Coronavirus: ફેક્ટરીઓમાં 12 કલાકની થઈ શકે છે શિફ્ટ, કાયદામાં ફેરફાર કરવાની તૈયારી - રિપોર્ટ

Coronavirus: ફેક્ટરીઓમાં 12 કલાકની થઈ શકે છે શિફ્ટ, કાયદામાં ફેરફાર કરવાની તૈયારી - રિપોર્ટ
સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પોલોયમેન્ (CSE)ના રિસર્ચ ફેલો ડૉ.રોજા અબ્રાહમે જણાવ્યું કે હાલથી સ્થિતિને જોતા એ જાણવું જરૂરી હતું કે આર્થિક રીતે નબળો વર્ગ કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઇ રહ્યો છે. લોકડાઉનમાં અમે નાગરિક સમાજ સંગઠનોની મદદથી આ સર્વે કર્યો છે. આ સર્વેમાં અમે ત્રણ પોઇન્ટ પર ફોકસ કર્યું - તેમનું કાર્ય, રોજગાર પ્રભાવ અને ઘર પર પ્રભાવ તથા સરકાર રાહત શું તેમના સુધી પહોંચી છે.

રિપોર્ટ અનુસાર, 8 કલાકની શિફ્ટને વધારી 12 કલાક કરવામાં આવી શકે છે. સરકાર તેની સાથે જોડાયેલા નિયમ 1948ના કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ફેક્ટરીઓમાં કામ કરવાની શિફ્ટમાં ફેરફાર કરી શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, 8 કલાકની શિફ્ટને વધારી 12 કલાક કરવામાં આવી શકે છે. સરકાર તેની સાથે જોડાયેલા નિયમ 1948ના કાયદામાં ફેરફાર પર વિચાર કરી રહી છે.

    ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનના ચાલતા હાલના સમયમાં મજૂરોની સંખ્યા ઘટી ગઈ છે. જ્યારે રોજબરોજની ચીજવસ્તુઓની ડિમાન્ડમાં વધારો થયો છે. જેથી સરકાર તેમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.



    12 કલાકની થઈ શકે છે સિફ્ટ - કાયદામાં નવો ફેરફાર કંપનીઓને શિફ્ટ વધારવાનો અધિકાર આપશે. હાલના સમયમાં રોજ 8 કલાક જ કોઈને કામ કરાવી શકાય છે. જો આ પ્રસ્તાવ પર નિર્ણય થઈ જાય છે તો, રોજની 12 કલાકની શિફ્ટ થઈ શકે છે. અઠવાડીયામાં 6 દિવસ (72 કલાક) સુધીની મંજૂરી હશે.

    હિન્દુસ્તાન ટાઈમ્સે આ મામલાની જાણકારી રાખતા એક વિષ્ઠ અધિકારીના હવાલે જણાવ્યું છે કે, આ પ્રસ્તાવ પર હજુ વિચાર ચાલી રહ્યો છે. જેથી 1948ાન કારખાના અધિનિયમમાં સંશોધન કરવું પડશે. હાલના કાયદા 1948ના અધિનિયમની કલમ 51માં કહેવામાં આવ્યું છે કે, કોઈ પમ વયસ્કને કોઈ કારખાનામાં કામ કરવા માટે મજબૂર ન કરી શકાય. સાથે જ કોઈ પણ સપ્તાહમાં 48 કલાકથી વધારે કામ ના કરાવી શકાય.

    જોકે, એક જ અધિનિયમમાં ઓવરટાઈમની જોગવાઈ છે, જેનો ઉપયોગ 72 વર્ષથી ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ કરી રહી છે. પરંતુ સરકારનું માનવું છે કે, અસાધારણ પરિસ્થિતિમાં આવી કોઈ જોગવાઈ કરવી જોઈએ.

    આવું કેમ કરવામાં આવી રહ્યું છે - વરિષ્ઠ અધિકારીઓના એક ગ્રુપની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનની હાલની પરિસ્થિતિમાં દવાઓ અને રોજબરોજની વસ્તુઓ માટે શિફ્ટનો ટાઈમ વધારવો જ પડશે.
    Published by:News18 Gujarati
    First published:April 11, 2020, 16:09 pm

    ટૉપ ન્યૂઝ