ભ્રષ્ટાચાર પર મોદી સરકારનો મોટો વાર, 22 અધિકારીને 'ફરજિયાત નિવૃત્ત' કરાયાં

News18 Gujarati
Updated: August 26, 2019, 12:47 PM IST
ભ્રષ્ટાચાર પર મોદી સરકારનો મોટો વાર, 22 અધિકારીને 'ફરજિયાત નિવૃત્ત' કરાયાં
વડાપ્રધાન મોદી અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ (ફાઇલ ફોટો)

મોદી સરકારે 26 ઑગસ્ટે ફરી એકવાર ટેક્સ વિભાગના 22 અધિકારીઓને 'ફરજિયાત નિવૃત્ત' કરવાનો નિર્ણય લીધો

  • Share this:
કેન્દ્રની મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકારી વિભાગોની સફાઈ એટલે કે 'નકામા અધિકારીઓ'ને કાઢવાનો સિલસિલો સતત ચાલુ છે. સરકારે સોમવાર 26 ઓગસ્ટે ફરી એકવાર ટેક્સ વિભાગના 22 અધિકારીઓને 'ફરજિયાત નિવૃત્ત' (Compulsory Retirement) કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા પણ ટેક્સ વિભાગના જ 12 વરિષ્ઠ અધિકારીઓને પરાણે નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, આ પહેલા જૂન મહિનામાં પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણે નાણા મંત્રાલયનો કાર્યભાર સંભાળતાં જ કડક નિર્ણય લેતાં અનેક મોટા અધિકારીઓને પરાણે નિવૃત્ત કરી દીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેશન રિફોર્મ્સના નિયમ 56 હેઠળ નાણા મંત્રાલયના આ અધિકારીઓને સરકારે સમય પહેલાં જ નિવૃત્ત કરી રહ્યા છે.

ટેક્સ વિભાગમાં પહેલા પણ અનેક મોટા અધિકારીઓને 'ફરજિયાત નિવૃત્ત' કરવામાં આવ્યા છે

જૂન મહિનામાં નિયમ 56 હેઠળ નિવૃત્ત કરાયેલા તમામ અધિકારી ઇનકમ ટેક્સ વિભાગમાં ચીફ કમિશ્નર, પ્રિન્સિપલ કમિશ્નસર્સ એન કમિશ્નર જેવા પદો પર તહેનાત હતા. રિપોર્ટ્સ મુજબ તેમાંથી એનક અધિકારીઓ પર કથિત રીતે ભ્રષ્ટાચાર, ગેરકાયેદસર અને બિનહિસાબી સંપત્ત‍િ જેવા ગંભીર આરોપ હતા.

આ પણ વાંચો, કેવી રીતે હવે ભારતની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડી રહ્યું છે ક્લાઈમેટ ચેન્જ!

સરકાર કેવી ઉઠાવી રહી છે આ કડક પગલા?

આપને જણાવી દઈએ કે નિયમ 56(J) હેઠળ કેન્દ્ર સરકાર કામ વગરના સરકારી અધિકારીઓને ઘરે મોકલવા માંગે છે. 56 વર્ષથી વધુની ઉંમરના અધિકારીઓને ઘરે મોકલીને યુવાઓને સિસ્ટમમાં સામેલ કરવાથી બ્યૂરોક્રેસીની ક્ષમતા સારી બનાવવાનો પ્રયાસ છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન અને અન્ય સમિતિની મદદથી ભ્રષ્ટકર્મીઓ પર નજર રાખવામાં આવશે.

આ પણ વાંચો, આખરે ભારતમાં આર્થિક મંદી આવી કેમ? જાણો તેના મુખ્ય કારણો
First published: August 26, 2019, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading