજેક્ટને જાન્યુઆરી 2020થી માર્ચ 2024 સુધી ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે.

2. આ પ્રોજેક્ટ હેઠળ કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા ઓછી કરવા અને રાજ્યની હેલ્થ સિસ્ટમ મજબૂત કરવામાં આવશે. સાથે તેમાં મેડિકલ ઉપકરણ, દવાઓીન ખરીદી, લેબ બનાવવી, અને બાયો-સિક્યોરિટી તૈયારીઓ સહિતની ગતિવિધીઓ સામેલ છે.

3. આ સરક્યૂલર દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો હેલ્થ કમિશ્નરને મોકલવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, તત્કાલ ફંડ જાહેર કરવામાં આવે.

4. પહેલા તબક્કા હેઠળ લાગુ કરવામાં આવનાર મુખ્ય ગતિવિધિઓમાં કોવિડ-19 હોસ્પિટલ વધારવી, અને અન્ય હોસ્પિટલોનો વિકાસ કરવો. સાથે જ આઈસોલેશન રૂમ્સ, વેન્ટિલેટર સાથે આઈસીયુ, હોસ્પિટલોમાં ઓક્સિજનની આપૂર્તિ, હોસ્પિટલોમાં લેબને મજબૂત કરવામાં આવશે.5. પહેલા તબક્કામાં લેબ અનેએમ્બ્યુલન્સ પણ વધારવામાં આવશે. રિપોર્ટ અનુસાર, કેન્દ્રીય પેકેજથી રાજ્યોમાં સુરક્ષા ઉપકરણ, N95 માસ્ક અને વેન્ટિલેટર ખરીદવામાં સહાયતા કરવામાં આવશે. જે ભારત સરકાર દ્વારા ખરીદી કરી આપૂર્તિ કરવામાં આવશે.
First published: April 9, 2020, 7:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading