સરકારનો મોટો નિર્ણય, KYC કરાવવા માટે ચૂકવવા પડશે 10 હજાર રૂપિયા ફી

શેલ કંપનીઓ તે હોય છે જે માત્ર કાગળો પર હોય છે અને જે માત્ર છુપાવવામાં આવેલા ધન અથવા ગેરકાયદે ગતિવીધીઓ માટે બનાવવામાં આવે છે

News18 Gujarati
Updated: April 26, 2019, 4:26 PM IST
સરકારનો મોટો નિર્ણય, KYC કરાવવા માટે ચૂકવવા પડશે 10 હજાર રૂપિયા ફી
શેલ કંપનીઓ તે હોય છે જે માત્ર કાગળો પર હોય છે અને જે માત્ર છુપાવવામાં આવેલા ધન અથવા ગેરકાયદે ગતિવીધીઓ માટે બનાવવામાં આવે છે
News18 Gujarati
Updated: April 26, 2019, 4:26 PM IST
શેલ કંપનીઓ વિરુદ્ધ અભિયાન હેઠળ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સે તમામ કંપનીઓ માટે પોતાના ગ્રાહકોને જાણો એટલે 'નો યોર કસ્ટમર'(KYC) પ્રક્રિયા શરૂ કરી દીધી છે. KYC પ્રક્રિયા હેઠળ તમામ કંપનીઓ માટે પોતાના મુખ્ય અધિકારીઓ અને કર્મચારીઓની ડિટેલ બતાવવાની ફરજીયાત બનાવી છે. આ પગલાને આગળ વધારતા સરકારે કંપનીઓ માટે KYC જરૂરી બનાવી દીધી છે. હવે 15 જૂન બાદ કંપનીનું KYC કરાવવા માટે 10000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. કંપનીઓ માટે નવું KYC ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યું છે.

KYC માટે છેલ્લી તારીખ પહેલા 24 એપ્રિલ 2019થી વધારી 15 જૂન 2019 કરી દેવામાં આવી છે. સરકારે આ નિર્ણય શેલ કંપનીની સમસ્યાને પહોંચીવળવા માટે ઉઠાવ્યો છે.

એક્સપર્ટ જણાવે છે કે, શેલ કંપનીઓના કારણે સરકારે આ પગલું ભરવું પડ્યું છે. તમને જણાવી દઈએ કે, શેલ કંપનીઓ તે હોય છે જે માત્ર કાગળો પર હોય છે અને જે માત્ર છુપાવવામાં આવેલા ધન અથવા ગેરકાયદે ગતિવીધીઓ માટે બનાવવામાં આવે છે. મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ એફેયર્સે ગત વર્ષે બધી પંજીકૃત કંપનીઓના ડાયરેક્ટરો માટે KYC પ્રક્રિયા શરૂ કરી હતી.ડીઆઈએન એટલે કે ડાયરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર્સવાળા 33 લાખ ડાયરેક્ટરોમાંથી માત્ર 16 લાખ ડાયરેક્ટરોએ KYC પ્રક્રિયા પૂરી કરી છે. મિનિસ્ટ્રી KYC પ્રક્રિયાથી શેલ કંપનીઓને ઉઘાડી પાડવા રૂપ્ જોવામાં આવી રહ્યું છે. આજ કારણથી આવી કંપનીઓ ડિટેલ નથી આપી રહી, તે તપાસના દાયરામાં છે.
First published: April 26, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...