સરકાર બિટકૉઈન જેવી ક્રિપ્ટોકરન્સી પર મૂકશે પ્રતિબંધ, પોતાની ડિજિટલ કરન્સી લાવવાની તૈયારી

પ્રતીકાત્મક તસવીર

Budget session 2021: કેન્દ્ર સરકારે બજેટ સત્ર દરમિયાન બિટકૉઇન પર પ્રતિબંધ મૂકતી બિલ લિસ્ટ કર્યું છે, આરબીઆઈ પણ ડિજિટલ કરન્સી લાવવાની યોજના પર કામ કરી રહી છે.

 • Share this:
  નવી દિલ્હી: ડિજિટલ કરન્સી (Digital Currency) એટલે કે ક્રિપ્ટોકરન્સી (cryptocurrencies)ના રૂપમાં આખી દુનિયામાં બિટકૉઈનની ધૂમ છે. પરંતુ કેન્દ્ર સરકાર દેશમાં બિટકૉઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. બજેટ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ સંબંધિત એક બિલ સંસદમાં મૂકવામાં આવશે. એટલે કે સરકાર આ સત્રમાં આ બિલને પાસ કરીને હંમેશ માટે બિટકૉઈન પર પ્રતિબંધ મૂકવા માંગે છે. જ્યારે સરકાર રૂપિયાની ડિજિટલ કરન્સી લાવવા અંગે પણ વિચારી રહી છે.

  શુક્રવારે શરૂ થયેલા બજેટ સત્ર (Budget session)માં કેન્દ્ર સરકારે ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી (Private cryptocurrency) જેવી કે બિટકૉઇન, ઈથર, રિપલ અને અન્ય પર પ્રતિબંધ મૂકવા માટે એક બિલ લિસ્ટ કર્યું છે. આ બિલમાં અધિકારિક ડિજિટલ મુદ્રા બનાવવાની જોગવાઈ છે. એટલે કે સરકાર પોતાની ક્રિપ્ટોકરન્સી બનાવવા માટે રસ્તો બનાવી રહી છે. આ પહેલા આરબીઆઈએ 25મી જાન્યુઆરીના રોજ એક બુકલેટમાં રૂપિયાની ડિજિટલ આવૃત્તિનો ઉલ્લેખ કર્યો હતો. આરબીઆઈ હાલ એવું શોધવાની પ્રયાસ કરી રહી છે કે રૂપિયાના ડિજિટલ અવતારથી શું ફાયદો થાય છે અને તે કેટલો ઉપયોગી છે.

  આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: આગ્રા હાઇવે પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 10 મુસાફરના મોત

  મધ્યસ્થ બેંકની બુકલેટમાં કહેવામાં આવ્યુ હતે કે બિટકૉઈન જેવી ખાનગી ડિજિટલ મુદ્રાઓને તાજેતરના વર્ષોમાં ખૂબ જ પ્રતિસાદ મળ્યો છે. ભારતમાં નિયમનકારો અને સરકારે આ મુદ્રાઓ અંગે શંકા વ્યક્ત કરી છે, તેનાથી ઊભી થતી ખામીઓ અંગે પણ આશંકા વ્યક્ત કરી છે. તો પણ આરબીઆઈ આ અંગેની સંભાવના અંગે માહિતી મેળવી રહી છે. નોટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો દેશમાં ડિજિટલ કરન્સીની જરૂરિયાત છે તો તેને કેવી રીતે ચાલુ કરી શકાય? ઉલ્લેખનીય છે કે 2018માં જાહેર ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલી ચૂકવણી માટે બેંક ચેનલના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

  આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ: એમોનિયમ નાઇટ્રેટ અને ગુલાબી દુપટ્ટાનું કનેક્શન શોધી રહી છે દિલ્હી પોલીસ

  બે વર્ષ પહેલા પણ તૈયાર હતું બિલ

  2019માં ક્રિપ્ટોકરન્સી પર એક સરકારી બિલ કથિત રીતે ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવા અને ભારતમાં તેના ઉપયોગને ગેરકાયદે બનાવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, તેને સંસદમાં રજૂ કરવામાં આવ્યું ન હતું. છેલ્લા એક વર્ષમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણ સંખ્યા અને ટ્રેડિંગ વોલ્યૂમમાં ઉછાળો જોવા મળ્યો છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ જેવા કે CoinDCX અને Coinswitch Kuber તરફથી પણ ફંડ એકઠું કરવામાં આવ્યું છે. હવે આ નવા બિલથી દેશમાં નવજાત ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ ખતમ થઈ શકે છે. આ બિલનો મુસદ્દો હજુ સુધી જાહેર નથી કરવામાં આવ્યો. આથી તેમાં શું શું જોગવાઈ છે તેની માહિતી મળી શકી નથી.
  Published by:Vinod Zankhaliya
  First published: