મોદી સરકાર જલ્દી લાવી રહી છે 1 રુપિયાની નવી નોટ, જાણો ડિઝાઇન અને રંગ કેવા હશે

News18 Gujarati
Updated: February 10, 2020, 11:06 PM IST
મોદી સરકાર જલ્દી લાવી રહી છે 1 રુપિયાની નવી નોટ, જાણો ડિઝાઇન અને રંગ કેવા હશે
મોદી સરકાર જલ્દી લાવી રહી છે 1 રુપિયાની નવી નોટ

1 રુપિયાની નવી નોટોની પ્રિન્ટિંગ ભારતીય રિઝર્વ બેન્ક નહીં પણ વિત્ત મંત્રાલય કરશે

  • Share this:
નવી દિલ્હી : જલ્દી તમારા ખિસ્સામાં 1 રુપિયાની નવી કરન્સી નોટ આવી જશે. 1 રુપિયાની નવી નોટોની પ્રિન્ટિંગ ભારતીય રિઝર્વ બેન્ક નહીં પણ વિત્ત મંત્રાલય કરશે. સરકારે એક ગેજેટ નોટિફિકેશનમાં 1 રુપિયાની નવી કરન્સી નોટ જારી કરવા વિશે જાણકારી આપી છે. તમને જણાવી રહ્યા છીએ 1 રુપિયાની નવી નોટ વિશે ખાસ વાત.

- એક રુપિયાની નવી નોટમાં ‘ભારત સરકાર’ લખેલું હશે. આ 'Government of India'ઠીક ઉપર લખેલું હશે.
- આ નોટ પર વિત્ત સચિવ અતનુ ચક્રવર્તીના સિગ્નેચર હશે. તેમના આ સિગ્નેચર હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં હશે.

- આ નોટ પર એક રુપિયા 2020 સિરીઝના રુપિયાના સિક્કાના રેપ્લિકા પણ છપાયેલ હશે. જેના પર ‘સત્યમેવ જયતે’ લખલે હશે. સાથે નંબરિંગ પેનલ પર ‘L’પણ લખેલો હશે.

આ પણ વાંચો - અનામત પર રાહુલ ગાંધીએ કહ્યું - આ વંચિત લોકોનો અધિકાર છીનવવાનું ષડયંત્ર

- રુપિયાની સિંબલની સાથે અનાજની ડિઝાઇન પણ બનેલી હશે. જે દેશમાં કૃષિને દર્શાવશે. સાથે નોટ પર 'Sagar Samrat'નું ચિત્ર પણ હશે, જે દેશની ઓઇલ એક્સપ્લોરેશનને દર્શાવશે.- આ નોટનો રંગ મુખ્ય રીતે ગુલાબી અને લીલો હશે. જોકે તેની ઉપક કેટલાક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાશે.
- એક રુપિયાની નોટની સાઇઝ 9.7 x 6.3 સેમી હશે.
- 1 રુપિયાની નવી નોટ પર મલ્ટી ટોન પર અશોક પિલરનો વોટરમાર્ક છે. જમણી તરફ ઉપરથી નીચે તરફ ભારત લખેલું હશે.
First published: February 10, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading