મોટા સમાચાર! હવે આવી ગયા ટ્રેક્ટરો માટે નવા નિયમ, ઓક્ટોબર 2021થી થશે લાગુ

મોટા સમાચાર! હવે આવી ગયા ટ્રેક્ટરો માટે નવા નિયમ, ઓક્ટોબર 2021થી થશે લાગુ
જો આપની પાસે ટ્રેક્ટર છે તો જણાવી દઈએ કે કેન્ર્ સરકારે ટ્રેક્ટર સાથે જોડાયેલા નિયમોની જાહેરાત કરી છે, આવો જાણીએ તેના વિશે...

જો આપની પાસે ટ્રેક્ટર છે તો જણાવી દઈએ કે કેન્ર્ સરકારે ટ્રેક્ટર સાથે જોડાયેલા નિયમોની જાહેરાત કરી છે, આવો જાણીએ તેના વિશે...

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Government of India)એ નિર્માણ ઉપકરણ વાહનો અને ટ્રેક્ટરો (Tractors) માટે નવા ઉત્સર્જન માપદંડોના અમલમાં લાવવાની સમયમર્યાદા આવતા વર્ષ સુધી લંબાવી દીધી છે. તે ક્રમશઃ એપ્રિલ 2021 (April 2021) અને ઓક્ટોબર 2021 (October 2021) કરી દેવામાં આવી છે. પહેલા આ માપદંડ આ વર્ષે જ ઓક્ટોબર (October 2020)થી લાગુ થવાના હતા.

  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, મંત્રાલયે સીએમવીઆર (CMVR) 1989માં સંશોધનને નોટિફાઇડ કર્યા છે, જેમાં ટ્રેક્ટરો (TRIM stage - IV) માટે ઉત્સર્જન માપદંડોના આગામી ચરણને લાગુ કરવાની તારીખને આ વર્ષે ઓક્ટોબરથી હટાવીને આવતા વર્ષે ઓક્ટોબર (October 2021) કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે નવા નિયમોથી ટ્રેક્ટર માલિક પર કોઈ અસર નહીં પડે, કારણ કે નવા નિયમ ટ્રેક્ટર બનાવનારી કંપની (Tractor Manufacturing Companies)ઓ માટે છે.  આ પણ વાંચો, Petrol Diesel Price: એક મહિનામાં 3 રૂપિયાથી વધુ સસ્તું થયું ડીઝલ, ફટાફટ ચેક કરો આજનો નવો ભાવ

  ટ્રેક્ટર બનાવનારી કંપનીઓને મળી છૂટ – માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયને આ સંબંધમાં કૃષિ મંત્રાલય (Ministry of Agriculture), ટ્રેક્ટર બનાવતી કંપનીઓ (Tractor Manufacturing Companies) અને કૃષિ સંઘો (Farmers Association)થી રજૂઆત મળી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્માણ ઉપકરણ વાહનો માટે માપદંડોને લાગુ કરવા પર 6 મહિનાની છૂટ આપતાં તેને 1 એપ્રિલ 2021 કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો, અલર્ટ! 24046 Kmphની સ્પીડથી ધરતી તરફ આવી રહ્યો છે પ્લેન જેટલો મોટો એસ્ટરૉઇડ

  નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ સંશોધન અન્ય મોટર વાહનોના ઉત્સર્જન માપદંડો (જે બીએસના માપદંડોથી પરિચાલિત છે) તથા કૃષિ મશીનરી, નિર્માણ ઉપકરણ અને આવા અન્ય ઉપકરણો માટે પ્રદૂષણ માપદંડોની વચ્ચે ભ્રમથી બચવાનો પણ પ્રયાસ કરે છે.

  સંશોધનમાં કૃષિ મશીનરી (કૃષિ ટ્રેક્ટર, પાવર ટિલર અને સંયુક્ત હાર્વેસ્ટર) અને નિર્માણ ઉપકરણ વાહનો માટે અલગ અલગ ઉસ્તર્જન માપદંડો સામેલ છે.
  Published by:Mrunal Bhojak
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ